અગત્યની જાહેરાત – જયશ્રી વિનુ મરચંટ


“દાવડાનું આંગણું” ના સહુ વ્હાલાં વાચકમિત્રો અને સર્જકોને દિવાળી અને નવા વર્ષના હાર્દિક અભિનંદન અને ઢગલાબંધ શુભેચ્છાઓ કે આવનારું વર્ષ સહુ માટે આરોગ્યમય, ફળદાયી અને સમૃદ્ધ નીવડે.

આજે આ જાહેરાત કરતાં મને અનહદ ખુશી છે કે ધનતેરસના મંગળ દિવસ, નવેમ્બર ૧૩, ૨૦૨૦થી “દાવડાનું આંગણું” હવે નવા નામે, નવું કલેવર લઈને, આપણું આંગણું” નામે શરૂ થઇ રહ્યો છે.

આપ સહુને આ બ્લોગ વાંચવા http://aapnuaangnu.com/ ની સાઈટ પર જવા નમ્ર વિનંતી છે.

આપણા સહુના સદભાગ્યે, “આપણું આંગણું” ના ચીફ એડિટર – મુખ્ય સંપાદકની જવાબદારી કવિશ્રી હિતેન આનંદપરાએ સહર્ષ સ્વીકારી છે એ બદલ હું એમનો અંતઃકરણપુર્વક આભાર માનું છું. આ બ્લોગ બનાવવાથી માંડી, ચલાવવા સુધીનો સઘળો શ્રેય કવિશ્રી હિતેન આનંદપરાને જાય છે. હું એ બદલ એમની ૠણી છું.

આપણી સંગ કવિશ્રી અનિલ ચાવડા અને કવિશ્રી મુકેશ જોશી પણ સહસંપાદક તરીકે જોડાયા છે, તો એમનું “આપણું આંગણું” માં સ્વાગત કરતાં હું આનંદ અનુભવું છું. એમના આ બિનશરતી સહકાર બદલ ગદગદ્ છું.

આ સાથે આપણને સહુને આદરણીય સાહિત્યકાર શ્રી ભાગ્યેશ જહા અને આદરણીય કવયિત્રી પન્નાબેન નાયકનો સાથ પરામર્શક તરીકે મળી રહ્યો છે એ બદલ બેઉ મહાનુભવોને વંદન કરીને એમનો હું હ્રદયપૂર્વક આભાર માનું છું. એમના આ સ્નેહપૂર્ણ માર્ગદર્શનની છાયામાં “આપણું આંગણું” સતત સમૃદ્ધ થતું રહેશે..

એક ખાસ વ્યક્તિનો આભાર મારે માનવો છે અને કદાચ આજે દાવડાભાઈ હયાત હોત તો તેઓ પણ આ જ કરત. આ ખાસ વ્યક્તિ છે ડો. બાબુભાઈ સુથાર. “દાવડાનું આંગણું”ને અહીં સુધી પહોંચાડવામાં એમનો ફાળો અમૂલ્ય છે. બાબુભાઈ, મિત્ર તરીકે આભાર ન માનવો જોઈએ, પણ, દાવડાભાઈ અને મેં જ્યારે પણ આપ જેવા પ્રખર ભાષાશાસ્ત્રના વિદ્વાન પાસેથી મૈત્રીના હકથી “દાવડાનું આંગણું” માટે મૌલિક શ્રેણીની માગણી કરી છે તો આપે એટલા જ ભાવથી અમને આ અમૂલ્ય સર્જનો આપ્યાં છે. મારે મન આપની આ મૈત્રીનું મૂલ્ય ઘણું મોટું છે. આપનું આ ઋણ માથે ચડાવું છું.

સરયૂબેન પરીખને દાવડાભાઈએ રવિવારના સંપાદનની જવાબદારી સોંપી હતી. દાવડાભાઈના ગયા પછી પણ જે નિયમિતતાથી રવિવારનું સંપાદન કરતાં રહ્યાં છે એ સહકાર બદલ સરયૂબેન, હું અંતરથી આપનો આભાર માનું છું.

