સ્ત્રેટફોર્ડ અપોન એવોનમાં શેકસ્પીયેરના જન્મ સ્થાન થી થોડેક જ દૂર એવોન નદી ને કિનારે આવેલું છે રોયલ શેકસ્પીયેર કંપનીનું રોયલ શેકસ્પીયેર થીયેટર. એવોન નદી એટલે તાપી, નર્મદા કે ગંગા, જમુના જેવી મોટી નદી નહી, બલ્કે નર્મદા ની મેઈન કનાલ જોઈલો.
ઠેઠ શેકસ્પીયેરના જમાનાથી અહી એના નાટકો ભજવાય છે. પહેલું નાટક ભજવાયું તે હતું ઓથેલો. ચાર્લ્સ ફ્લાવર નામના દારૂના પીઠના માલિકે એવોન નદીના કિનારે બે એકર જમીન દાનમાં આપતાં 23 એપ્રિલ 1879 માં 700 બેઠકો ધરાવતું થીએટર અસ્તિત્વમાં આવ્યું. પ્રથમ નાટક હતું ‘મચ અડુ અબાઉટ નથીંગ.”
1926માં આગ લાગવાથી આ થીએટર બળી ગયું. નવું થીએટર 1932માં ઉભું થયું.એલીઝાબેથ સ્કોટ નામની આર્કીટેકટે ડીઝાઈન કરેલું આ થીએટર કોઈ સ્ત્રીએ કરેલું યુનાઈટેડ કીન્ગ્ડમ નું પહેલું અગત્યનું સ્થાપત્ય હતું. નોબેલ પારિતોષિક વિજેતા,જાણીતા નાટ્યકાર જ્યોર્જ બર્નાડ શોએ પ્રશંસાના ફૂલ વેરતા કહ્યું કે થીએટર ની સમજ હોય એવી આ એકમાત્ર ડીઝાઈન હતી. આપણે ત્યાં પણ થીએટર ડીઝાઈનના નામે મોટું મીંડું જ છે. ભાગ્યે જ તમને એક સંપૂર્ણ કહી શકાય તેવું થીએટર મળશે.
આ સંદર્ભે શશી કપૂરની પત્ની જેનીફેર કપૂર યાદ આવી જાય છે. મુંબઈ માં જુહુ માં ભારતમાં અજોડ કહી શકાય એવા પૃથ્વી થીએટરનું નિર્માણ કર્યું. બંધાતા પહેલાં એણે એમના આર્કીટેકટને ઇંગ્લેન્ડ મોકલ્યો કે ત્યાં જઈને થીએટર જો ને આપડી પાસે જેટલી જગા છે એમાં કેવા પ્રકારની ડીઝાઈન આપણા પ્રયોગશીલ થીએટર માટે ચાલે તે નક્કી કર. આવી જહેમત કોણ લેવાનું છે અહીંયા.
1961 માં ઇંગ્લેન્ડ ની રાણીના જાહેરનામમાં થી શેકસ્પીયેર મેમોરીઅલ થીએટર નું નામ બદલાઈને રોયલ શેકસ્પીયેર થીએટર બને છે અને કંપનીનું નામ થાય છે રોયલ શેકસ્પીરિયના કંપની. આ કંપની લંડનમાં પણ થિયેટર ભાડે લઈને ત્યાં પણ પોતાના નાટકો રજુ કરે છે.
રોયલ શેકસ્પીયેર થીએટરમાં 1060 બેઠક છે. આ પ્રોસેનીયમ થિયેટર નથી જેમાં એક બાજુ પર્દાવાલો તખ્તો હોય ને એની સામે પ્રેક્ષકો બેસે. અહી થ્રસ્ટ સ્ટેજ છે એટલેકે ઘોડાની નાળ જેવો તખ્તો હોય અને એની ત્રણે બાજુએ પ્રેક્ષકો બેઠા હોય. મુંબઈ નું પૃથ્વી થિયેટર આના જેવું છે. વળી જમણી ને ડાબી બન્ને બાજુએ પ્રેક્ષકોને જવા આવા માટે ગેન્ગ્વે હોય તેનો અભિનેતાઓ પણ ઉપયોગ કરતા હોય.બે ગેલેરી ને તખ્તાની ઉપર વાદ્યવૃન્દ ને બેસવાની જગા. આ ને તમે “એક ઓરડો થિયેટર” પણ કહી શકો કારણ તખ્તો પ્રેક્ષકાગર સુધી પહોંચી જાય છે એટલે અભિનેતા અને પ્રેક્ષક વચ્ચેનું અંતર સાવ ઘટી જાય છે. બંને વચ્ચે એક સેતુ બંધાઈ જાય છે.
સ્વાન નામનું બીજું થિયેટર પણ આજ સંકુલ માં આવેલું છે. 460 બેઠકો ધરાવતા આ થિયેટર માં શેકસ્પીયેરના સમકાલીનો અને યુરોપના નાત્યાકારોના નાટકો ભજવાય છે. 200 બેઠકો વાળું “ધી અધર” નામ વાળું ત્રીજું થિયેટર જરા છેટે છે.
નાટકો ઉપરાંત અહીનું આગવું આકર્ષણ છે થિયેટર ટુર. જેની ટીકીટો હોય. વાચક ને સવાલ થશેકે થિયેટરની તે વળી કેવી ટુર પણ આ તો કમાલ છે પશ્ચિમના અભીગમની. મુલાકાતીઓને કુતુહલ હોય કે નાટ્યગૃહમાં બેક સ્ટેજ કેવું હોય, મેકઅપ રૂમ ,કોસ્ચુમ, લાઈટ રૂમ કેવા હોય, આ એક જાદુઈ દુનિયા જોવા મળે તો મઝા પડી જાય. મુલાકાતીયોની આ ઈચ્છા સંતોષાય ને કંપનીને પૈસા મળે. બંને ને ફાયદો. એક નહીં પાંચેક જુદી જુદી તું. એમાંની એક “આફટર ધ ડાર્ક”. નાટક પતિ ગયા પછી શરુ થાય. સુમ સામ હોય બધું. બાજુના ઓરડામાં કોઈ ધીમા સાદે વાત કરતું હોય તે પણ સંભળાય. થિયેટર માં વિચરતા આત્માઓ જાણે તમને દર્શન દેવા આવ્યા હોય એવા ભણકારા પણ થાય.
વિદ્યાર્થીઓ માટે ખાસ ટુર. કોસ્યુંમ વિભાગમાં 3,00,000 જેટલા પોશાકો છે.ભરચક જાય છે આ બધી ટુર્સ. આપડે ત્યાં આવું શક્ય જ નથી કારણ કે કોઈ નાટક કંપની પાસે પોતાનું થિયેટર જ નથી. મુંબઈમાં કાલબાદેવી વિસ્તારમાં દેસી નાટક કંપની નું પોતાની અદ્ભુત થિયેટર હતું અસંખ્ય સીનરીના પરદાઓ, પોશાકો બધુજ, પણ ટૂંકી દ્રષ્ટિવાળા માલિકોએ એને તોડીને ત્યાં વ્યવસાયિક મકાન ખડું કરી દીધું.
700 જણ નો સ્ટાફ ધરાવતી આ કમ્પની અહી ઉપરાંત લંડન, ન્યુ કાસલ અપોન ટાઈન તથા સમગ્ર યુ. કે. અને વિશ્વ ભરમાં પોતાના નાટકો રજુ કરે છે. 2013 થી લાