ચાલો મારી સાથે – ઉત્કર્ષ મઝુમદાર
વાચકોના પ્રતિભાવ સારા મળ્યા એટલે ફરી પાછો આ નવો નક્કર લેખ દાવડાનું આંગણુંના સુજ્ઞ વાચકો માટે. ગયા વખતે આપણે જાણ્યું કે શેક્સ્પિયરનો જેમાં સાડી બાર ટકા ભાગ હતો એ લંડનમાં થેમ્સ કિનારે આવેલું નકરા લાકડાનું બનેલું ગ્લોબ થિયેટર નાટકના પ્રયોગ દરમ્યાન અકસ્માતને લીધે માત્ર ચૌદ વરસ કાર્યરત રહીને કેવું ભડ ભડ બળીને ખાક થઇ ગયું.
પછી શું થયું? ત્યાં ફરીથી થિયેટર બન્યું કે બીજું કશુંક બન્યું? અરે હોય કંઈ કલાકાર માલિકો એમ હાર માને તેવા ના હતા. ‘ધ થિયેટર’ વખતે જાગેલી કટોકટી વખતે પણ કેવો સરસ કીમિયો કરીને થિયેટરનું બીજે પ્રત્યારોપણ કર્યું હતું તો આ વખતે વધુ અનુભવી બન્યા હતા બીજા ભાગીદારોનો ટેકો હતો એટલે બીજી કોઈ જગ્યાએ નહિ પરંતુ એ જ જગ્યાએ ગ્લોબનું પુન:નિર્માણ કર્યું. એક વરસની અંદર ફિનિક્ષ પંખીની જેમ એ ફરીથી ઉભું થઇ ગયું. એ જૂન મહિનો હતો ને વર્ષ હતું સન 1614. ફરી પાછા ત્યાં નાટકના પ્રયોગો સફળતાપૂર્વક ચાલવા લાગ્યા.
આ થિયેટર પ્રોસેનિયમ થિયેટર ના હતું પરંતુ થ્રસ્ટ સ્ટેજ પ્રકારનું હતું. વાચકો મૂંઝઈ ગયા આ પ્રોસેનિયામ અને થ્રસ્ટ સ્ટેજ વાંચીને? થોડુંક થિયેટરની બાંધણી વિષે સમજી લઈએ વર્તમાન કાળમાં સામાન્ય રીતે આપણે જયારે નાટક જોવા કે મ્યુઝિકલ્સ જોવા જઈએ છીએ તે પ્રોસેનિયમ પ્રકારના હોય છે જેમાં એક બાજુ તખ્તો હોય ને એની સામે બાજુ પ્રેક્ષકોને બેસવાની બેઠકો હોય. થિયેટરમાં બાલ્કની હોય અથવા ના પણ હોય. તખ્તા અને પ્રેક્ષાગાર વચ્ચે એક પરદો હોય. પરદો ઉઘડે ને નાટક શરુ થાય. થ્રસ્ટ સ્ટેજ માં આવું ન હોય તખ્તો વચમાં હોય. ને એની ફરતે ત્રણે બાજુએ પ્રેક્ષકો ની બેસવાની વ્યવસ્થા હોય. કોઈને ગામડામાં ભવાઈ જોયાનું સ્મરણ હોય તો તરત સમજાઈ જશે. આમાં પ્રેક્ષકો ને તખ્તા વચ્ચે પરદો ન હોય. આમાં વિવિધ પ્રકારો જોવા મળે. ભવાઈમાં કલાકારો ને પ્રેક્ષકો એ કે જ સપાટી પર હોય. મુંબઈનું બેનમૂન પૃથ્વી થિયેટર પણ થ્રસ્ટ સ્ટેજ પ્રકારનું છે. અહીંયા તખ્તો નીચે છે ને હોય ને પહેલી હારના પ્રેક્ષકો એની સમાંતર બેઠા હોય ને પછી ક્રમશ: ઉપર તરફ બેસતા જાય. પ્રેક્ષકો થકતાની ત્રણે બાજુએ હોય. તખ્તો ઘોડાની નાળ જેવો લાગે.
