“હું ‘થાક ‘ને પણ.. પ્રેમ કરું છું.. !”- પ્રદીપ ત્રિવેદી


હું,  ‘થાક ‘ને પણ.. પ્રેમ કરું છું.. !🌹

                                  ✍️પ્રદીપ ત્રિવેદી

             ના.. ના.. નહીં આવું, મેળે નહીં આવું, મેળાનો મને ‘થાક’ લાગે.. મેળાનો મને ‘થાક ‘લાગે.. !!! હે  મારે વહેતે  ગળે ના ગાવું… મને થાક લાગે.. હો.. મેળાનો મને થાક લાગે.. !!  ક્યાં છે એ નજરું કે જેણે મને ઘેરી ! સખી,  હો સખી અમથું અમથું ક્યાં અટવાવું… મને થાક લાગે.. હો મેળા નો મને થાક લાગે.. ! એના હોઠ નો મરોડ ક્યાં મલક્યો??  સખી,  હો સખી એવા વેરાને કેમ જાવુ, મને થાક લાગે.. હો મેળાનો મને થાક લાગે………! 

                  અહીં પ્રેમઘેલી રાધા ને.. ‘કાનુડા’ વગર ના મેળા મા.. જવાનો થાક લાગે છે. એટલે કે.. પ્રેમ વગર.. તો… આવડો મોટો.. મેળો પણ તેને.. ફિક્કો લાગે છે !  ઈવડા “ઈ ” ના મલક્તાં હોઠ અને નજરું ના કામણ જો જોવા મળવાના ના હોય તો.. હે  સખી મને એવા મેળામાં મ્હાલવાનો… થાક લાગે… ! ઈ મેળામા જો “ઈ” ના પાવાનો સુર સાંભળવાનો ના હોય તો ઈ મેળા મા મને ગાવા નો પણ થાક લાગે… હો મારી વ્હાલી સખી…! અને હા… જો “ઈ “.. આવવાનો જ ના હોય તો.. મેળામા.. અમથું અમથું.. અટવવાનો પણ.. મને  થાક લાગે..! હો સખી.. એવા મેળા મા નહીં આવું જ્યાં મારું દલડું ચોરનાર, મારા હોઠને મલકાવનાર, અને મારી નજરુંમાં વસનાર કોઈ “કાનુડો ” ના હોય !!   એવા મેળાનો મને થાક લાગે..! સખી,  ઓ .. સખી એવા મેળાનો મને થાક લાગે. ! ઈવડા ઈ મેળા ના ચગડોળમાં  જો કોઈ  “જોડાજોડ” બેસનાર અને ઘોડાનો ખૂંદનાર ના હોય તો ઈ  મેળા નો મને થાક લાગે.. ! હો સખી ઈ મેળામાં.. મનને મલકાવનાર જો કોઈ ના હોય તો ઈ મેળાનો મને થાક લાગે… ! ના… ના…. નહીં આવું.. મેળે નહીં આવું. 

                અહીં આપણે પણ આ પ્રેમઘેલી, કાનઘેલી, બંસરીના સુરઘેલી… રાધાની જેમ  આ સંસારરૂપી મેળા મા આવ્યા છીએ.અને આપણને પણ…. ” પ્રેમ તત્વ ” વગર.. થાક લાગે છે. 

                  થાક નું કારણ.. પ્રેમ, સ્નેહ, ચાહત, અપનાપન…વિગેરેનો  અભાવ છે. જ્યાં પ્રેમ નથી,  જ્યાં ચાહત નથી, જ્યાં અપનાપન નથી, જ્યાં દિલ ચોંટતું નથી ત્યાં બધે.. “થાક” લાગે  છે.  આ થાક ને “કથા ” મા ફેરવે છે માત્ર “પ્રેમ તત્વ.” 

