Category Archives: દિપલ પટેલ

મુકામ Zindagi – (૭) – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજૂઆતઃ દિપલ પટેલ

“કોઈપણ સ્થાન પર તમે હોવ, સમયસર ત્યાંથી નીકળી જવું ખૂબ જરૂરી હોય છે.”
જીવનની કોઈ એક ક્ષણે નિર્ણય લઇ લેવાનો હોય છે.
બધું જ મનોમંથન, માનસિક ઘર્ષણ, વિચારોના વાવાઝોડા પછી એક નિષ્કર્ષ પર આવવાનું હોય છે.
આપણે સમયને રોકી શકતાં નથી, પણ પોતે ક્યારેક રોકાઈ જઈએ છીએ. અજાણ્યા પ્રદેશમાં રખડવાનો, કંઈક મેળવવાનો રોમાંચ હોય જ છે, પણ એ પરિસ્થિતિ જયારે ઘણા સમય સુધી ચાલે પછી એનું મહત્વ ગુમાવી બેસે છે. માનવ સહજ નબળાઈને આપણે નિત-નવા વાઘા પહેરાવીને પોતાને છેતરતા રહીએ છીએ. પણ ક્યાં સુધી? આ પ્રશ્ન પણ સમયસર પુછાઈ જવો જોઈએ.
‘બીજું કોઈ જ આપણને રસ્તો બતાવે છે’,, અથવા ‘બીજા કોઈ વિના આ શક્ય જ નથી’- આ બધું જ પાયાવિહોણુ લાગવા માંડે છે, જયારે જાતને સમજતા થઈએ છીએ. પોતાની ખામીઓ અને ખૂબીઓ, આપણા પોતાના સિવાય કોઈ સંપૂર્ણ જાણી શકવાનું નથી જ.
બારણાં લગભગ બંધ જ હોવાના. ટકોરા મારવા, સાંકળ તોડવી કે ચાવી શોધવી એ આપણે નક્કી કરવાનું છે. બસ, બંધ દરવાજા જોઈને, ત્યાંથી ચાલી નથી નીકળવાનું.

પણ,
જેમ રોકાતા આવડે છે, તેમ ત્યાંથી નીકળી જતા પણ આવડવું જ જોઈએ. કેટલા બધા નવા સંજોગો ઉભા થતા રહે છે જીવનમાં! દરેક સાથે લાગણીનો સંબંધ જોડાય છે, કશુંક નવું જડે છે, જિંદગીથી નજીક જવાય છે. પણ, એ બધાની હૂંફ અકબંધ રાખીને, બસ.. ચાલી નીકળવાનું છે.

હમણાંથી રોજ પોતાને કહેવાય છે, “સારમેય ભવ:” !
ફરી- ફરી કહેવાનું મન થાય છે,
કે
કોઈપણ સ્થાન પર તમે હોવ, સમયસર ત્યાંથી નીકળી જવું ખૂબ જરૂરી હોય છે.
~ Brinda Thakkar
ઓડીયો-વિઝ્યુઅલ પ્રેઝ્ન્ટેશન  માટે નીચેની લીંક પર ક્લીક કરો.
Attachments area

Preview YouTube video કોઈપણ જગ્યાએથી સમયસર નીકળી જતાં આવડવું જ જોઈએ!

 

થોડી ખાટી, થોડી મીઠી – (૬) – દિપલ પટેલ

થોડી ખાટી, થોડી મીઠી – (૬) – દિપલ પટેલ

વાત છે 2012ની, જયારે મને પહેલ વહેલી નોકરી લાગી હતી. હું ભારતની પહેલી મહિલા એન્જીનીયરીંગ કોલેજમાં ટ્રેઈની આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી કરતી હતી જે વિદ્યાનગરમાં છે. મારે ત્યાં સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેવું હતું એટલે પ્રિન્સિપાલને એ અંગે વાત કરી, તો એમણે જણાવ્યું કે સ્ટાફ ક્વાર્ટર્સમાં માત્ર હોસ્ટેલ રેક્ટર જ રહી શકે, મેં પૂછ્યું “હોસ્ટેલ રેક્ટરની પોઝિશન ખાલી છે? તો હું એપ્લાય કરી શકું? ” Continue reading થોડી ખાટી, થોડી મીઠી – (૬) – દિપલ પટેલ