કોઈ થ્રસ્ટ સ્ટેજમાં તખ્તો પાંચેક ફૂટની ઊંચાઈએ હોય. ત્રણે બાજુ પ્રેક્ષકોની બેસવાની ગોઠવણ સમાન હોય. હવે જરા કલ્પના કરો કે તખ્તો પાંચેક ફૂટ જેટલો ઊંચો હોય તો બેસવાની વ્યવસ્થા થોડી દૂરથી કરવી પડે નહીંતર આગળવાળાઓને ડોકી સતત ઊંચી રાખીને નાટક જોવું પડે ને નાટક પતી ગયા પછી ડોક્ટર પાસે જવું પડે ગરદનની સમસ્યા લઈને. આવું કશું ના થાય એટલે વચમાં મોટી જગ્યા છોડવામાં આવે ને એની પાછળથી બેસવાની ગોઠવણ શરુ થાય ને એમાં બાલ્કની પણ હોય. હવે કોઈ ચબરાક, વેપારી બુદ્ધિવાળો કહેશે કે વચમાંની એટલી જગ્યા નકામી જવા દેવાની? આ તો નુકસાનકારક વ્યવસ્થા. ના પરવડે. વાત સાચી તો એનું નિરાકરણ શું? વિચારો. કઈ સૂઝે છે? નહિ ? કશો વાંધો નહિ પેલા કલાકારો જે થિયેટરના માલિકો હતા તેમનામાં કલા સાથે ધંધાકીય જ્ઞાન પણ ભળેલું એટલે એમણે સરસ નિરાકરણ કાઢ્યું. એમાંય પ્રેક્ષકો ભરવાના. તમે કહેશો કે એમની બેસવાની વ્યવસ્થાનું શું? બેસવાની વ્યવસ્થા કશી નહીં તેઓ ઉભા ઉભા નાટકો જોય. અરે એમ ઉભા ઉભા નાટકો શું કામ કોઈ જોય! જોય શું કામ ન જોય જો ટિકિટના દર એકદમ ઓછા હોય તો ! ખરુંને? માત્ર પેનીની ટિકિટ હોય તો બધા ઉભા ઉભા જોવા માટે પણ આવે. નાટક તો જોવા મળેને. આનો જબરદસ્ત ફાયદો થયો. ઉચ્ચ વર્ગના પણ આવે ને નીચલા વર્ગના લોકો પણ નાટક જોવા આવે કારણ નાટકો જોવા બધાને પરવડે. આમ આ નાટ્યગૃહોએ એ સમાનતા આણવાનું મોટું કામ કર્યું. સાંસ્કૃતિક પ્રવૃત્તિ માત્ર સાધન સંપન્ન લોકો પૂરતી સીમિત ન રહી. આમ આ થ્રસ્ટ સ્ટેજ એ કેટલું મોટું કામ કર્યું આ જે ખાડો પડ્યો જેને તેઓ પીટ કહેતા। તો એની સાથે સંકળાયેલો કોઈ શબ્દ ધ્યાન આવે છે? જી હા સાવ સાચું. પીટ ક્લાસ. આપણે ઘણી વખત કહીએ છીએ કે આતો પીટ ક્લાસ ઓડિયન્સ માટેની ફિલ્મ છે અથવા સાવ પીટ ક્લાસ ઓડિયન્સ હતું. તો આ શબ્દના મૂળમાં આવા થ્રસ્ટ સ્ટેજના નાટ્યગૃહો છે. બીજો એક શબ્દ પણ આની સાથે જોડાયેલો છે. ચવન્ની છાપ ઓડિયન્સ. ટિકિટના દર ઓછા હોવાને કારણે આ શબ્દ અસ્તિત્વમાં આવ્યો. જે પછી સિનેમામાં પ્રેક્ષકો માટે પણ વપરાયો.