                       હું તો.. કાગળિયા લખી લખી થાકી.. કાનુડા તારા મનમાં નથી… ! હા..  હું.. કાગળિયા લખી લખી ત્યારે થાકી  કે જયારે.. તુ ઈ કાગળ રૂપી મારા પ્રેમ નો સ્વીકાર કરતો નથી. અહીં પણ પ્રેમતત્વ મહત્વનું છે. આપણ  બધાને અનુભવ જ હશે કે જયારે આપણે “પ્રેમપત્ર” લખીયે છીએ ત્યારે, આપણને ક્યારેય થાક લાગે છે??  નથી  લાગતો ને. .! પણ પરીક્ષામા પ્રશ્નપત્ર લખતા “થાકી ” જઈએ છીએ ! ખરું ને  ! કેમ કે આપણે પ્રશ્નપત્ર ને પ્રેમ કરતાં નથી !!

               હા, હું “થાક” ને પણ પ્રેમ કરું છું ! કેમકે મને પ્રેમમાં ….. પ્રતીક્ષાનો થાક ગમે છે ! વ્હાલમના  મિલન માટે તરસતો અને તરફડતો  થાક મને ગમે છે. મારી નજરો.. તારા દર્શનની પ્યાસી છે તો આ નજરો નો થાક પણ ગમે છે. અહીં નજરો વ્હાલમને જોવા માટે હરખઘેલી થઈ છે, નજરો ઊંચી ઊંચી થઈ ને અરે.. સાત સમંદરને પેલેપાર સુધી  પથરાયેલી છે.. તો તેને  એકીટશે જોઈ રહેવાનો થાક ગમે છે. આ કાન પણ વ્હાલમ ના પગરવ કે તેની વાંસળીના મીઠાં મધુર સુર સાંભળવા તલપાપડ થઈ,  અધીરા થઈ ઉઠ્યા છે અને બીજા કોઈ દુન્વયી સુર તેને  સંભળાતા નથી.. ! તો આ કાનનો થાક ગમે છે. મારી નજરો સાથે મારું દલડું ચોરનાર મારા વ્હાલમ,  તારી પ્રતીક્ષાનો થાક પણ ‘વ્હાલો’ લાગે છે. મને થાક ગમે છે કેમ કે હું એમને પ્રેમ કરું છું. 

                   પ્રેમમા થાક હોતો નથી, થાક તો હંમેશા ‘અણગમતા’ નો લાગતો હોય છે.!. કામ ને પ્રેમ કરો તો થાક લાગશે નહીં. કામ ને રામ સમજશો તો પણ થાક લાગશે નહીં. રામ ભજશો તો  કામ નો  થાક, કથા ના સ્વરૂપમાં  ફેરવાઈ જશે. 

                      હું તો થાકી ગયો ..!  હું તો થાકી ને લોથપોથ થઈ ગઈ … !! આ એક  સર્વ સામાન્ય વાંકય બધા ના મોઢે સાંભળવા મળતું હશે. ખરું ને???  હા થાક તો અવશ્ય લાગે જ છે. ચેતન તત્વ બધાને.. ઓછા વત્તા અંશે થાક તો લાગે જ. થાક એ  શારીરિક  કાર્ય- ક્રિયાનો નિચોડ સ્વરૂપ એક ભાગ છે. એટલે..  થાક તો લાગવા નો જ. પણ આ થાક ને આપણે ચોક્કસપણે.. ઓછો તો કરી જ શકીયે છીએ… જો યોગ્ય પ્રમાણ મા તેનું “સમાયોજન ” કરવામાં આવે. કોઈ પણ કાર્ય નું  જો સમય પ્રમાણે આયોજન કરવામાં આવે તો એ  સમય પ્રમાણે થતા કામમાં થાક ઓછો લાગે છે. અને જો કોઈ કાર્ય   પ્રત્યેનો “લગાવ કે ચાહત ” ઉભી કરી શકીએ તો પણ એ કામ નો થાક ઓછો લાગે છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે… 72 વર્ષ ની ઉંમરે પણ કાર્યરત રહેનાર મહાનાયક અમિતાભ બચ્ચન, આપણા  વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, શ્રી રતન ટાટા, વિગેરે છે.. જેઓ હજી ” થાક્યા ” નથી ! આ ઉંમરે પણ એટલાજ ઉત્સાહ થી કાર્યરત છે. કેમ કે તેઓ કામ ને પ્રેમ કરે છે. કામ ને તેઓ દિલ થી ચાહે છે. તેમાં તેઓ ગૌરવ અનુભવે છે. જયારે આથી ઊંધુ જોઈએ તો ઘણા 27 વર્ષની ભર યુવા વયે.. પણ.. “થાકી ” ગયા  !! તેવું કહેતા સાંભળ્યા છે. !

