રાજેન્દ્ર શુક્લ: (જન્મદિન- 12/10)
‘નમતું દીઠું નેણ તરાજૂ
ઓછું અદકું કોણ કરે અબ કોણ કરે અબ થોડું ઝાઝૂં
સવા વાલનું પલ્લું ભારી
હેત હળુવાળીથી હળવા પળમાં તો ગોવર્ધન ધારી
લોક અવાચક ધારી ધારી નિરખે ઊભૂં આજૂ બાજૂ
અક્ષય પર અક્ષય ઓવારી
આપે આપ ઊભા પરવારી; કોણ રહ્યું કોના પર વારી ?
આઘું ઓરું કોણ કરે અબ સાવ અડોઅડ હું જ વિરાજૂં’
– રાજેન્દ્ર શુક્લ
આ પદ ડાકોરમાં દર્શન વખતે કવિને જે ભાવ થયો તે પરથી લખાયું. એક જ અંતરો એમણે લખેલો.
‘સપ્તક’ દરમિયાન બે કાર્યક્રમ વચ્ચેના ગાળામાં પાન ખાતાં ખાતાં એમણે મને આ વાંચી સંભળાવેલું.
મારા અત્યાગ્રહને વશ થઇ ઘણા વખત પછી એમણે એનો બીજો અંતરો લખ્યો. માટે આ રચના પૂર્ણ કરાવવામાં હું કારણભૂત છું એમ હું માનું છું. એટલે જ એમણે છેલ્લી પંક્તિમાં વિરાજ પરથી ‘વિરાજૂં’ શબ્દ વાપર્યો છે એમ પણ માનવા પણ સબળ કારણ છે.
ગોરખ કલ્યાણ રાગ પર આધારિત આ પદ છે અને પખાવજનો ઉપયોગ હવેલી સંગીતનું વાતાવરણ ઊભું કરવામાં મદદરૂપ થાય છે.
અમર ભટ્ટ
જેવું નાજુક ભાવનું ગીત છે તેવું જ શબ્દ સુગંધ સાચવીને થયેલું સ્વરાંકન છે. કવિતાના સંવેદનો ચિત્તમાં સ્થિર થાય તેવા સ્વરો.
LikeLiked by 2 people
કવિ“નમતું દીઠું નેણ તરાજુ” – રાજેન્દ્ર શુક્લ ની સુંદર રચાના
રજુઆતઃઅમર ભટ્ટ: સુરેશ દલાલની
અને સ્વરકાર: ગાયક અમર ભટ
મજા આવી
ધન્યવાદ
LikeLiked by 2 people
ભક્તિ રચનાને સ્વરની ભાવ મીઠાસ … અડોઅડ લઈ ગયા. કવિશ્રી રાજેન્દ્ર શુક્લ ને શ્રી અમર ભટ્ટ…મનભાવન ભેટ
Sent from my iPhone
>
LikeLiked by 1 person