Category Archives: દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

મુકતક (દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’)

આપણું છે કોઈ ભરમાવી ગયું,

તાપણું ભીતરમાં સળગાવી ગયું.

સ્હેજ મલકાઈ જવાયું પણ નહીં,

મૌનમાં પણ આ રુદન આવી ગયું.

દીપલ ઉપાધ્યાય ‘ફોરમ

દરિયો મોકલ હવે વ્હાલનો (દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’)

(ગીત)

કે દરિયો મોકલ હવે વ્હાલનો

સાવ કોરો લાગે છે મને પડતો વરસાદ ઓણ સાલનો…

કે દરિયો મોકલ હવે વ્હાલનો Continue reading દરિયો મોકલ હવે વ્હાલનો (દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’)

દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ ની ગઝલો

ગુજરાતી ગીત અને ગઝલ સર્જનમાં દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ નામ ખાસું એવું જાણીતું છે. ભરૂચ સ્થિત દીપલબહેનની રચનાઓમાં લયબધ્ધ વિચાર છે. સરળતાથી વહેતા સરળ શબ્દોમાં કેટલીક ગહન વાતો જોવા મળે છે. વ્યવસાયે તેઓ બ્યુટીશીયન છે, અને કદાચ તેથી જ એમની રચનાઓમાં સુંદરતા છે. સ્ત્રી અને બાળકોની સંસ્થાઓ સાથે સમાજ સેવિકા તરીકે જોડાયેલા હોવાથી એમની રચનાઓમાં સમાજની ઝલક પણ જોવા મળે છે. આજે અહીં એમની પાંચ ગઝલ રજુ કરૂં છું. – સંપાદક

Continue reading દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ ની ગઝલો