Tag Archives: ભકિત

શ્રીમદ ભાગવત માહાત્મ્ય- ભાગવત કથા- બીજો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

બીજો અધ્યાયભક્તિનું દુઃખ દૂર કરવા માટે નારદજીનો પ્રયત્ન

(કથાના પહેલા અધ્યાયમાં ભક્તિનો ભેટો નારદજી સાથે થાય છે અને કળિયુગમાં ભક્તિના પુત્રો જ્ઞાન અને વૈરાગ્યના અકાળ વાર્ધક્યથી હતાશ થયેલી ભક્તિ નારદજીને પોતાની વ્યથા કહે છે. હવે અહીંથી આગળ વાંચો.)

જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ થકી ઉત્પન્ન થઈ શકે પણ, માત્ર જ્ઞાન અને વૈરાગ્ય થકી ભક્તિના આવિર્ભાવની સંભાવના ઘણી અલ્પ છે અને કદાચ ભક્તિ ઉપજે તો પણ એ ક્ષણજીવી હોય છે અથવા તો એક સમયની અંદરની જ હોય છે. આથી જ રૂપક તરીકે, પહેલા અધ્યાયમાં જ નારદજી સાથેના સંવાદમાં આની પૂર્વભૂમિકા આપી દીધી છે. કળિયુગ પણ દરેક યુગની જેમ જ, નીતિમત્તાના ધોરણો, સત્ય, દયા, દાન અને ધર્મ ના આયામો માટે પોતાનો મિજાજ અને આગવી પ્રકૃતિ પોતાની સાથે જ લઈને આવે છે. આ હકીકત બદલાવાની નથી. ભક્તિ દેવર્ષિ નારદની જ રાહ કેમ જોઈ રહી હતી? નારદજી પણ બ્રહ્માના સ્વયંભૂ પુત્ર છે અને ભક્તિના જન્મદાતા સૂક્ષ્મ રીતે બ્રહ્મા છે. જગતની વ્યુત્પતિ સાથે બ્રહ્માજીનો સીધો સંબંધ હોવાથી ભક્તિને વિશ્વાસ હતો કે નારદ એટલે કે નારાયણ તરફ દોરનાર, જ કળિયુગમાં વિલય પામી રહેલા એનામાંથી જ જન્મ પામેલા જ્ઞાન અને વૈરાગ્યની અકાળ મૃતપ્રાયઃ સ્થિતિનો ઉપાય સૂચવી શકશે. Continue reading શ્રીમદ ભાગવત માહાત્મ્ય- ભાગવત કથા- બીજો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