Category Archives: શ્રીમદ ભાગવત પુરાણ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –બારમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –બારમો અધ્યાયજયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધબારમો અધ્યાયપરીક્ષિતનો જન્મ. Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –બારમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –અગિયારમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –અગિયારમો અધ્યાયજયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધઅગિયારમો અધ્યાયશ્રી કૃષ્ણનું દ્વારકા-ગમન

 (પ્રથમ સ્કંધના દસમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, ભીષ્મ પિતામહના અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશના શ્રવણથી ધર્મરાજ યુધિષ્ઠિરના અંતઃકરણમાં વિ-જ્ઞાનનો ઉદય થતાં એમની ભ્રાન્તિ મટી ગઈ. રાજા યુધિષ્ઠિરના રાજ્યમાં સર્વત્ર સુશાસન હતું અને સમસ્ત પ્રજા સમેત દરેક પ્રાણીમાત્ર સુખી હતા. એટલું જ નહીં, કુદરતની પણ મહેર હતી. શ્રી કૃષ્ણ આ જોઈને અત્યંત પ્રસન્ન થયા હતા. પોતાના બાંધવોનો શોક દૂર કરવા માટે અને બહેન સુભદ્રાની પ્રસન્નતા માટે ભગવાન ત્યાં કેટલાક મહિનાઓ સુધી હસ્તિનાપુરમાં જ રહ્યા હતા પણ આમ ઘણો સમય વિતી ગયા પછી, એક દિવસ, મહારાજ યુધિષ્ઠિરની દ્વારકાગમન માટે અનુમતિ લઈને સહુને યથોચિત મળીને દ્વારકાગમન માટે નીકળે છે. શ્રી કૃષ્ણ સહુનું અભિવાદન ઝીલતા, ઝીલતા ત્યાંથી વિદાય થઈ ગયા. અજાતશત્રુ રાજા યુધિષ્ઠિરે ભગવાન સાથે હાથી, ઘોડા, રથ, અને પાયદળની સેના પણ મોકલી હતી. શ્રી હરિ પ્રત્યેના પ્રેમને વશ થઈ, પાંડવો ખૂબ દૂર સુધી સાથે ગયા. તે બધા જ આવનારા કૃષ્ણ વિરહથી વ્યાકુળ હતા. ભગવાને એમને ખૂબ આગ્રહ કરીને પાછા મોકલ્યા. પોતે પછી, સાત્યકિ, ઉદ્ધવ અને અન્ય મિત્રો સહિત દ્વારકા ભણી પ્રયાણ કર્યું. આમ ભગવાન કુરુજાંગલ, પાંચાલ, શૂરસેન, યમુનાનો તટવર્તી પ્રદેશ બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, મત્સ્ય, સારસ્વત અને મરુધન્વ દેશને પાર કરીને સૌવીર અને આભીર દેશની પશ્વિમે આનર્ત દેશમાં આવ્યા. તે સમયે અધિક ચાલવાને કારણે ભગવાનના રથના ઘોડા થોડાક થાક્યા હતા. માર્ગમાં ઠેરઠેર લોકો ઉપહાર વગેરે વડે ભગવાનનું સમ્માન કરતા હતા, સંધ્યાકાળ થતાં તેઓ રથ પરથી ભૂમિ પર ઊતરતા અને જળાશય પર જઈને સંધ્યાવંદન કરતા. શ્રી હરિની આ જ દિનચર્યા હતી. હવે અહીંથી વાંચો આગળ.)   Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –અગિયારમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –દસમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –દસમો અધ્યાયજયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધદસમો અધ્યાયશ્રી કૃષ્ણનું દ્વારકા-ગમન