કારણ તેઓને કામ મા રસ નથી, કામમા દિલચશ્પી નથી. આપણે જોઈએજ છીએ કે મકાન ચણાતું હોય ત્યાં મજૂરી કરતુ દંપતી, રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરતાં કુલીઓ…કે આપણા ઘરે કામ કરતાં કામવાળા બેન ને…. થાકતા જોયા નથી. હા તેઓ સવાર  થી સાંજ સુધી સખત.. મજૂરી યાને  હાર્ડ વર્ક જ  કરતાં હોય છેને ! .પણ તેઓ થાકતા નથી કારણ કે તેઓએ આ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો હોય છે અને બધા કામને તેઓ પ્રભુની જેવી ઈચ્છા એમ સમજી ને તે કાર્યમાં  દિલ ચોંટાડીને કામ કરતાં હોય છે. તેના પરિવાર ના ભરણ પોષણ માટે તેઓ કામ કરતાં હોય છે જેમાં અપનાપન ની ભાવના જોવા મળતી હોય છે એટલે થાકતા નથી. અરે કોઈ ખેલાડી પણ સખ્ત દોડવાથી, તરવાથી કે મેદાન પર શારીરિક શક્તિનું કૌવત દાખવવા થી થાકતો નથી… કારણ કે તેં.. થાક તેને ગમે છે. એ થાક એમને અને એમના દેશને ગૌરવ અપાવે છે. જ્યાં ચાહત છે, લગાવ છે, ભક્તિ છે.. ત્યાં અવશ્યય શક્તિ છે. ત્યાં થાક.. લાગતો નથી.

                હું આ જીંદગી થી ‘થાકી’ ગયો છું. મારે ક્યાં જવું?  મારે શું કરવું?  કંઈજ ખબર પડતી નથી. આવી તેં જીંદગી હોતી હશે??  આ જિંદગીએ મને થકવી દીધો ! હા,  જીંદગી થી થાકી ગયા છો.. કારણ કે તમે જીંદગી ને “પ્રેમ “નથી કર્યો,  તમે જીંદગી ને ચાહી નથી. તમે  જીંદગી ને હંમેશા કોસતા જ રહ્યા છો, તેને ધુત્કારતા જ રહ્યા છો, બીજાની જીંદગી સાથે સરખામણી કરતાં રહ્યા છો… ખરું ને? .. કયારેય તમે જીંદગીને ચાહી  છે? ગૌરવભરી નજરે થી જોઈ છે?  કુદરતના અનુપમ સૌંદર્ય વચ્ચે તમોને આ જીંદગી જેવી મળી છે તેવી સ્વીકારી ને તેને માણવાનો  પ્રયત્ન કર્યો છે??  જીંદગી તો ખુબ સુરત જ છે… જરૂર છે સારું વિચારવાની, સારી દ્રષ્ટિ થી  જોવાની. નાની નાની ખુશીઓને મજેથી  માણવાની ! પણ આપણે તો જીંદગી માં મળ્યું છે તેં નહીં… પણ જે નથી મળ્યું.. તેં માટે દુઃખી થઈએ છીએ અને જીંદગી ને કોસતા રહીયે છીએ.. !પછી જીંદગી ઢસરડો જ લાગે ને ! જીંદગીથી થાકી જ જઈએ ને ! થાક ત્યારે જ ના લાગે જયારે જે પરિસ્થિતિ માં છો તેં પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરીએ,  તેને ચાહિયે, તેમાં  દિલ લગાવીને કામ કરીએ..  અને.. મજાનો આનંદ લૂંટતા રહીયે ! 

