આસપાસ બનતી નાની ઘટના પણ કેટલું બધું શીખવાડી જાય છે!
@मुक़ाम Zindagi
દિપલ પટેલના સુંદર અવાજમાં આખી વાત અહીં સાંભળો:
https://youtu.be/XmH_DEffJis
આજે ગાર્ડનમાં મોર્નિંગ વોક દરમિયાન જોયેલું,મનમાં વસી ગયેલું એક દ્રશ્ય.
નાનકડો બગીચો છે,જેમાં નાના બાળકો માટે રમવાના હિંચકા,લપસણી અને સી-સો છે. સી-સો ને ગુજરાતીમાં શું કહેવાય એ મને ખબર નથી,સોરી. પણ બંને બાજુ એક-એક બાળક બેસે અને ઝૂલે એ સાધન.
અત્યારે આખો બગીચો ખાલી હતો. એમાં એક પપ્પા એમના ચારેક વર્ષના દીકરાને લઈને પ્રવેશ્યા. પેલાએ જીદ કરી કે મને સી-સો માં બેસવું છે. એના પપ્પાએ એને બેસાડ્યો. સામે જઈને તેઓ હાથથી સીટ પર વજન આપીને દીકરાને ઝુલાવી રહ્યા હતા. હવે દીકરાએ ફરી જીદ કરી કે તમે બેસી જાઓ એ સીટ પર. એના પપ્પાએ એને પણ ત્યાંથી ઉતારી લીધો,એનો હાથ પકડીને ત્યાં એક બોર્ડ હતું ત્યાં લઇ ગયા અને કહ્યું,જો અહીં શું લખ્યું છે? કે પાંચ વર્ષથી ઉપરના બાળકોએ કે વ્યક્તિઓએ બગીચાના સાધનોનો ઉપયોગ કરવો નહીં.
આ સાંભળીને એ નાના બાળકે કાન પકડીને એ બોર્ડને સોરી કહ્યું. એના પપ્પાએ કહ્યું કે આપણે હજી ભૂલ કરી નથી બેટા,એટલે સોરી ન કહીએ તો ચાલે. એટલે પેલા બાળકે બોર્ડની સામે જોઇને કહ્યું ‘મેરા સોરી વાપસ દે દો. મુજે કહીં ઓર બોલને મેં કામ આયેગા.’ અને પાછો સી-સો તરફ દોડી ગયો.
થોડી વારે આ કાર્યક્રમ પત્યો અને એ લોકો નીકળતા હતા,ત્યારે એ ટેણિયાએ નાનકડું હેલ્મેટ પહેર્યું, અને એની સાઇકલ પર બેસી ગયો,એના પપ્પાએ હેલ્મેટ પહેર્યું, અને એમની સાઇકલ લઈને – બંને બાપ-દીકરો વાતો કરતા કરતા રોડ પર નીકળી ગયા.
આમ જોવા જઈએ તો સાવ સામાન્ય દ્રશ્ય. પણ થોડા ઊંડા ઉતરીએ તો સમજાય કે એક બાપ કેટલું સરસ અને ઊંચું ભવિષ્ય ઘડી રહ્યો છે,રોજિંદી – ઝીણી બાબતો પર ધ્યાન આપીને. નિયમોનું પાલન કરવું, ભૂલ થાય ત્યારે માફી માંગવી અને જિંદગી ભરપૂર જીવવી.
આવું જ એક દ્રશ્ય થોડા દિવસ પહેલા પણ મેં જોયેલું. વિપ્રૉ સિગ્નલ પાસે,સવારમાં સાત વાગે બિલકુલ ટ્રાફિક નહોતો. એક સાઇકલ પર એક ભાઈ,પોતાની ત્રણેક વર્ષની દીકરીને સ્કૂલ મૂકવા જઇ રહ્યા હતા. સિગ્નલ પર રેડ લાઈટ થઈ, એકેય બાજુથી એક પણ વાહન આવી રહ્યું નહોતું છતાં એ ભાઈએ સાઇકલ ઉભી રાખી. એમની દીકરીએ એમની સામે જોયું (આગળ બેસાડી હતી), એમણે રેડ લાઈટ તરફ ઈશારો કરીને સમજાવ્યું કે ગ્રીન થાય ત્યારે જવાનું.
એ ભાઈના પહેરવેશ પરથી લાગતું હતું કે એ પોતે કદાચ ક્યારેય સ્કૂલ નહિ ગયા હોય! અને છતાં એ જે રેડી રહ્યા હતા તે મારફાડ બી.એમ.ડબ્લ્યુ કરતાં પણ અનેક ગણું મૂલ્યવાન હતું!
સમજણ અને સંસ્કાર રૂપિયા કે વાતાવરણના મોહતાજ નથી હોતા!
~ Brinda Thakkar
Sent from my iPhoneAttachments areaPreview YouTube video આસપાસ બનતી નાની-નાની ઘટનાઓમાં કેટલી મોટી વાત છુપાયેલી હોય છે!આસપાસ બનતી નાની-નાની ઘટનાઓમાં કેટલી મોટી વાત છુપાયેલી હોય છે!
Good one
LikeLiked by 1 person
નાના નિયમ-પાલન વ્યક્તિને મોટા નિયમો તોડતા અટકાવે છે. ખૂબ અગત્યની વાત કરી.
સરયૂ
LikeLiked by 1 person
આસપાસ બનતી નાની-નાની ઘટનાઓમાં કેટલી મોટી વાત છુપાયેલી હોય છે!
સમજણ અને સંસ્કાર રૂપિયા કે વાતાવરણના મોહતાજ નથી હોતા! સાચી વાત દિપલ પટેલના સુંદર અવાજમાં આખી વાત સાંભળવાની મજા આવી
LikeLiked by 1 person
સાચી વાત સંસ્કાર કે સમજણ રૂપિયા કે વાતાવરણના મોહતાજ નથી હોતા.
LikeLiked by 1 person