 (પ્રથમ સ્કંધના નવમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, ભીષ્મ પિતામહે બાણશય્યા પર સૂતા સૂતા યુધિષ્ઠિરને “ભીષ્મ-ગીતા” રૂપે રાજધર્મનું જ્ઞાન આપતાં પાંડવોને કહ્યું, “હે ધર્મપુત્રો, આપને ધર્મ, બ્રાહ્મણ અને ભગવાનના સતત શરણે હોવા છતાં તમારે આટલા કષ્ટમાં જીવન વ્યતીત કરવું પડ્યું, જે ભોગવવાનું તમારા ભાગ્યમાં કદી આવવું જોઈતું હતું. તમારા પિતા પાંડુના અકાળ અવસાન સમયે તમે બહુ નાના હતા અને કુન્તીની સાથે તમારે પણ કષ્ટ સહન કરવા પડ્યાં હતાં. મારી અલ્પ સમજ પ્રમાણે બધી અપ્રિય ઘટનાઓ બની છે તે બધું શ્રી હરિની લીલા છે. ભગવાનની વહી ખાતામાં દરેક જીવના કર્મ અને ધર્મની નોંધણી છે, જેનો હિસાબ એમની મરજી પ્રમાણે થાય છે. નહીં તો જ્યાં ધર્મપુત્ર યુધિષ્ઠિર રાજા હોય, ગદાધારી ભીમસેન હોય, ધનુર્ધારી અર્જુન રક્ષણનું કામ કરી રહ્યા હોય, ગાંડીવ ધનુષ્ય હોય અને સ્વયં શ્રી કૃષ્ણ સુહ્રદ હોય ત્યાં પણ ભલા, વિપત્તિની સંભાવના હોય ખરી? કાળરૂપ શ્રી કૃષ્ણ ક્યારે શું કરવા ઈચ્છે છે વાત કોઈ ક્યારેય જાણતું નથી; મોટા મોટા જ્ઞાનીઓ પણ તેને સમજવામાં મોહિત થઈ જાય છે. Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –દસમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ – નવમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધ – નવમો અધ્યાય – યુધિષ્ઠિઅરનું  ભીષ્મ પિતામહ પાસે જવું અને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતાં કરતાં ભ્શઃમજીનો પ્રાણ ત્યાગ કરવો.

 (પ્રથમ સ્કંધના આગલા  અધ્યાયમાં આપે વાંચ્યું કે, અશ્વત્થામા સૂતેલા દ્રૌપદીના પુત્રોનો વધ કરીને નાસી જાય છે. અર્જુન એને પકડવા માટે એના રથ લઈને એની પાછળ જાય છે, અશ્વત્થામા પોતાના રક્ષણ માટે બ્રહ્માસ્ત્ર છોડે છે પણ એ શસ્ત્રને વાળવાની રીત એને નથી ખબર. અર્જુન સારથી શ્રી કૃષ્ણની સલાહથી પોતે બ્રહ્માસ્ત્ર છોડીને અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રને પરાસ્ત કરીને બેઉ શસ્ત્રને લોકોની હાનિ ન થાય એ માટે પાછા વાળે છે અને અર્જુન અશ્વત્થામાને પકડીને, એના વચન મુજબ દ્રૌપદીપાસે લઈ આવે છે અને એને શું સજા આપવી એ નક્કી નથી થતું. ક્રોધિત ભીમસેન કહે છે, “જેણે સૂતેલા બાળકોને પોતાના સ્વામીને ખુશ કરવાના હેતુથી મારી નાખ્યા એનો તો વધ કરવો જ ઉત્તમ છે.”  ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે, “બ્રાહ્મણ પતિત હોય તો પણ એનો વધ ન કરવો જોઈએ અને આતતાયીને તો જીવતો ન છોડવો જોઈએ – આ બે વાતો મેં જ શાસ્ત્રોમાં કહી છે. તેથી હે અર્જુન આ સમસ્યાનો ઉકેલ લાવવા હવે તું મારી એ બંને આજ્ઞાઓનું પાલન કર. આ સાથે તેં દ્રૌપદી સામે જે પ્રતિજ્ઞા લીધી હતી એનું પણ પાલન કર અને ભીમસેન તથા મને જે પ્રિય હોય તે પણ કર.” Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ – નવમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –સાતમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –સાતમો અધ્યાયજયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અથ શ્રી ભાગવત કથા
પ્રથમ સ્કંધ – સાતમો અધ્યાય – અશ્વત્થામા વડે દ્રૌપદીના પુત્રોનું માર્યા જવું અને અર્જુને કરેલું અશ્વત્થામાનું માન-મર્દન