આ સાથે Peripherally – પરિઘમાં હું તો છું જ કારણ બેઉ આંગણ મારા સ્વજનોના જ છે અને આપ સહુ વાચકો અને સર્જકોના સ્નેહ થકી આ આપનું, “દાવડાનું આંગણું” કાયમ ઉજળું રહ્યું છે અને આગળ, “આપણું આંગણું” પણ ઉજળું રહેશે જ એની મને ખાતરી છે. આપ સહુના અવિરત સાથ બદલ ખૂબ ખૂબ આભાર.

સર્જકોને માટે નોંધઃ

“દાવડાનું આંગણું” ના સહુ સર્જકોને, “આપણું આંગણું”માં એમના સર્જનો મોકલવા માટેના ઈમેલ એડ્રેસની જાણ એમના ઈમેલ પર મોકલવામાં આવશે.

સહુ વાચકો માટે નોંધઃ

“દાવડાનું આંગણું”માં દર અઠવાડિયે પ્રકાશિત થતી સહુ શ્રેણી પણ એ જ નિર્ધારિત દિવસે હવેથી “આપણું આંગણું”માં પ્રકટ થતી રહેશે. આ શ્રેણીઓના જૂના લેખો વાંચવાની સગવડ માટે “દાવડાનું આંગણું”ની લીંક પણ મૂકવામાં આવશે.

તદુપરાંત, પ્રકટ થયેલા અન્ય જૂના લેખો પણ “દાવડાનું આંગણું”માં મળી રહેશે. આ બ્લોગ સંદર્ભ માટે ચાલુ રહેશે, પણ નવા સહુ સર્જનો “આપણું આંગણું”માં મૂકાશે એની સહુ વાચકો અને સર્જકોએ નોંધ લેવી.

 
આપ સહુ વ્હાલાં વાચકો અને સર્જકોનો “દાવડાનું આંગણું”ને સતત સાથ મળતો રહ્યો છે. આ બ્લોગ ને સ્મૃતિશેષ મારા વડિલબંધુ, પી. કે. દાવડાએ ૨૦૧૬માં શરૂ કર્યો હતો. એમાં પ્રારંભમાં તેઓ પોતાના અભ્યાસલેખો, અને લલિતકળા વિષેના લેખો પોસ્ટ કરતા હતા. પછી હું એમની સાથે એ બ્લોગમાં જોડાઈ અને પછી સાથે જોડાયા ગુજરાતી સાહિત્યના પ્રખર વિદ્વાન ડો. બાબુભાઈ સુથાર અને એમના જોડાવા સાથે “દાવડાનું આંગણું” શોભાયમાન થયું. એ પછી તો ગુજરાતી સાહિત્યના અનેક ડાયસ્પોરાના અને ભારતના સમર્થ સર્જકોનો સાથ મળતો ગયો અને આ બ્લોગને વાચકોએ સહર્ષ પોતીકો કરી લીધો.

આજે આ જ બ્લોગને નવા સ્વરૂપે રજુ કરતાં અમને અત્યંત આનંદ થઈ રહ્યો છે. એ સાથે પૂ.  દાવડાભાઈની કમી પણ સાલે છે પણ અમને ખાતરી છે કે એ જ્યાં હશે ત્યાંથી એમના આશિષ અમારા પર અવશ્ય વરસાવતાં હશે.

“આપણું આંગણું” માં અમારી નેમ છે કે અમે સહુને પોતાનું લાગે એવું સ-રસ, વિશદ ગુજરાતી સાહિત્ય આપ સહુ સુધી. આપના આંગણે લાવી શકીએ.

આશા છે કે આપ સહુ સર્જકો અને વાચકોનો સાથ અને પ્રેમ આ જ રીતે અવિરત મળતો રહેશે.

તા. નવેમ્બર ૧૩, ૨૦૨૦ – ધનતેરસથી બધી જ પોસ્ટ નવા બ્લોગમાં મુકાશે તેની નોંધ લેવા નમ્ર વિનંતી. આપ સહુ વાચકોના email ઓટોમેટીક નવા બ્લોગમાં ટ્રાન્સફર કરી દીધા છે. જેથી સહુને પોસ્ટની અપડેટ રોજિંદી, હંમેશની જેમ જ મળતી રહે.‌

આપને “આપણું આંગણું” સાથે જોડાવાનું સહર્ષ આમંત્રણ છે. આ “આપનું જ આંગણું” છે.