              હવે મારાથી આ કામ થતું નથી.. હો ! હું ખુબ થાકી ગયો છું. હવે હું આટલુ બધું દોડી નહીં શકું… હું થાકી ગયો છું. હવે કોઈને જમવા બોલાવશો નહીં હો.. હું રસોઈ કરી ને થાકી ગઈ છું. મારાથી એમના છોકરાઓ સંચાવાશે નહીં, હું થાકી ગઈ છું! આ બધો “થાક”.. આપણે આવી કોઈ પણ ઘટના બન્યા પહેલાંજ..આવું  બોલી બોલી ને ” થાક ”  મહાશય ને આપણે ત્યાં આવવા સહર્ષ આમંત્રણ આપી દેતા હોઈએ  છીએ.! આવું બોલવાથી જ મગજ ને થાક નો સંદેશો મળી જાય છે અને તેં થાક.. થાક.. થાક.. ના પ્રવાહો ને શરીરમાં, શરીરના અંગે અંગમાં વહેતા મૂકી દે છે અને પરિણામ સ્વરૂપ આપણુ શરીર પણ પછી ખરેખર થાક અનુભવા લાગે છે. ! આમ ઘણી વખત… આપણે ” થાક”  મહાશય ને સામેથીજ આપણે ત્યાં  પધારવા, જાણે -અજાણ્યે આમંત્રણ આપી બેસીયે છીએ અને  પછી થાક ને વાગોળ્યા કરતાં તેં મોટુ સ્વરૂપ પકડી લેતું હોય છે.! હા,  ઉંમર વધતા જરૂર શારીરિક થાક લાગે, હાડકાઓ ઘસાઈ ગયા હોય, અન્ય વિટામિન્સની ઉણપ ઉભી થઈ હોય નવા હોર્મોન્સ  બનતા ના હોય એટલે થાક તો લાગે જ, એ  એક શારીરિક પ્રક્રિયા છે  એટલે તો 58 કે 60 વર્ષની વય ને  નિવૃત્તિની વય ગણવામાં આવે  છે…ને ! તે  પણ .. માત્ર “થાક ” ના  કારણેજ ને… ! થાક લાગવાની  બાબતમાં  આ વધતી જતી ઉંમર  પણ….મહત્વનો ભાગ ભજવે છે. 

              પણ…. થાક લાગે છે, થાકી ગયો છું.. તેમ કહીને સતત પડ્યા રહેવું, કંઈજ કરવું નહીં તેં ખોટું છે. જે કાંઈ થઈ શકતું હોય તેં કરી ને પણ આનંદમાં રહેવા થી થાક ઓછો લાગે છે.  આ આનંદ જ થાક ની દવા છે. આનંદિત રહો, પ્રફુલ્લિત રહો, જે કરો છો તેને  બસ દિલથી  ચાહતા રહો..તો..  થાક તો ક્યાય ખોવાઈ જશે ! મન બનાવશો તો..તન ને  બધું ગમશે અને થાક નહીં લાગે. માણસનું મન ‘પરિશ્રમ ‘ કરતા ‘આરામ ‘ પ્રિય વધુ હોય છે !એટલે તેં સતત ‘થાક ‘ ‘થાક ‘ ની ફરિયાદ કર્યાજ કરે !! પણ  આપણે તેને કેળવવું પડે. 

           અરે.. કોઈ નો મીઠો મધુરો સ્પર્શ પણ  થાકને હળવો કરીશકે છે ! માથા પર, કપાળ પર ફરતો મનગમતી વ્યક્તિનો હાથ.. થાક દૂર કરી દે છે. એટલેજ ગમેતેટલું થાકેલું બાળક માંના પ્રેમભર્યા, વ્હાલભર્યા સ્પર્શથી નવસંચિત થઈ જતું હોય છે. ગમેતેટલી થાકેલી વ્યક્તિ નેજો ગર્મજોશ ભર્યું આલિંગન આપવામાં આવે કે હસ્તધૂનન કરવામાં આવે તો પણ થાક ઉતરી જતો હોય છે.કેમ કે અહીં પ્રેમ, અપનાપન અને ગૌરવની ઉર્જાનું આદાનપ્રદાન થતું હોય છે જે થાક ને ઓગાળી દે છે. અને ગૌરવની ઉર્જા પ્રજ્વલ્લિત કરે છે.   અરે.. શાબાશી માટે ખભા કે બરડા પર મારવામાં આવતો ધબ્બો પણ થાક ઉતારી દે છે….એટલુંજ નહીં પણ નવો ઉત્સાહ અને નવી ઉર્જા પ્રદાન કરે છે. મસાજ પણ શારીરિક થાક ઉતારી શકે છે અને નવી ઉર્જા આપી શકે છે. શરીરની થકાન સ્પર્શ, માલિશ કે વિવિધ પ્રાણાયામ, તેમજ ધ્યાનથી હળવી કરી શકાય છે. તેવીજ રીતે માનસિક થાક દૂર કરવા… વાંચન,પેઇન્ટિંગ,  સંગીત, રમત, બહાર ફરવા જવું,મનગમતી વ્યક્તિ સાથે વાતચીત, હાસ્યાસન, ઈશ્વર ભક્તિ, નકારાત્મક વિચારો દૂર કરવા, કુદરત અને બાળકો સાથે ઓતપ્રોત થવું અને બધાને પ્રેમભરી દ્રષ્ટિ જોવા તેમણે અપનાવવા વિગેરે છે. જે મનના ઉદ્વેગોને શાંત પાડે છે અને હળવાશ આપે છે.  

