એક ઉપ–સંપાદકની આખરી ‘બાય–લાઈન’
બ્રિટનમાં જિપ્સીને પહેલી નોકરી મળી હોય તો તે હતી એક ગુજરાતી સાપ્તાહિકના ઉપસંપાદકની. આ સંસ્થામાં એક નિયમ હતો : તેમના સામયિકમાં કોઈ પણ કર્મચારીનો લેખ કે રિપોર્ટ છપાય તો તેમાં તેનું નામ ન આવે.
ત્યાંની નોકરી છોડ્યા બાદ તેનો એક લેખ તેમના દિવાળી અંક માટે પ્રસિદ્ધ થયો જેમાં તેને પહેલી વાર ‘બાયલાઈન’ મળી. આ લેખનું સંક્ષિપ્ત રૂપાંતર અહીં રજુ કરૂં છું.