9 thoughts on “અગત્યની જાહેરાત – જયશ્રી વિનુ મરચંટ

  1. દાવડાભાઈની શુભ ભાવના સાથે શરૂ થયેલ આ શુભ કાર્ય દીપી ઊઠયુ છે અને એમની વિદાય પછી પણ ચાલુ રહ્યુ તે જોઈ આનંદ થાય છે. આ બ્લોગ ચિરંજીવ રહે તેવી શુભેચ્છા. સૌને દિપાવલી મુબારક 🙏

    Liked by 1 person

  2. નવા વર્ષની ઉજવણી પાછળનો હેતુ એ જ છે કે આપણે નવા વિચારો પ્રતિ ગતિ કરતા શીખીએ.
    આપને તેમજ “આપણું આંગણું”ના સર્વ વાંચકમિત્રોને નવા વર્ષના હાર્દિક અભિનંદન

    Liked by 1 person

  3. આપ સહુની જહેમત રંગ લાવી છે. વડિલ દાવડા સાહેબે શરૂ કરેલું આંગણુ આજે આપણું આંગણુ બની ગયું છે. ધનતેરશના પવિત્ર દિવસે શરૂ થતું આંગણું હમેશા લીલુછમ્મ રહે એ જ શુભકામના.

    Liked by 1 person

  4. આ બ્લોગ પર મુરબી દાવડા સાહેબના આશીર્વાદ નિરંતર વરસતા રહે અને આપણું આંગણું નવિન રૂપે સદા
    મહેંકતું રહે એ જ શુભેચ્છા.
    સૌ મિત્રોને ને નવું વર્ષ સુખ, સંપતિ અને સ્વાસ્થય અર્પે .
    નૂતન વર્ષાભિનંદન
    ડો ઈન્દુ શાહ

    Liked by 1 person

  5. દાવડાભાઈની શુભ ભાવના સાથે શરૂ થયેલ આ શુભ કાર્ય દીપી ઊઠયુ છે અને એમની વિદાય પછી પણ ચાલુ રહ્યુ તે જોઈ આનંદ થાય છે. આ બ્લોગ ચિરંજીવ રહે તેવી શુભેચ્છા. સૌને દિપાવલી મુબારક 🙏

    Liked by 1 person

  6. ‘દાવડાનું આંગણું’ને નવા વસ્ત્રરુપી ‘આપણું આંગણું ‘ પહેરાવવા બદલ ખુબ અભિનંદન! દાવડા સાહેબ પણ તમારા ઉપર હંમેશ આશિર્વાદની વર્ષા વરસાવતા હશે. ‘ આપણું આંગણું’ની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તેવી શુભેચ્છા!

    Liked by 1 person

  7. ઇન્ટરનેટ પર પ્રશિષ્ટ ગુજરાતી વાંચન પુરૂં પાડવાના યજ્ઞ ચલવનારાઓ પૈકી શ્રી દાવડાજીની પહેલને ‘આપાણું આંગણું’ દ્વારા નવપલ્લવિત કરવા બદલ આપ સૌને અભિનંદન.

    વેબ ગુર્જરી વતી, અને મારા વતી પણ, આ ઉપક્રમનો ઉત્તરૌત્તર વિકાસ અને પ્રસાર થાય એ માટે હાર્દિક સુભેચ્છાઓ.

    અશોક વૈષ્ણવ
    અમદાવાદ
    +૯૧ ૯૮૨૫૨૩૭૦૦૮

    Liked by 1 person

  8. આપણે સહુ સાહિત્ય મિત્રો આ યુગના સદભાગી છીએ જ્યાં એક ખૂણે બેસીને લખીએ અને દુનિયા અનેક ખૂણે આનંદની આપ-લે કરી શકીએ. આ કાર્ય સૌના સાથ સાથે ચાલુ રહેશે.
    દાવડાસાહેબનો ઘણો જ આભાર જેમણે આ પ્રવૃત્તિને અનોખો વેગ આપ્યો.
    ‘આપણું આંગણાં’ને શુભેચ્છા સાથે…
    સરયૂ પરીખ.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s