તો આ ગ્લોબ થિયેટર થ્રસ્ટ સ્ટેજવાળું થિયેટર હતું. ત્રણ હાજર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવનાર આ ત્રણ માળનું થિયેટર પણ સંપૂર્ણપણે લાકડાનું જ બનેલું હતું. તખ્તાની પહોળાઈ હતી 43 ફીટ ઊંડાઈ 27ફીટ અને જમીનથી પાંચ ફીટ ઊંચું. તખ્તાની પાછલી દીવાલ માં બે ત્રણ દરવાજા રહેતા એની પાછળ કલાકારોને ત્વરિત વેષભુબદલવા માટે ની ગોઠવણ રહેતી. એની ઉપરના માલમાં વેશભૂષા અને અન્ય સાધન સામગ્રી રાખવાની જગ્યા રહેતી. સાથોસાથ વ્યવસ્થાપકોની ઓફિસ પણ રહેતી. ઉપર આવેલી બાલ્કનીમાં વાદ્યકારો બેસ્ટ અને નાટકની અનુરૂપ સંગીત આપતા કારણકે ઈલેક્ટ્રીસીટી જ આવી ના હોવાથી રેકોર્ડેડ સંગીત આપવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો ન હતો. આ બાળકની રોમિયો અને જુલિયેટ જેવા નાટકમાં આવતા દ્રશ્યો માટે પણ વપરાતી. તખ્તા પાર ટ્રેપ ડોર પણ હતો ભંડકિયામાંથી બહાર આવવાના દ્રશ્ય માટે અથવા અન્ય કોઈ એવા દ્રશ્ય માટે એનો ઉપયોગ થતો.
ઊંચાઈ કેટલી તો કહોને જેટલી થિયેટરની ઊંચાઈ હતી એટલી. ઊંચાઈ ખાસ્સી એવી હોવાથી બાલ્કની દેખાડવી હોય કે પ્રથમ મજલો દેખાડવો હોય તો આસાનીથી દેખાડી શકાતો. તખ્તાની બંને બાજુએ થાંભલા રહેતા જેને ટેકે પપ્પુપ્પરનું છાપરું રહેતું. છાપરા નીચે થોડી જગ્યા છોડીને એક સિલિગ બનાવેલી જેને રંગીને આકશનો આભાસ ઉત્ત્પન્ન કરાતો આને સ્વર્ગ એવું નામ આપવામાં આવેલું. એમાં પણ ટ્રેપ ડોરની વ્યવસ્થા હતી એનો ઉપયોગ કલાકાર દોરડાની સહાયથી નીચે આવવા કરતો.
નાટકના પ્રયોગો બપોરે પણ થતા એટલે કલાકારોને અને પ્રેક્ષકોને તડકો માથે અથવા આંખે ન પડે એ માટે તખ્તો દક્ષિણ પૂર્વ ભણી રખાયેલો. કેવું ઝીણામાં ઝીણું
ધ્યાન રખાયેલું.
આ આપણે શીખવા જેવું ને અમલમાં મુકવા જેવું છે.
ચાલો મારી સાથે મા શ્રી ઉત્કર્ષ મઝુમદારના અભ્યાસપૂર્ણ લેખમા એક વરસની અંદર ફિનિક્ષ પંખીની જેમ એ ફરીથી ઉભું થયેલાની આશ્ચર્યજનક વાત સાથે થિયેટર અંગે રસિક હ્કીકત સાથે આપણે શીખવા જેવી વાતમા’ નાટકના પ્રયોગો બપોરે પણ થતા એટલે કલાકારોને અને પ્રેક્ષકોને તડકો માથે અથવા આંખે ન પડે એ માટે તખ્તો દક્ષિણ પૂર્વ ભણી રખાયેલો.’ધન્યવાદ.
LikeLike
sune 1614 , i.e.406 year ago how architect was devlope. still current time ,i think not devlope too much . nice information for 400 yrs ago theater position.
LikeLike
પ્રોસેનિયમ અને થ્રસ્ટ થિયેટર વચ્ચેનો ફરક અને પિટ ક્લાસ શબ્દ કેવી રીતે આવ્યો એ બધાની જાણકારી ઉતકર્ષભાઈએ સરસ આપી. ઈલેક્ટ્રિકસિટીનો ત્યારે આવિષ્કાર નહોતો છતાં કેવી સરસ રીતે નાટકો ભજવાતા.
ખરેખર આ લેખથી ઘણુ જાણવા મળ્યું
LikeLike