Category Archives: વિજય ઠક્કર

કોઈ જ આવ્યું નથી – વાર્તા – લેખકઃ વિજય ઠક્કર

કોઈ જ આવ્યું નથી….. લેખક: વિજય ઠક્કર

મોક્ષ ઝડપથી ઘરે આવતો હતો.

કોઈ જ કારણ વિના આજે રોજ કરતાં વધારે સ્પીડમાં કાર ચલાવતો હતો. કોણ જાણે કેમ પણ કંઈક અંદરથી ખુશી મહેસુસ કરતો હતો. જાણે કશુંક આનંદપ્રદ ના બનવાનું હોય…!! ક્યારેક અશુભના ઍધાણ મળી જતાં હોય છે એમ ક્યારેક શુભના પણ ઍધાણ મળી જ જાય છે ને.!

Continue reading કોઈ જ આવ્યું નથી – વાર્તા – લેખકઃ વિજય ઠક્કર

કંકુથાપા – વિજય ઠક્કર

કંકુથાપા

ઘર આખું હેલે ચડ્યું હતું…..મહેમાનો આવી ગયાં છે…

આખું ઘર ભર્યુંભર્યું લાગે છે. સુંદર સજાવ્યું છે ઘરને. રોશનીનો ઝળહળાટ અને ઘરની આગળની જગામાં નાનો મંડપ બાંધ્યો છે. આસોપાલવનાં તોરણ તથા પીળાં અને સફેદ ફૂલની સેરો ઠેરઠેર લગાવી છે. ઘરમાં છેલ્લો પ્રસંગ છે. હવે નજીકના ભવિષ્યમાં કોઈ અવસર આવવાનો નથી. સૌથી લાડકી, સૌની વહાલી અને સૌથી નાની શ્રેયાનું લગ્ન છે.

Continue reading કંકુથાપા – વિજય ઠક્કર