ગરબો
શબ્દો: યામિની વ્યાસ
સ્વરાંકન/સ્વર: સોનલ વ્યાસ
કેટલી વેળા અહીં આવજા કરતો,
રાધા રસ્તાને પૂછે કાનો ક્યાં ગયો રે લોલ
પાછું ફરીફરીને જોયાં કરે રાધા, તાજા પગલાંની છાપ મૂકી કાનો ક્યાં ગયો રે લોલ
પગલાંના રસ્તા કે રસ્તાના પગલાં સખી અંકાતી રેખા જુદાઇની
પગલાંના રણકાને લોક કહે પગરવ
સખી હું ધૂન કહું એને શરણાઈની
એવો પગનો આલાપ મૂકી કાનો ક્યાં ગયો રે લોલ
કેટલી વેળા…
સખી કાનાની યાદ સંગ આખા ગોકુળિયામાં એકલી હું આમતેમ મહાલું
ગુપચુપ ઝૂકીને એના પગલાંની રજને સખી ઊંચકી હું શિર પર ચઢાવું
આવો વિરહી સંતાપ મૂકી કાનો ક્યાં ગયો રે લોલ
કેટલી વેળા…
સખી એક નાના પગલામાં ખોવાયો કાનુડો
પાછું મળશે કે એ પગરવનું વન ?
રસ્તાના અંત નહીં હોય કદી દુનિયામાં
એમાં અટવાય મારું મન
આવો પગરવ મૂકીને કાનો ક્યાં ગયો રે લોલ
યામિની વ્યાસ
Attachments areaPreview YouTube video ગરબો:યામિની વ્યાસ સ્વરાંકન/સ્વર:સોનલ વ્યાસગરબો:યામિની વ્યાસ સ્વરાંકન/સ્વર:સોનલ વ્યાસ
વાહ
આ ગરબામા સુ શ્રી યામિની વ્યાસના શબ્દો
અને
સુ શ્રી સોનલ વ્યાસના સ્વરમા માણવાની મજા આવી
LikeLike
રાધાના વિરહનો સુંદર ગરબો , સોનલ વ્યાસના સ્વરમાં ખૂબ ગમ્યો.
LikeLike