આઠમું નોરતું
ગરબો
શબ્દો: યામિની વ્યાસ
સ્વર/સ્વરાંકન:સોનલ વ્યાસ
આસો માસે રે બાવરી રે મારી આંખડી
હૈયું પાથરીને જોઉં મા તારી વાટડી
ફુલ ગુલાબને ચમ્પો ચમેલીથી ભરું છાબડી
ગલગોટાનો હાર ચઢાવું નવ નવ રાતડી
જળ નિર્મળ લેવા કાજ જાઉં ચંદનતલાવડી
નમન કરીને હું પ્રેમથી પખાળુ મા તારી પાવડી
ઓ માવડી મેં તો રાખી તારી આખડી
તું ડૂબાડે કે તારે સોંપી તુજને મારી નાવડી
ક્ષમા કરજે માત તારી ભક્તિની રીત ન આવડી
જગ આખાનું રક્ષણ કરજે બાંધી દે એક રાખડી
અમિયલ આંખે આશિષો આપ મારી માવડી(૩)
યામિની વ્યાસ
Sent from my iPhoneAttachments areaPreview YouTube video ગરબો:યામિની વ્યાસ સ્વર/સ્વરાંકન:સોનલ વ્યાસગરબો:યામિની વ્યાસ સ્વર/સ્વરાંકન:સોનલ વ્યાસ
ચિ સૌ યામિની વ્યાસનો સુંદર ગરબો:
સુ શ્રી:સોનલ વ્યાસના સ્વરાંકન
અને
મધુરા સ્વરમા માણી આનંદ
LikeLike
ભાવ ને ભક્તિ સભર ગરબો ને મધુર સ્વરથી આરાધન- ખૂબ ખૂબ અભિનંદન સહ જય માતાજી
રમેશ પટેલ(આકાશદીપ)
Sent from my iPhone
>
LikeLiked by 1 person