            સાત સમંદર પાર, તેરે પીછે પીછે મેં આ .. ગઈ.. !! હા,    મને.. સાત સમંદર તરવાનો કે એવરેસ્ટ જેવા પર્વતો ચઢવાનો થાક લાગતો નથી… કારણ કે તુ મારી સાથે છે..! તારો હાથ અને તારું  હૈયું મારી સાથે છે… પછી થાક શેનો??  એકવાર પ્રયત્ન કરી જોજો…. મનગમતી વ્યક્તિ સાથે ચાલવામાં કે તરવામાં  થાક લાગે છે??  અરે.. તારા  ‘સાથ’,    સાથે તો… હું… આજીવન અથાક છું, યાર.! બસ મને તારો પ્રેમ,  સ્નેહ અને  વ્હાલ જ મારી શક્તિ છે..મારા થાક ની દવા છે. 

               આપણને સારું સારું.. મનભાવન.. ખાવા – પીવાનો, જોવાનો, વાંચવાનો, ફરવાનો, દૂર દૂર સુધી રખડવાનો થાક લાગતો નથી.. ખરું ને?  અરે ,આવા સરસ આર્ટિકલ લખવા કે વાંચવાનો પણ થાક લાગતો નથી.. કારણ કે તે બધું ગમે છે ! મનભાવન છે ! માટે જ આપણે જે કંઈ કર્યે  તેને ગમાડતા રહીયે અને આનંદથી જિંદગી જીવતા રહીયે. થાકને મારો ગોળી અને પ્રેમાનંદ ભજતાં  રહીયે. મેરે તો ગિરધર ગોપાલ. 

               ચાલી ચાલી ને થાકી હું રસ્તામાં, 

તોય તમે સામે ના આવ્યા શ્યામ : આભમાં જેટલાં દેખાય તારલા, તેટલા પરોવ્યા મોતીડાં વ્હાલા,…  તોય તમે સામે ના આવ્યા શ્યામ : શ્વાસે શ્વાસે પરોવું તારું નામ, વહેતા વાદળે વહેતુ મુકું મારું નામ, 

તોય તમે સામે ના આવ્યા  શ્યામ:

પાંદડે પાંદડે જઈ ને પૂછ્યું હતું,  લહેરખીઓ ને સ્પર્શી જોઈ હતી,  

તોય  તમે સામે ના આવ્યા શ્યામ: ડાળીઓ.. એ ..જાત ને વીંધી હતી, 

ત્યારે.. વાંસળી  સૂરીલી થઈ હતી,  તોય તમે સામે ના આવ્યા શ્યામ :

ચાલી ચાલી ને થાકી હું રસ્તામાં….

તોય તમે સામે ના આવ્યા શ્યામ..

                           ✍️પ્રદીપ ત્રિવેદી

1 thought on ““હું ‘થાક ‘ને પણ.. પ્રેમ કરું છું.. !”- પ્રદીપ ત્રિવેદી

  1. થાક અંગે ખૂબ સ રસ અભ્યાસુ લેખ
    કોક વાર અકારણ માણસ થાક અનુભવ્યા કરે છે ત્યારે તેને લાગે છે કે આ ઉંમરને કારણે અનુભવાતો થાક છે, પરંતુ હકીકતે આ થાક તેમના શરીરમાં થતા ડૅમેજની નિશાની છે.
    ધન્યવાદ

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s