ઢમ ઢમ ઢમકે રૂડા ઢોલ, રાત લંબાતી ચાલી
ઊગે ઊગે ના પરોઢ, રાત લંબાતી ચાલી
સૂરજ માને ભાલે ચમકે
સૂરજ દીવડે દીવડે ઝળકે
સૂરજ ઠેસ મારીને ઠમકે
સૂરજ રાસે રાસે રણકે
સૂરજ ગરબામાં ખોવાય, રાત લંબાતી
ચાલી
એનું મનડું ઝાકમઝોળ, રાત લંબાતી ચાલી
ઊગે ઊગે ના…
માનો ચૂડલો ખનકે લાલ
એમાં હીરલા જડયા બાર
ચૂડલો સૂરજને હરાવે,રાત લંબાતી ચાલી
ઊગે ઊગે ના….
માની ડોકે ચંદન હાર
માંહીં મોતીડાં હજાર
હારલો સૂરજને હંફાવે,રાત લંબાતી ચાલી
ઊગે ઊગે ના…
માની ઝાંઝરીયું રૂપાળી
છમછમ કરતી ઘૂઘરીયાળી
ઝાંઝર સૂરજને નચાવે,રાત લંબાતી ચાલી
એનું હૈયું નાગરવેલ,રાત લંબાતી ચાલી
ઊગે ઊગે ના……
યામિની વ્યાસ
Sent from my iPhoneAttachments areaPreview YouTube video ગરબો:યામિની વ્યાસ સ્વર/સ્વરાંકન:સોનલ વ્યાસગરબો:યામિની વ્યાસ સ્વર/સ્વરાંકન:સોનલ વ્યાસ
સુ શ્રી યામિની વ્યાસનો ગરબો:
સુ શ્રી સોનલ વ્યાસ સ્વર/સ્વરાંકન:મા
માણવાની મઝા
LikeLike