 (પ્રથમ સ્કંધના છઠ્ઠા અધ્યાયમાં આપે વાંચ્યું કે, દેવર્ષિ નારદે, વ્યાસજીને પોતાના પૂર્વજન્મની અને આ જન્મની વાત કહીને, જવાની અનુમતિ માગી અને વિણા વગાડતા વગાડતા સહજ રીતે ચાલ્યા ગયા અને વેદવ્યાસજી જેવા અનેકોઅનેકને, પ્રભુનું યશોગાન કરીને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો રસ્તો ચીંધતા ગયા. આંગળી ચીંધ્યાનું પુણ્ય બહુ મોટું છે. હવે અહીંથી વાંચો આગળ)  Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –સાતમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ – છઠ્ઠો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અથ શ્રી ભાગવત કથા
પ્રથમ સ્કંધ – છઠ્ઠો અધ્યાય – વ્યાસનારદસંવાદમાં દેવર્ષિ નારદજીના પૂર્વ ચરિત્રનો શેષભાગ

 (પ્રથમ સ્કંધના પાંચમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, નારદજી કહે છે કે પોતાના પૂર્વજીવનમાં વેદવાદી એક દાસીના દીકરા હતા. નારદજી આગળ વાત માંડતા ઉચ્ચારે છે, “વેદવાદી યોગીઓ વર્ષા ઋતુમાં જ્યારે ચાતુર્માસ કરી રહ્યા હતા ત્યારે એ મુનિઓની સેવા મેં શીલ-સ્વભાવ અને જિતેન્દ્રિય બનીને કરી. Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ – છઠ્ઠો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ – પાંચમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અથ શ્રી ભાગવત કથા
પ્રથમ સ્કંધ – પાંચમો અધ્યાય – ભગવાનના યશ-કીર્તનનો મહિમા અને દેવર્ષિ નારદનું પૂર્વ ચરિત્ર

 (પ્રથમ સ્કંધના  ચોથા અધ્યાયમાં આપે વાંચ્યું કે, સરળતાથી વેદોનો સાર સમાજના દરેક વર્ગ પહોંચે એ માટે વ્યાસજીએ મહાભારતની- જે એક ઈતિહાસ છે – એની રચના કરી. જોકે, વ્યાસજી, પોતાની પૂરી શક્તિથી સદાયે સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખી, એમના કલ્યાણમાં જ રત રહેતા હતા, પણ, તોયે ખિન્નતા અને અસંતોષ એમના મનમાંથી કોઈ રીતે જતો નહોતો. એમને સતત એવું થતું હતું કે પોતે આટલા જ્ઞાની હોવા છતાં, સઘળું સમજતા હોવા છતાં આ ઉદાસીનતા કેમ લાગે છે? એમણે એ પણ વિચાર્યું કે, “સહુને સરખું વેદોનું જ્ઞાન મળે, ધર્મ અને કર્મોની સમજણ મળે એ માટે સરળ સ્વરૂપે મહાભારતના ઈતિહાસની રચના કર્યા પછી પણ આટલી અપૂર્ણતા કેમ લાગે છે? હું બ્રહ્મતેજથી સંપન્ન છું, સમર્થ છું છતાં મારા દેહમાં રહેનારા આત્માનો યોગ, સાચે જે પરમાત્મા સાથે નથી થયો. કદાચ મેં હજુ સુધી ઘણું કરીને, ભગવત્પ્રાપ્તિ કરાવનારા ભક્તિયુક્ત ધર્મનું નિરૂપણ નથી કર્યું, જે ભગવાનને પણ પ્રિય છે.” શ્રી કૃષ્ણદ્વૈપાયન- વેદવ્યાસજી, આમ પોતાને અપૂર્ણ માનીને ખિન્નતા અનુભવતાં હતાં, અસંતોષ અનુભવતા હતા, ત્યારે જ વ્યાસજીના આશ્રમમાં નારદજી પધાર્યા. વેદવ્યાસજીએ ઊભા થઈને દેવર્ષિનું સ્વાગત વિધિપૂર્વક પૂજન કરીને કર્યું. હવે અહીંથી આગળ વાંચો.) Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ – પાંચમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવતપુરાણ કથા – ચોથો અધ્યાય – મહર્ષિ વ્યાસનો અસંતોષ – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અથ શ્રી ભાગવત કથા 
પ્રથમ સ્કંધનૈમિષીયોપાખ્યાનનો ચોથો અધ્યાય – મહર્ષિ વ્યાસનો અસંતોષ
                                                             – જયશ્રી વિનુ મરચંટ                                     

 (પ્રથમ સ્કંધના ત્રીજા અધ્યાયમાં આપે વાંચ્યું કે, આ સ્વરૂપને જ નારાયણ કહે છે, જે અનેક અવતારોનો અક્ષય કોષ છે. આ રૂપના કણ કાનમાંથી જ દેવતા, મનુષ્યો, પશુ, પક્ષી વગેરે યોનિઓની ઉત્પત્તિ થાય છે. આ જ સગુણ સ્વરૂપ દ્વારા જગ કલ્યાણ માટે દેશકાળની આવશ્યકતાનુસાર, એકવીસ અવતાર લીધા અને બાવીસમો કલ્કિ અવતાર, વિષ્ણુયશ નામના બ્રાહ્મણને ત્યાં કળિયુગના અંત સમયે થશે એવી પુરાણોમાં આગાહી કરવામાં આવી છે. Continue reading શ્રીમદ્ ભાગવતપુરાણ કથા – ચોથો અધ્યાય – મહર્ષિ વ્યાસનો અસંતોષ – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા -પ્રથમ સ્કંધ – ત્રીજો અધ્યાય – ભગવાનના અવતારોનું વર્ણન – જયશ્રી વિનુ મરચંટ     

   પ્રથમ સ્કંધનૈમિષીયોપાખ્યાનનો ત્રીજો અધ્યાય – ભગવાનના અવતારોનું વર્ણન

(પ્રથમ સ્કંધના બીજા અધ્યાયમાં આપે વાંચ્યું કે, માનવ પ્રાકૃતિના ત્રણ ગુણ છે – સત્વ, રજ, અને તમ. આ ત્રણ ગુણોને સ્વીકારીને આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય માટે એક અદ્વિતીય પરમાત્મા જ, બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર – આ ત્રણ નામ ધારણ કરે છે. તેમ છતાં, મનુષ્યનું પરમ કલ્યાણ તો શ્રી હરિના નામ સ્મરણથી જ થાય છે. સત્વગુણ શ્રેષ્ઠ છે કારણ કે તે ભગવાનનું દર્શન કરાવે છે. જે લોકો આ ભવસાગર પાર ઊતરવા ઈચ્છે છે તેવા અસૂયારહિત મનુષ્યો, સત્વગુણી વિષ્ણુ ભગવાનની અને એમના અંશ – એવા એમના વિવિધ સ્વરૂપોની ભક્તિ કરે છે. શ્રી કૃષ્ણ જ વેદોનું તાત્પર્ય છે, શ્રી કૃષ્ણ જ યોગેશ્વર છે, શ્રી કૃષ્ણ જ યજ્ઞેશ્વર છે, “ભોક્તાડહમ્, ભોજ્યંહમ્, ભુક્તંહમ્” પણ શ્રી કૃષ્ણ જ છે. ભક્તિ, તપસ્યા, જ્ઞાન, વૈરાગ્ય અને અંતિમ ગતિ, એ સઘળું જ વાસુદેવ શ્રી કૃષ્ણ જ છે, એમાં કોઈ શંકા જ નથી. સત્વ, રજ, અને તમ – એ ત્રણે ગુણ તે જ પ્રભુની માયાનો વિલાસ છે; તે ગુણોમાં રહીને ભગવાન તેમનાથી યુક્ત હોય એવું અનુભવાય છે, પણ વાસ્તવમાં તેઓ ત્રિગુણાત્મક પણ છે અને ત્રિગુણમુક્ત પણ છે. અને આ બેઉની વચ્ચે જ એમની લીલા વિસ્તરે છે. સૌના આત્મરૂપ ઈશ્વર તો એક જ છે પણ પ્રાણીઓની અનેકતાને કારણે તેઓ અનેક જેવા દેખાય છે. એમણે જ સમસ્ત લોકની રચના કરી છે અને તેઓ જ દેવતા, પશુ-પક્ષી, મનુષ્ય વગેરે યોનિઓમાં અવતાર લઈને દેશકાળને અનુસાર સત્વગુણ થકી જ સર્વ જીવોનું પાલન પોષણ કરે છે. હવે અહીંથી વાંચો આગળ.) Continue reading શ્રીમદ્ ભાગવત કથા -પ્રથમ સ્કંધ – ત્રીજો અધ્યાય – ભગવાનના અવતારોનું વર્ણન – જયશ્રી વિનુ મરચંટ     

