આ વાત છે 10-11 વર્ષ પહેલાની. જયારે હું આણંદ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતી અને નડિયાદથી રોજ ટ્રેનમાં અપડાઉન કરતી. મારી કોલેજનો સમય સવારે 10 થી 6 નો હતો એટલે સવારે 9 વાગ્યાની મેમુમાં જવાનું અને સાંજે 7 વાગ્યાની ઇન્ટરસીટીમાં પાછા આવવાનું એવો નિયમ. હું મૉટે ભાગે લેડીઝ કોચમાં જ જાઉં. સાંજે અમારા લેડીઝકોચમાં સહેજેય જગ્યા ન હોય એટલે કોઈક વાર ઉભા ઉભા અથવા થોડી જગ્યા હોય એમાં બેસતા બેસતા જવું પડે .
અમારા લેડીઝકોચમાં કાયમ 10-12 પુરુષો ચઢે, અને જેમ તેમ બોલે. અમે છોકરીઓએ ઘણો વિરોધ કર્યો, કમ્પ્લેન પણ કરી પણ પોલીસ આવે, ત્યારે ન હોય અને પછી પાછા આવે. જેમ પાસ હોલ્ડર્સની દાદાગીરી હોય ને એમજ એમની હતી. અને, સાચ્ચે અમે એમની સાથે કોઈજ પંગો લેવા માંગતા ન હતા. હવે ધીમે ધીમે અમે બધા એમને અવગણતાં શીખી ગયાં હતાં.
એક દિવસ અમારાં ડબ્બામાં કિન્નરોનું વૃંદ આવ્યું અને સરસ ભજનો ગાયાં એમણે. અમને ખુબ મજા આવી અને પછી એમની નજર પુરુષો ઉપર પડી અને પછી અમે એમને આખી વાત જણાવી. એ સમજી ગયાં અને અમને કીધું કે “હમ ઉનકો કલ દેખતે હે”. બીજા દિવસે સાંજે એ કિન્નરોનું વૃંદ ફરી આવ્યું અમારા ડબ્બામાં અને એ પુરુષો જોડે બધા પહોંચી ગયા અને અમારાં માટે એમણે એ પુરુષોને સમજાવ્યું. પણ એ લોકો માન્યા નહિ એટલે ટ્રેન જેવી શરુ થઈ એટલે બધા કિન્નરોએ એમને ધક્કા મારીને ડબ્બામાંથી જબરદસ્તી નીચે ઉતાર્યા. અમે બધા આશ્ચર્યમાં જોતાં જ રહ્યાં !
પછી તો રોજ એ બધા જ અમારા ડબ્બામાં જ સાંજે આવે અને પછી બીજા જ દિવસથી પુરૂષોનું આવવાનું બંધ થયું 🙂 એ દિવસે મને એમની માટે માન વધી ગયું 🙂
ઘણી બધી વખત આપણે માણસને એના બાહ્ય દેખાવથી મૂલ્યાંકન કરતાં હોઈએ છીએ પણ એ ક્યારેય સાચું નથી હોતું 🙂
સરસ. નિયમ તોડવાવાળાને પાઠ ભણાવ્યો.
LikeLiked by 1 person
વાહ
જે કામ સ્ત્રી કે પુરુષ ન કરી શક્યા તે કિન્નરોએ કર્યું ! ટ્રેનમાં મુસાફરી કરતાં કિન્નરો આવી ચડે તો આપણે તેમનાથી બચવાની કોશિશ કરીએ છીએ. કિન્નરોથી બધા ડરે છે, અથવા તેમને ધિક્કારે છે. તેમને રહેવા માટે કોઇ ઘર નથી આપતું. તેમને નોકરીએ રાખવામાં આવતા નથી. તેમની અંદર કોઇ પ્રતિભા હોય તો તેની કદર થતી નથી. સર્વોચ્ચ અદાલતે કિન્નરો સાથે કરવામાં આવેલો કાનૂની અન્યાય દૂર કર્યો છે. હવે સમાજે કિન્નરો પ્રત્યે સહિષ્ણુ બનીને તેમની સાથે થઇ રહેલો સામાજિક અન્યાય દૂર કરવો જરૂરી છે
LikeLiked by 2 people
તમારી વાત ખુબ જ સાચી છે @pragnaju. મારી આ વાત લખવા પાછળનો આશય આજ હતો કે આપણે ધારીએ છીએ એના કરતાં માણસો અલગ અને સારા હોય છે. અને કિન્નરો માટે મને કાયમ વિશેષ માન છે. એમને આપણે સમાજમાં સ્થાન આપીએ, સ્કૂલમાં, નોકરીમાં તો એમને માંગીને નહિ ખાવું પડે 🙂
LikeLike
સરસ. નિયમ તોડવાવાળાને પાઠ ભણાવ્યો.
LikeLike