ઓ મા….
આ પૂજારણ નીસરી તારી પૂજા કાજ
કે હૈયું મારું રુમઝુમ થાય
કકું, કેસર ને અબીલ ગુલાલ લઈ
સજાવી આરતીની થાળ
કે હૈયું મારું રુમઝુમ થાય
નદીનું જળ લીધું ત્રાંબા કળશમાં
સાથે મનડું પણ છલકાય
કે હૈયું મારું રુમઝુમ થાય
અતલસ રેશમનો સાળુડો પહેર્યો
છેડલે ફુમતા ઝૂલે સાત
કે હૈયું મારું રુમઝુમ થાય
સોળે શણગાર ને અંતરના ઓરતા
સજી નીકળી જોગણ નાર
કે હૈયું મારુ રુમઝુમ થાય.
– યામિની વ્યાસ
Preview YouTube video Garbo:યામિની વ્યાસ સ્વર/સ્વરાંક :સોનલ વ્યાસ
સુ શ્રી યામિની વ્યાસ નો સુંદર ગરબો
સજી નીકળી જોગણ નાર
કે હૈયું મારુ રુમઝુમ થાય.
ના સ્વર/સ્વરકાર:સોનલ વ્યાસ દ્વારા મધુર ગાન
ધન્યવાદ
LikeLike