મુકામ Zindagi – (૬) – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજૂઆતઃ દિપલ પટેલ

ઓડીયો-વિઝ્યુઅલ પ્રેઝ્ન્ટેશન  માટે નીચેની લીંક પર ક્લીક કરો.

https://youtu.be/0uK0zXoP1K4

રોજની બે અગરબત્તી. સુગંધ સરસ આવે છે એટલે મારુ ધ્યાન એ તરફ હંમેશા જાય જ છે.
મારી બીજી રૂમમેટ. હવે અહીં પીઠ પાછળ બોલવાનો કે ‘ખોદવાનો’ આશય બિલકુલ નથી એ કહી દઉં. Continue reading મુકામ Zindagi – (૬) – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજૂઆતઃ દિપલ પટેલ

થોડી ખાટી, થોડી મીઠી – (૪) – દિપલ પટેલ

3 વર્ષ પહેલા કેલિફોર્નિયામાં હું એક રસપ્રદ પ્રોજેક્ટ સાથે જોડાઈ હતી. મહેન્દ્ર અંકલના એક મિત્ર સુરેશ બજાજ Hear2Read પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતાં. Continue reading થોડી ખાટી, થોડી મીઠી – (૪) – દિપલ પટેલ

મુકામ Zindagi – (૫) – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજૂઆતઃ દિપલ પટેલ

આમ તો બધું એમનું એમ જ છે. બધા એના એ જ છે. ક્યાંય કશું વિખરાયું કે ખોવાયું નથી. મારી સાથે પેલી વાર્તા ‘મારો અસબાબ’ કે પેલી કવિતા ‘જૂનું પિયર ઘર” – એના જેવું કશું એક્ઝેટ બની નથી રહ્યું. કદાચ એ સમયની નાયિકાઓ અને આ સમયની નાયિકાઓ વચ્ચે ન જોઈ શકાય તેટલો મોટો ફેરફાર આવ્યો છે. પણ છતાંયે, ‘અહીં હવે કેટલું રહેવાનું?’ એ પ્રશ્ન સતત ઘમરોળાય છે. પડોશી તરત પૂછે, ‘બેન કેટલા દિવસ માટે પિયર આવ્યાં?’ ત્યારે શબ્દો જવાબ આપે એની પહેલા જ આંખોમાં ભેજ બાઝી જાય છે. Continue reading મુકામ Zindagi – (૫) – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજૂઆતઃ દિપલ પટેલ

થોડી ખાટી, થોડી મીઠી – (૩) – દિપલ પટેલ

3 વર્ષ પહેલા ઓક્ટોબર 2017માં હું સોનમ વાન્ચૂક ને મળી. કેલિફોર્નિયામાં ICA (Indian for collective Actions) નામની સંસ્થા છે જે ૧૯૬૪ માં ૬ સ્ટેનફોર્ડ ગ્રેડ્યુએટસએ ભેગા થઈને બનાવી. આ સંસ્થા ભારતમાં કામ કરતી સંસ્થાઓને ફંડ રેઝ કરી આપે. એટલે કે બધા પૈસાદાર લોકો પાસેથી પૈસા ઉઘરાવી ભારતની સેવા, ગુંજ જેવી અનેક સંસ્થાઓને પૈસા આપે. આ સંસ્થા ચલાવનાર બધા માણસો કરોડોપતિ છે એટલે ભ્રષ્ટાચાર નો કોઈ અવકાશ નથી. આ સંસ્થા વર્ષમાં નાનામોટા કાર્યક્રમ કરતી હોય જેમાં હું વોલેન્ટીયર કરવા જાઉં.

