Category Archives: આદિલ મનસુરી

જ્યારે પ્રણયની જગમા શરુઆત થઇ હશે, (આદિલ મનસુરી)

જ્યારે પ્રણયની જગમા શરુઆત થઇ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેંક,
રસ્તામા તારી સાથે મુલાકાત થઇ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે.
જ્યારે પ્રણયની જગમા… Continue reading જ્યારે પ્રણયની જગમા શરુઆત થઇ હશે, (આદિલ મનસુરી)

નદીની રેતમાં રમતું નગર ( આદિલ મનસુરી )

(આદિલ તખ્ખલુસ ધારી આ કવિનું નામ ફકીરમહમ્મ્દ ગુલામનબી મનસુરી હતું. ગઝલ ઉપરાંત કવિતા અને નાટક પણ એમણે લખેલા. તેઓ નવી પ્રયોગશીલ ગઝલના અગ્રણી છે. એમની ગઝલોમાં જબાન, ભાવપ્રતિકો અને રચનાની રીત ગજબના છે. મૌન, શૂન્યતા, અંધકાર, ઘર જેવા વિષયોને એમણે સુપેરે ખેડ્યા છે. એમની “નદીની રેતમાં મળતું નગર મળે ન મળે….” રચના તો ગુજરાતીમાં એક કહેવત બની ગઈ છે.

મને એમની ઘણીબધી ગઝલ ગમે છે, એમાંથી એક અહીં રજૂ કરૂં છું. – સંપાદક)

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે. Continue reading નદીની રેતમાં રમતું નગર ( આદિલ મનસુરી )