Category Archives: રણમાં પાણીની ઝંખના

રણને પાણીની ઝંખના – ૩ (પૂર્વી મોદી મલકાણ)

નવી ક્ષિતિજનું દર્પણ-

ઈન્ડિયા છોડી યુ એસ માં અમે અમારી નવી ક્ષિતિજ વસાવી આ સમય દરમ્યાન જે અનુભવો થયાં તેનું આ દર્પણ છે જેને હું વાંચક મિત્રો સાથે શેર કરી રહી છું. 

 એક સ્વસ્તિક ને કારણે

શુભ પ્રસંગોમાં સ્વસ્તિક અને રંગોળી હંમેશાથી હિન્દુ ધર્મનાં પ્રતિક અને પૂરક રહ્યાં છે. પરંતુ ઘર આંગણામાં માંગલ્યતા અને પવિત્રતાની આગેવાની લઈ એક સાથે ઉતરી આવતાં હિન્દુ ધર્મનાં પાયારૂપ આ પ્રતીકો શું ક્યારેય કોઈ મુશ્કેલી સર્જી શકે છે? જવાબ છે હા કારણ કે 1997 નાં વર્ષમાં સ્વસ્તિક અને રંગોળીને કારણે મારા ઘરે પોલીસ ધમધમતી થઈ ગઈ જેને કારણે મારે આપણાં આ પ્રતીકો સાથેનો સંબંધ છોડવો પડ્યો. Continue reading રણને પાણીની ઝંખના – ૩ (પૂર્વી મોદી મલકાણ)

રણને પાણીની ઝંખના -૨ (પૂર્વી મોદી મલકાણ)

એક એક્સ્ટ્રા પેમેન્ટ.

જ્યાં ઘર હોય ત્યાં મહેમાનોની અવરજવર હંમેશા રહે છે અને જે ઘરમાં અતિથીઑ આવતાં હોય તે ઘરને તો આપણે ત્યાં હંમેશા દેવસ્થાન તરીકે મહત્વ આપવામાં આવ્યું છે. તેમાયે મહેમાનોની વચ્ચે જ્યારે માતા-પિતાનું આગમન થાય ત્યારે તો સાક્ષાત દેવ પધાર્યા હોય તેવી લાગણી આપણે ત્યાં અનુભવાય છે આ લાગણીનાં વાતાવરણમાં ઘેર આવેલા માતપિતાને માટે એક્સ્ટ્રા પેમેન્ટ ભરવું પડે તેવું ક્યાંય સાંભળ્યું છે? .. Continue reading રણને પાણીની ઝંખના -૨ (પૂર્વી મોદી મલકાણ)

રણને પાણીની ઝંખના – ૧ (પૂર્વી મોદી મલકાણ)

અંધારી રાતના ત્રણ પડછાયા..

શિયાળાના અંધકારને ચીરીને મોડી રાત્રીએ ડીમ લાઇટ સાથે વેન બર્ફીલા રસ્તા પરથી ધીમી સ્પીડે દોડી રહી હતી. શિયાળાના દિવસો હતાં સ્નો સારો એવો પડી ગયો હતો અને હજુ પણ પડી જ રહ્યો હતો. ઠંડી અને સ્નો વધી રહ્યાં હતાં અને વધતાં જતાં સ્નોની સાથે રસ્તાઑ પણ લપસણા થઈ રહ્યા હતાં. પરંતુ ભૂમિ પર છવાયેલી આ બરફની ચાદરથી આકર્ષાયેલા અવકાશે રૂપેરી પ્રકાશ અનોખી રીતે ચમકવાનું ચાલુ કરી દીધું હતું. આખી બપોર કલરવ કરી રહેલા બાળકો શાંતિથી સૂઈ ગયા હતાં. ૨૦૦૫ ના સાલનો નવેમ્બર મહિનો ચાલી રહ્યો હતો. અમે અમારા પરીવાર સાથે thanks giving કરીને  ન્યુયોર્ક તરફ પાછા ફરી રહ્યાં હતાં. કારમાં મારા બાળકો સાથે દીદીનો પરીવાર હતો. વધતા જતાં અંધારા સાથે દોડતી કારમાં બાળકો આખા દિવસના કલરવ બાદ સૂઈ ચૂક્યા હતાં, અને હું ને દીદી પ્રભુ સ્મરણમાં મગ્ન હતાં. આગળની સીટ પર બેસેલા મારા પતિ અને મારા જીજુ આગળનો માર્ગ શોધવામાં મગ્ન હતાં કારણ કે અમારો એક્ઝિટ પાછળ રહી છૂટી જતાં અમારી કાર એક નાનકડા ટાઉનમાં ખોવાઈ ગઈ હતી. બારીના કાચમાંથી દેખાઈ રહેલું તે ટાઉન વરસી રહેલા સ્નોની અંદર છુપાયેલું હતું. ધુમ્મસ ભરેલ વાતાવરણની  અંદર છૂપાયેલા મુખ્ય રસ્તાઓ બર્ફિલી ઠંડીથી થીજી ગયેલા હતાં. તે ટાઉનમાંથી બહાર નીકળવા માટે મારા પતિ અને મારા જીજુ ઘણો જ પ્રયત્ન કરી રહ્યાં હતાં પરંતુ વારંવાર પ્રયત્ન કરવા છતાં અમારી વેન એક એવા રસ્તા પર ફરી ફરીને આવી જતી હતી કે જ્યાં ઘણા બધા લોકો ખુલ્લા આસમાન નીચે શાંતિથી સૂતેલા હતાં. Continue reading રણને પાણીની ઝંખના – ૧ (પૂર્વી મોદી મલકાણ)