પહેલી વાર ગઈ અને મારું કામ એટલું પસંદ આવ્યું કે ICA ની વાર્ષિક કાર્યક્રમમાં મને વોલેન્ટીયરની હેડ બનાવી અને ફરીથી ICA ના પ્રોગ્રામમાં જવાની તક મળી! Continue reading થોડી ખાટી, થોડી મીઠી – (૩) – દિપલ પટેલ

મુકામ Zindagi – (૪) – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર, રજૂઆતઃ દિપલ પટેલ

https://youtu.be/Z3HxAc83KAk

(ઉપરની લીંક પર ક્લીક કરતાં, ઓડિયો-વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન જોઈ શકાશે)

સવારની ઠંડી લહેરખી કહે છેવેલકમ જિંદગી

જેને સપના આવે છે એ નસીબદાર હોય છે. પણ, જે સપના જોઈ શકે છે એ વધારે જીવે છે. ક્વોલિટી લાઈફ!

સવારે રૂમનો દરવાજો ખોલતા જ સૂરજદાદા કુમળાં કિરણોથી ગુડ મોર્નિંગ કહે, એટલે નવો દિવસ ઉમેરાયાની હાશ થાય. ટેલિવિઝનમાં આવતા એવા જ સૂરજદાદા. એ હસી રહ્યા છે એવું અનુભવાય. પ્રકૃતિ જ્યારે વેલકમ કરે છે ત્યારે એની વાત જ અનોખી હોય છે!

ક્યાંકથી કપડાં ધોવાનો આવતો અવાજ, કોઈક શ્લોક બોલી રહ્યું હોય, ક્યાંક નાના છોકરાઓનો રડવાનો અવાજ, કોઈ સંગીતના સૂર- રિયાઝ સંભળાય. રસ્તે જતા કછોટો મારીને રોડ વાળી રહેલા જવાબદાર ને પ્રામાણિક માણસો! ક્યાંક કહેવાયું છે કે જ્યારે તમને કોઈ જોઈ ન રહ્યું હોય અને છતાંય તમે કામ પ્રત્યેની તમારી પ્રામાણિકતા જાળવી શકો, તો ખરેખર માણસ કહેવાવાને લાયક છો.

મસ્તીખોર દોસ્ત સાથે રોડ પર દોડવાની મજા છે. રસ્તે ચાલતા એક નાનું પતંગિયું રોડ પર પડેલું દેખાયુ, ને અમે એને પકડીને સાઈડમાં સાચવીને મૂક્યું. હવે એને કોઈ વાહન કચડશે નહિ, એ વાતની ખાતરીએ અમને એક અજીબ ટાઢક આપી. જો સરહદ પર લડવા નથી જઇ શકતા, તો સમાજ ને સંસારમાં રહીને પણ ઘણી જિંદગીઓ અને સંબંધો બચાવી શકાય છે. વાત ફક્ત નિયતની હોય છે!

બાંકડા પર બેસીને મસાલાવાળી ચા પીતા પીતા કેટલાયે કોયડાઓ ઉકલે છે. મગજ ખુલે છે. કશુંક વધારે સમજાય છે. ખાવું- પીવું ને મરી જવું- એ વાક્યથી જોજનો દૂર જઇ શકાય છે. એમાંયે ખાસ જ્યારે તમને ખબર છે કે આ જગ્યાએ તમારી ભૂલ છે, અને એ તમે સ્વીકારી શકો છો કોઈની પાસે! તો આપણે જન્મ લઈને કોઈ જ ભૂલ નથી કરી એવું સમજાય છે.

લેવા કરતા આપ્યાનો સંતોષ અનેકગણો વધારે હોય છે. પછી એ પ્રેમ હોય, હૂંફ હોય, સાથ હોય કે સાચી સલાહ હોય! જોકે સલાહ માંગ્યા વિના ન અપાય ત્યાં સુધી સારું! બાકીનું બધું જ વગર માંગ્યે જ આપવાનું હોય છે!

આટલું ફર્યા પછી એટલું સમજાય છે કે,

સવાર બધે સરખી જ હોય છે!! શરૂઆત કેવી રીતે કરવી એ આપણે નક્કી કરવાનું છે.

~ Brinda Thakkar

મુકામ Zindagi-(૨)-સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર-રજૂઆતઃ દિપલ પટેલ

સ્ત્રીને પોતાનાં સમર્પણનું સર્ટિફિકેટ જોઈતું હોય છે?

લક્ષ્મી એમનું નામ. હું જેમના પી.જી.માં રહું છું એ આન્ટી. અમારા બધા પાસેથી પ્રમાણમાં ઓછું ભાડું લે છે, એટલે કદાચ એમના ઘરમાં એટલી લક્ષ્મી નથી!

Continue reading મુકામ Zindagi-(૨)-સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર-રજૂઆતઃ દિપલ પટેલ

થોડી ખાટી, થોડી મીઠી-(૨) દિપલ પટેલ

વાત છે ૧૬ ઓગસ્ટ ૨૦૧૧ ની, એ સમય હતો જયારે સમગ્ર ભારત દેશમાં એક જ વ્યક્તિની ચર્ચા થતી હતી ‘અન્ના હઝારે’- એક એવા વ્યક્તિ જેમને જન લોકપાલ બીલની માંગણી કરી અને ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું સપનું પ્રત્યેક નાગરિકને દેખાડ્યું.

Continue reading થોડી ખાટી, થોડી મીઠી-(૨) દિપલ પટેલ

“મુકામ Zindagi”- સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર, રજૂઆતઃ દીપલ પટેલ

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ dipal-1.jpg છે

દીપલ પટેલઃ પરિચય

અભ્યાસે કમ્પ્યુટર એન્જિનિયરિંગ માં માસ્ટર્સ કરેલું છે, 2.5 વર્ષ પ્રોફેસર અને 1.5 વર્ષ eBayમાં સોફ્ટવેર ડેવેલપર તરીકે કામ કર્યું છે.
Tahuko.comમાં કન્ટ્રીબ્યુટર છે નોર્થન કેલિફોર્નિયામાં 5 વર્ષથી tahuko.com અને અન્ય ગુજરાતી સુગમ સંગીત કાર્યક્રમોનું સંચાલન કરેલું છે. ગુજરાતી ભાષામાં પોતાના બ્લોગ ઉપર, ટ્રાવેલબ્લોગ લખે અને પુસ્તક પરિચય લખે છે.
ગુજરાતી સાહિત્યમાં ખૂબ રસ ધરાવે છે. સાહિત્યપ્રેમી અને ભાષા પ્રેમી છે.

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ brinda-1.jpg છે

બ્રિન્દા ઠક્કરપરિચય

અભ્યાસે સોફ્ટવેર એન્જીનીયર. ગુજરાતી સાહિત્યમાં ખૂબ રસ. અઢી વર્ષ કન્ટેન્ટ માર્કેટિંગ એક્સપર્ટ તરીકે બેંગ્લોરમાં ‘પ્રતિલિપિ’ સાથે કામ કર્યું. તેમાં સાહિત્યકારોના 200 જેટલાં ઇન્ટરવ્યૂ કર્યા – ગુજરાતી અને હિન્દી ભાષામાં.
અત્યારે ચેન્નાઈમાં રહે છે   અને ફ્રીલાન્સર તરીકે કામ કરે છે..
લખવાનો અને વાંચવાનો ખૂબ શોખ છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં સ્પીકર તરીકે આમંત્રણ મળેલું.
‘मुक़ाम Zindagi’ યુટ્યુબ ચેનલ દ્વારા આસપાસના માણસોની પ્રામાણિકતા, નિષ્ઠા અને જિવાતી જિંદગીઓ વિશે, મેં કરેલા પ્રવાસો વિશે અને સાહિત્ય વિશેની વાતો કરવી છે.
ફેસબુક પેજ : https://www.facebook.com/brinda.thakkar.33
https://www.facebook.com/mukaamzindagi/
યુટ્યુબ ચેનલ : https://www.youtube.com/channel/UCSTu8nKYaB7XKDw4DjQIEAg

આજે “દાવડાનું આંગણું”માં ગુજરાતી સાહિત્ય અને કલા જગતના બે નવયુવાન ચહેરાઓ, દીપલ પટેલ અને બ્રિન્દા ઠક્કરનું સ્વાગત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું. આ બેઉ જોશથી ભરપૂર અને હોશ ને હોંશથી ગુજરાતી ભાષાની સેવા કરતી યુવાન, તરવરતી યુવતીઓ, આપણા સહુ માટે એક ખુબ સરસ, વાંચવી, સાંભળવી અને જોવી ગમે એવી ઓડિયો-વીઝ્યુઅલ સિરીઝ, “મુકામ Zindagi” લઈને આવ્યાં છે, જેનો લાભ આપણને દરેક શુક્રવારે મળશે. દીપલ અને બ્રિન્દા, આપ બેઉનો આભાર કે આટલી સુંદર સીરીઝ અમારી સાથે શેર કરી.  

સ્કૂલ!~ બ્રિન્દા ઠક્કર – વિડીયો રજૂઆતઃ દીપલ પટેલ

એક એવી દુનિયા હતી, જેનો દરેક દિવસ કંઈક નવું લઈને આવતો.
સવારે નાસ્તો કરતાં- કરતાં કરેલું હોમવર્ક, ખાટી આંબલી લેવા માટે ભેગા કરેલા પૈસા, યુનિફોર્મના ખિસ્સામાં લખોટી અને ભમરડા સંતાડીને લઈ જવાતા.

રીસેસમાં ફટાફટ નાસ્તો પૂરો કરીને દોડ-પક્કડ રમતાં, રોજ ઘૂંટણ છોલાતા અને પડી જઈએ એટલે રોજ દોસ્તો આપણી પર હસતાં. ને તો પણ કેવા તરત ઉભા થઈને, ધૂળ ખંખેરીને દોડવા લાગતા! અત્યારે આટલું જલ્દી ઉભા થઇ શકીએ છીએ? કેટલી વાર લાગે છે બધું ખંખેરતા?

લગભગ રોજ ઝઘડા થતા. ક્યારેક માર-પીટ સ્કૂલમાં થઇ જતી, તો ક્યારેક “તું બહાર આવ એટલે તારી વાત છે!”- આવી ધમકીઓ અપાતી. સાવ નિર્દોષ ધમકીઓ! રીસેસમાં માર્યા હોય એકબીજાને અને સ્કૂલ પત્યા પછી સાથે સાઈકલ ચલાવીને ઘેર જતા હોઈએ!  પેન્સિલ અને પેનની અણી જાણે AK-47 હતી. જે દિવસે ના- ગમતી છોકરી રિબીન નાંખવાનું ભૂલી ગઈ હોય, એ જ દિવસે મૅડમને યાદ કરાવાતું કે રિબીન અને બેલ્ટ ચેક કરોને મેડમ!! અને પેલી છોકરીને ક્લાસની બહાર કાઢે, એટલે આપણે જાણે ઈલેક્શન જીતી ગયા હોઈએ એટલી ખુશી થાય.

ક્લાસમાં ખોટે ખોટી છીંક ખાવાની ને બધાંને ડીસ્ટર્બ કરવાના, ખિસ્સામાંથી સિંગ- ચણા ખાવાના ને પાસ કરવાના છેલ્લી બેંચ સુધી- સાહેબ જોઈ ના જાય એ રીતે! કોઈ છોકરો એક જ છોકરીને જોઈ રહ્યો હોય તો એને પકડી પાડવાનો ને રોજ હેરાન કરવાનો! સર કે મૅડમની કોઈ એક વાતની નકલ રોજ કરવાની, એકનો એક શબ્દ કેટલી વાર બોલે છે એ ગણવાનું!

