Category Archives: ભાગ્યેશ જહા

પ્રાર્થનાને પત્રો–(૪૨)– ભાગ્યેશ જહા

પ્રાર્થનાને પત્રો – (૪૨) – ભાગ્યેશ જહા

પ્રિય લજ્જા, 

સ્વર્ગીય ગિરીશભાઇની સ્મૃતિમાં સાત દિવસ ગીતા પારાયણ કર્યું, કદાચ આ પ્રકારનો ગીતાભ્યાસ અને પ્રવચનશૃંખલા પહેલીવાર કરી. ગીતાને જુદી રીતે મુલ્યાંકનવાની ઇચ્છા તો હતી અને છે, પણ આ રીતે મરણોપરાંત ગીતાને ખોલવાનો પ્રયત્ન સહેજ જુદા પ્રકારનો રહ્યો. અને, હા, અનીશ અને પ્રાર્થનાના સતત પુછાતા પ્રશ્નોએ નવી રીતે મને ગીતા વાંચવા-સમજાવવા પ્રેર્યો. મને પણ હવે ઉત્કંઠા જાગી છે કે આવી રીતે પ્રશ્નોત્તર અથવા તો સાવ ‘એકેડેમિક’ રીતે ગીતાપઠન કરવું છે… જોયું ને જીવન જાણે કે સંકલ્પોનો નિત્ય રચાતો મનમહેલ છે. તું અને વત્સલ ગીતાવાંચન જે રીતે કરી રહ્યા છો, તે પણ ઉપયોગી થશે. પ્રશ્નો સિવાયનો ધર્મ કે અધ્યાત્મ અધુરું રહે છે. એક વાત સાચી છે કે અ જગતમાં જે પરમ સત્ય છે એ પ્રશ્નાતીત છે, એ ભાષાતીત છે. એટલે બધું તર્કથી સમજાવવું મુશ્કેલ છે પણ કોરો અને ખાલી તર્ક નહીં, પરંતુ શ્રદ્ધાથી ભરેલા બૌધ્ધિક પ્રશ્નો અગત્યના સાબિત થાય છે. 

Continue reading પ્રાર્થનાને પત્રો–(૪૨)– ભાગ્યેશ જહા

દાવડાસાહેબને શ્રદ્ધાંજલિ – પ્રાર્થનાને પત્રો- ભાગ્યેશ જહા

(દાવડાસાહેબને આપેલી શ્રદ્ધાંજલિમાં, એક સંવેદનશીલ કવિ હ્રદયની સચ્ચાઈ આ પ્રાર્થનાને લખેલા પત્રમાં છલકાય છે. ભાગ્યેશભાઈની નીવડેલી અને સક્ષમ કલમ જ્યારે ભાવનાને વહેતી મૂકી દે તો એનાં વહેણ માર્ગમાં આવતા સૌને ભીંજવી જાય છે.)

પ્રાર્થનાને પત્રો… 

પ્રિય પ્રાર્થના, 

કપરાકાળનાં કપરાં ચઢાણ. જાતજાતની સમસ્યાઓ દેખાઈ રહી છે. જેમ ઘણા સકારાત્મક તેમ નકારાત્મક વલણો સામે આવ્યા છે. સમાજનો એક વર્ગ માનસિક રીતે બિમાર હોય એવું લાગ્યા કરે છે અને એ બહું ચિંતાજનક છે. હમણાં યુટ્યુબ અને સોશિયલ મીડિયામાં એટલી બધી અભદ્ર ભાષા ચલણમાં આવી રહી છે કે આપણને એમ થાય કે ગુજરાતનું સાંસ્કૃતિક જીવન રાંક થતું ચાલ્યું છે. સાવ અજાણ્યા માણસો બોલબોલ કરે, અને એમની શીર્ષકકલામાં થોડી સનસનાટી હોય એટલે ભોળી ગુજરાતી પ્રજા બધું વાંચ્યા કરે, જોયા કરે. આને હું સમાજનું સમજણ-શૈથિલ્ય ગણું છું. જો સમાજ સાવધાન નહીં બને તો આ આપણા સામુહિક-કથન-વિશ્વનો [Social narrative] ભાગ બની જશે. આની લાંબી ચર્ચા કરવી જ પડશે. 

Continue reading દાવડાસાહેબને શ્રદ્ધાંજલિ – પ્રાર્થનાને પત્રો- ભાગ્યેશ જહા

પ્રાર્થનાને પત્રો -(૪૧)- ભાગ્યેશ જહા

પ્રાર્થનાને પત્રો – (૪૧) – ભાગ્યેશ જહા

પ્રિય લજ્જા, 

આમ તો મારો ક્ર્મ પ્રાર્થનાને પત્ર લખવાનો હતો અને છે, પણ અત્યારે હું પ્રાર્થના સાથે ન્યુજર્સીના હાલ જ વર્ષેલા આકાશ નીચે ઊભો છું. એટલે લજ્જા આ પત્ર તને લખું છું, કેમ છે, સુરતમાં. ગાંધીનગરમાં બહુ જ તાપ પડી રહ્યો છે તેવા સમાચાર સાંભળીને ઉકળાટ થાય છે. 

Continue reading પ્રાર્થનાને પત્રો -(૪૧)- ભાગ્યેશ જહા

પ્રાર્થનાને પત્રો-(૪૦)-ભાગ્યેશ જહા

(એક પિતા, કે, જેણે સંસ્કૃતમાં લખાયેલા આપણા શાસ્ત્રોનો સંસ્કૃતમાં જ ઊંડો અભ્યાસ કર્યો છે અને જેણે આઈ.એ.એસ. ઓફિસર તરીકે ખૂબ અગત્યની ને ઊંચી પદવી પર ગુજરાત ગવર્નમેન્ટમાં અનેક વર્ષો સુધી કામ કર્યું છે અને દેશ વિદેશનો અનુભવ પણ કર્યો છે, એના ફૂલથીયે કોમળ અને જીવનની વાસ્તવિકતાથી ભરપૂર સૂઝબૂઝની અહીં પીછણ થાય છે. આ પત્રો એટલે હદયંગમ બન્યાં છે કારણ કે આપણે સહુ ક્યાંક ને ક્યાં એની સાથે અનુસંધાન અનુભવીએ છીએ. આપણા રોજિંદા જીવનમાં ઘટતી અણધારી ઘટનાઓને અને પરિસ્થિતિથી કેમ ઝૂઝવું, એની સમજણ આપણને પણ અહીં મળે છે.)

Continue reading પ્રાર્થનાને પત્રો-(૪૦)-ભાગ્યેશ જહા

પ્રાર્થનાને પત્રો – [38]  – ભાગ્યેશ જહા

[38] પ્રાર્થનાને પત્રો

પ્રિય પ્રાર્થના, 

હવે હું વિદેશની ધરતી પર છું, ગ્રેટ બ્રિટનની ધરતી પર છું, એ ઇન્ગ્લીશ હવા, જેના પાતળા પોત પર ભારતની એક કથા લખાઇ છે. ક્યાંક ગાંધીજીને જોવા લોકો રસ્તાની બન્ને બાજુએ ભેગા થયેલા અને આશ્ચર્યની જે લાગણી વહી હતી, એનો અણસાર પામવાનો રોમાંચ અનુભવી રહ્યો છું. આ પશ્ચિમની હવાને સમજવાનો મારો મહાયજ્ઞ ચાલું જ છે. એક જમાનામાં ગુજરાતી કવિ ઉમાશંકરે ‘બનું વિશ્વમાનવી’ એવી ખેવના વ્યક્ત કરી હતી, જ્યારે આજે ગુજરાતીકવિ તરીકે હું વિશ્વમાનવી બની ચુક્યો છું. હું સરહદ વિનાની દુનિયાનો કવિ છું, હું મંગળ પર પગરણ પાડતા સપનાઓનો સર્જનહાર સમયનો શબ્દસારથિ છું, એટલે આજની દુનિયા વિશેની નવી સમજ સાથે મારે ગુજરાતી ભાષાની સેવા કરવાની છે. હું લંડનના બહારના પરગણા ‘સરે’ની એક અજવાળી શેરીમાં બેઠો છું, પશ્ચિમનો સૂરજ આજે ખુલ્યો છે, ગઈકાલે ગમગીનીમાં હતો.  Continue reading પ્રાર્થનાને પત્રો – [38]  – ભાગ્યેશ જહા

પ્રાર્થનાને પત્રો – (૩૭) – ભાગ્યેશ જહા

“નિત્ય નવીન જન્મ ધારણ કરતું આપણને વીંટળાયેલા વિશ્વની એક અનુભૂતિ છે વાચકે અનુભવવાનું છે. આંગળીઓમાં જે સ્વાદ સીસોટા મારે છે અચાનક કાવ્યના વાતાવરણમાં ફેરફાર લાવે છે, મને રાવજીની વૈશ્વિક અનુભૂતિના કલ્પનો અને એની ધૂળમિશ્રિત ભાષા. પ્રાર્થના, શબ્દતીર્થો ધન્યતાની ક્ષણો છે.”

આ પત્રમાં એક પિતાનું કવિ હ્રદય વૈજ્ઞાનિક અધ્યાત્મથી ઉઘડતી વાતથી પત્ર શરૂ કરીને કેવી રીતે આપણને વીંટળાયેલા વિશ્વની અનુભૂતિ માટે સ્વ. કવિશ્રી રાવજી પટેલની પંક્તિઓના શબ્દ-તીર્થમાં સહજ રીતે મ્હાલી આવે છે. આગળ વાંચો… Continue reading પ્રાર્થનાને પત્રો – (૩૭) – ભાગ્યેશ જહા

પ્રાર્થનાને પત્રો – (૩૬) – ભાગ્યેશ જહા

“ખટપટિયા અને કૃત્રિમ લોકો અપ્રસ્તુત બની જાય તો કેવું સારું?”
“શું આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના રસ્તે, ટેકનો-સ્પીરીચ્યુઆલીટીમાં શું ભગવાનનો, ભક્તિનો અને બ્રહ્માંડના રહસ્યોનો એક નવો અધ્યાય લખવો પડશે? “

મનના બ્રહ્માંડનો ઉઘાડ કરતા, એક પિતાના મનના ઊંડાણોની (- જેમાં વિજ્ઞાનથી માંડીને સાહિત્ય, સમાજશાસ્ત્ર અને બીજા અનેક વિષયો સહજપણે આવરી લેવાયા છે -) વાત અહીં નીચે, આજના પ્રાર્થનાના પત્રમાં.  Continue reading પ્રાર્થનાને પત્રો – (૩૬) – ભાગ્યેશ જહા

પ્રાર્થનાને પત્રો -(૩૫) – ભાગ્યેશ જહા

(માનનીય શ્રી ભાગ્યેશભાઈ ગુજરાતી સાહિત્યનું એક ખૂબ જ ગૌરવવતું નામ છે. ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે કે જેમને જાણતો ન હોય. ભાગ્યેશભાઈની આ સીરીઝ “દાવડાનુઆંગણું” માં પહેલાં, (૧-૩૪ પત્રો) પ્રગટ થઈ ચૂક્યા છે. આજે (૩૫)મા પત્રથી આપણે પણ આ પત્રોને માણીએ. આ પત્રો એક સમર્થ સર્જકે અને વિદ્વાન પિતાએ પોતાની પુત્રીને લખ્યા છે.એમાં લાગણી છે, અને આસપાસની રમ્ય સૃષ્ટિની પણ વાત છે, સામાજિક સંવાદિતા, અને વિશ્વની બીનાઓનો ઉલ્લેખ પણ છે. આ બધા સાથે ક્યાંય પણ વિદ્વતાનો ભાર નથી વર્તાતો પણ સહજતા, સરળતા અને તાઝગી સભર વાતોનો પ્રવાહ વહે છે જે અંતરમનને ભીંજવી જાય છે. આ પત્રોમાં કાવ્યમયતા છે અને એ સાથે એક પિતાના મનની સચ્ચાઈ પણ છે. દરેક પત્ર એટલો ખમતીધર છે કે પોતાના પગ પર ઊભો રહેવા સક્ષમ છે. આપણે પણ આ પત્રોને પોતના કરીને માણીએ.)
પ્રિય પ્રાર્થના,
મઝા પડી ગઈ. યાદ છે, મારું ગીત, “મઝા પડી ગઈ… ” . સાપુતારાની મારી 1983ની મુલાકાત વેળાએ લખેલું.
યાદ છે ને પંક્તિઓ; ” આદિવાસી એકમેકને પકડે ત્યારે, એકમેકને પકડી પકડી નાચે જ્યારે,
પર્વત જેવો પર્વત પણ નીચે ઉતરે ત્યાં, મઝા પડી ગઈ… ” એ મઝાના ડાંગના દરબારમાં આજે ફરીથી એ લીલાછમ્મ ગુજરાતનો આંટો મારી આવ્યા. પ્રસંગ હતો પૂ. રમેશભાઇ ઓઝા [પૂ.ભાઇશ્રી]ના જન્મદિવસની ઉજવણીનો. એમણે ષષ્ઠીપૂર્તિ વખત ‘ના પાડીએ’ કે જન્મદિવસ તો ઉજવવો નથી, પણ થોડા અંગત મિત્રો સાથે સાંદિપની વિધ્યાલયના સાપુતારા પરિસરની મુલાકાત લેવી અને ત્યાં આવેલા પ્રાચીન નાગેશ્વર મહાદેવની પૂજા કરવી. પણ સાપુતારા એટલે સાપુતારા.. જીવતી કવિતા અને સમાધિસ્થ પર્વતોનું સાન્નિધ્ય. ખળખળ વહેતાં ઝરણાંનું નિર્દોષ વહેવું અને વાતોડિયાં વાદળ. વાદળ વાત વાતમાં સાપુતારાની શેરીઓમાં ઉતરી આવે. ચોખ્ખુ આકાશ થોડીવારમાં ધુમ્મસિયું, ના ધુમ્મસિયું નહીં, વાદળિયું થઈ જાય.. વાદળ ઉતરે એટલે ઉતારાની બારીને મોતિયા આવ્યા હોય એમ આખુ સાપુતારા ઝાંખું થઈને રુમમાં ધસી આવે. કશું દેખાય નહીં, ત્યાં પોતાની લાઈટનું અભિમાન લઈને એક ટ્ર્ક પસાર થાય. રુમની બારીમાંથી તો એ લાઈટના ફુવારાથી વ્હેરાતુ વાદળ જોવાનું. આરીથી લાકડું વ્હેરાતુ હોય તેવો અવાજ ના આવે પણ વાદળકણોની વિહ્વળતા મનને ભીંજવી દે. ભોળા આદિવાસીઓની કતાર અને ભોળાનાથની આરતીનો ઘંટનાદ એકબીજાના પૂરક લાગે. એવું કહેવાય છે કે ચોમાસામાં સાપુતારા સોળે કળાએ ખીલે છે. એના સન-રાઇઝ પોઇન્ટ પર ઉગતો ગુજરાતી સૂર્ય પૂર્વદિશાને જગાડે છે, એના ટેબલટોપ પર પહોંચીએ એટલે ગિરિશૃંગની માદક હવાથી લહેરાતું આકાશ મળે. વિશાળ ખીણ દરિયા જેવી લાગે, દૂર ખોબા જેવું ગામ ઘોડિયામાં ઉંઘાડેલા શ્યામ જેવું. અને આ એના સનરાઇઝ પોઇન્ટ પર સાંજે જઈએ અને અંધારુ થઈ જાય ત્યારે ઘોડાઓ વગર હેડલાઈટે જે રીતે રસ્તો શોધે છે તે દ્રશ્ય તો ગમી જાય તેવું હોય જ.
પણ મને તો મઝા આવવા જવાની આવી. બહુ ચિન્તકોએ કહ્યું છે કે માર્ગ પણ મંઝિલ છે, પડાવ અને ચઢાવના સૌંદર્યનું શું? ચઢતી વખતે અમે ગિરાધોધ પાસે ઊભા રહ્યા. “જળ પ્રપાત હે, વહો, નિરંતર!” આખું ગીત ગાયું. નાનકડો ધોધ પણ એની કક્કો બારાખડી ગુજરાતી.. એક શિક્ષક વિદ્યાર્થીઓને લઈને આવ્યા હતા. યુનિફોર્મમાં આવતા વિદ્યાર્થીઓ અને સહજ રીતે ખુલતો પાણીનો પ્રવાહ. મને ગિરાધોધ નાનો ના લાગ્યો કારણ આ બાળકોની આંખમાં એક મોટું આશ્ચર્ય ઉગી નીકળ્યું હતું, એમની આંખોમાં કુદરતના આ દ્રશ્ય માટે જે અહોભાવ હતો તે આખા દ્રશ્યને રમણીય બનાવતો હતો. વળતાં અમે ઉતર્યા આહવાને રસ્તે, મહાલના જંગલોની મસ્તી જોવા માટે. આ રસ્તે આવવું એક અનુભવ છે. એક ઝાડ નીચે એક મોટરસાઇકલ ચાલું રાખીને કોઇ આદિવાસી યુવાન કશુંક લેવા સામેના એક સાવ માંયકાંગલા ગલ્લા પાસે ગયો ત્યારે પેલી મોટરસાઇકલ અને પેલા ઝાડને હું જોઇ રહ્યો. પહેલાં તો એવું લાગ્યું કે જાણે કે આ ઝાડ બીડી પી રહ્યું છે. પણ થોડીવાર જોયા કર્યું તો લાગ્યું કે આ ઝાડ આ બીડી જેવી મોટરસાઈકલ માટેનો પોતાનો અણગમો સંતાડી નથી શકતું. અહીં ક્યાંક જોવા મળતા ‘સ્વચ્છતા ઝુંબેશ’ના બોર્ડ ખાસ્સા ફીક્કા લાગતા હતા. ધોધમાર લીલોતરીને લીધે ફાટફાટ સ્વચ્છતા… ચોખ્ખાઇ એટલી બધી કે માખીએ અહીં આવવું હોય તો વીઝા લેવો પડે.
નિસર્ગના આ આહલાદક સંસ્પર્શથી એક નવીન ઝંકૃતિ પામીને હું આજે પર્વત પરથી નીચે ઉતરી રહ્યો છું ત્યારે મારી સાથે સુરતના શ્રી દીપક રાજ્યગુરુ છે, સરસ વ્યક્તિત્ત્વ. માણસ નૈસર્ગિક હોય ત્યારે ભાષાને જે લાડ કરે એ આવા ઉત્સવોની ઋતુમાં કર્ણામૃત લાગે. દીપકભાઇ સભા સંચાલન કરતા હતા. બ્લ્યુડાર્ટના પાર્ટનર અને મોટા ઉધ્યોગપતિ અને દાનવીર શ્રી તુષાર જાનીએ એવું કહ્યું કે પૂ.ભાઇશ્રી હવે સીનીયર સીટીજન્સની ક્લબમાં આવી ગયા, એટલે એક નવોન્મેષી શિશુત્વ પ્રગટશે, પ્રગટાવવું પડશે. ત્યારે દીપકભાઇએ એ સીનીયરની વ્યુત્પત્તિ કરતાં કહ્યું, ‘સીનીયર એટલે સી નીયર, એટલે કે નજીકનું જુઓ.” આ વખતના ઉત્સવમાં મઝા એટલા માટે આવી કે અમે એટલે કે મુંબઈના શ્રીકરુણાશંકરભાઇ ઓઝા, શ્રી રમેશભાઇ જનાની અને શ્રી વિરેંદ્ર યાજ્ઞિક જેવા મિત્રો સાથે ખડખડાટ હસ્યા. મારો અનુભવ છે કે તમે ‘બ્રેક કે વેકેશન માટે જાઓ અને હસી ના શકો તો પર્વતો અને ઝાડ અને ઝરણાં પણ એમનો મૂડ બદલી નાંખે છે. મને તો હવે લાગે છે કે ‘હસવું એ જ જીવવું છે, ચાહવું એ જ જીવવું છે, હોવું એ જ જીવવું છે… ”
બસ, આજે તો આજ સાર છે, મઝા પડી ગઈ…
ભાગ્યેશ.
જય જય ગરવી ગુજરાત.

ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ (ભાગ્યેશ જહા)

(સુગંધ ઊંચકીને ઊભેલું ગુલાબ. ભાગ્યેશ જહાની અંતરની વેદનાનું કાવ્ય છે. ભીડની વચ્ચે અનુભવાતા ખાલીપાની એ વ્યથા છે.)

ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ

એની વેદનાની વાતોનું શું?

કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ

ઉંઘ છતાં જાગવાનું શું? Continue reading ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ (ભાગ્યેશ જહા)

પ્રાર્થનાને પત્ર-અંતીમ (શ્રી ભાગ્યેશ જહા)

(સાહિત્યિકભાષામાં માહીતિપ્રચૂર પત્રો આંગણાંના મુલાકાતિઓ માટે ઉપલબ્ધ કરાવવા બદલ શ્રી ભાગ્યેશ જહાનો ખૂબ જ આભાર)

Continue reading પ્રાર્થનાને પત્ર-અંતીમ (શ્રી ભાગ્યેશ જહા)