શ્રીમદ ભાગવત કથા – પ્રથમ સ્કંધ – અધ્યાય બીજો – જયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધનૈમિષીયોપાખ્યાનનો બીજો અધ્યાય ભગવત કથા અને ભક્તિ

(પ્રથમ સ્કંધના પહેલા અધ્યાયમાં આપે વાંચ્યું કે, ઋષિઓ શ્રી સૂતજીને કહે છે કે, “આ કળિયુગને આવેલો જાણીને અમે આ નૈમિષારણ્યમાં લાંબા સમય સુધીના યજ્ઞ અનુષ્ઠાનો સંકલ્પ કર્યો છે અને પૂરી કથા સાંભળવાનો અમને આ નૈમિષારણ્યમાં સંપૂર્ણ અવકાશ છે. આ કળિયુગ પાવનતા અને સત્યનો નાશ કરનારો છે. ઈશ્વરની પરમ કૃપાથી આ ભવસાગરને પેલે પાર જવાની ઈચ્છા રાખનાર અમને સહુને તમે મળી ગયા છો. ધર્મરક્ષક યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામમાં પધારી ગયા એ પછી ધર્મે હવે કોનું શરણ લીધું છે એની પણ સમજણ અમને આપો હે મહાજ્ઞાની સૂતજી. અમે આપને પ્રાર્થના કરીને પૂછીએ છીએ કે વિશ્વમાં આટલા બધા જ્ઞાનના ભંડારો ભર્યા છે તો એમાંથી કળિયુગમાં સર્વ જીવોના કલ્યાણ માટેનું સહજ સાધન શું છે? આ કળિયુગના પ્રભાવથી ધેરાયેલાં લોકો સાંસારિક કાર્યોમાં જ સતત અનેક પ્રકારની અડચણોથી ઘેરાયેલાં જ રહે છે તો હે સાધો! આપ અમને આ બધાં જ શાસ્ત્રોના સારરૂપી એવું કશુંક તારવીને સંભળાવો. હે સૂતજી, અમને એ જાણવું છે કે યદુવંશીઓના રક્ષક ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણએ વસુદેવની ધર્મપત્ની, દેવકીની કૂખે શા માટે જન્મ લીધો હતો? અમને એ ખબર છે કે શ્રી હરિનો અવતાર જીવોના કલ્યાણ માટે જ થાય છે તો એમના આ પૃથ્વી પરના આવિર્ભાવનો અન્ય આશય પણ હતો? તમે કૃપા કરીને અમારા માટે શ્રી કૃષ્ણની સંપૂર્ણ કથાનું વર્ણન કરો. હવે અહીંથી વાંચો આગળ.) Continue reading શ્રીમદ ભાગવત કથા – પ્રથમ સ્કંધ – અધ્યાય બીજો – જયશ્રી વિનુ મરચંટ