હોમવર્ક ન કર્યું હોય ત્યારે, અંગુઠા પકડાવતા મારી સ્કૂલમાં, અને પીઠ પર નાનો ચૉક મૂકે. થોડા પણ હલીએ તો ચૉક પડી જાય અને 10 ફૂટપટ્ટી હાથમાં મારે! આજે અચાનક હથેળી પર ધ્યાન ગયું ત્યારે નોટીસ કર્યું કે બધા જેવી સોફ્ટ હથેળી નથી મારી! એની મુલાયમતા એ ફૂટપટ્ટીઓને અર્પણ કરી દીધી હતી વર્ષો પહેલાં! ધૂળમાં રમી- રમીને કપડાં મેલા કરતા, પણ મન કેટલા ચોખ્ખા હતા ત્યારે! અને આજે?

એક વાક્ય ખોટું બોલવાનું હોય તો થરથર ધ્રુજતાં! આંખો ઉંચી ન થઇ શકતી અને ખોટું બોલ્યાનો ભાર રાત્રે ઊંઘવા ન દેતો! અને હવે આપણે આંખોમાં આંખો નાખીને કેટલું સિફતથી ખોટું બોલી નાંખીએ છીએ! ભણેલા- ગણેલા સમજદાર થઇ ગયાને હવે, એટલે કદાચ!

નદી- પર્વત રમતાં ત્યારે કેટલું આસાનીથી પૂછી લેતા – નદી જોઈએ કે પર્વત? અને અત્યારે કલીગને કે રૂમમેટને એટલું પણ પૂછીએ છીએ કે તને પંખો ધીમો ફાવશે કે ફૂલ?

આમ તો મોટા થઈએ તેમ જ્ઞાનની સાથે સમજદારી અને સરળતા વધવી જોઈએ એના બદલે ઊંધી જ દિશામાં ચાલવા લાગીએ છીએ! મુક્ત થવાને બદલે બંધાતા જઈએ છીએ, બાંધતા જઈએ છીએ!

નાના હતાં ત્યારે એટલે નિખાલસ રહી શકતાં હતાં, કારણકે જે નહોતું ગમતું એ તરત કહી દેતા. જૂનું તરત ભૂલી જતાં. ભેંકડો તાણીને રડતાં અને ખડખડાટ હસી પડતાં! હવે બધું જ ઍટીકેટ્સ, મૅનર્સ અને ડીસન્ટ નામની કૅટેગરીમાં વહેંચાઈ ગયું છે. એ બધાની જરૂર છે જ, પણ આખો દિવસ??

એ ખાટી આંબલીઓ, ચણી બોર, સાઈકલની ઉતરી ગયેલી ચેન, વારંવાર લેવા પડતા દાવ, નવા નવા ચશ્માં આવ્યા હોય અને બધાં સામે જોઈ રહ્યા હોય એ ફીલિંગ, સાહેબે છુટ્ટુ મારેલું ડસ્ટર, 2 કલાક પકડેલા અંગુઠા અને કોપી પેસ્ટ કરેલા નિબંધ! અમૂલ્ય ખજાનો હતો આપણી પાસે! અને આ બધુંય આટલી હદે યાદ રહી શક્યું છે આપણા એ દોસ્તોને કારણે! આજે એમાંથી કેટલા આપણી પાસે છે?

વ્રતના જાગરણ વખતે, સોસાયટીના છોકરાઓ સવારના ચાર વાગ્યા સુધી સાથે ને સાથે જાગતા અને અમારું જાગરણ ઉજાગરો ન બની જાય એની કાળજી રાખતા. છોકરીઓ સ્કૂલમાં રજા પાડી શકતી, પણ છોકરાઓએ ક્યારેય રજા પાડી નથી!

આ બધું નિર્વ્યાજ, નિખાલસ, સહજતાથી છલોછલ જીવન આપણે કેટલું પાછળ છોડી આવ્યા છીએ! એકવાર ફરી પ્રયત્ન ન કરી શકાય, બાઝી ગયેલી ધૂળ અને ચડી ગયેલા કાટને ખંખેરવાનો?Preview YouTube video સ્કૂલની યાદોનો ખજાનો ખોલીએ,દોસ્તોને એકવાર યાદ કરી લઈએ!

 

સ્કૂલની યાદોનો ખજાનો ખોલીએ,દોસ્તોને એકવાર યાદ કરી લઈએ!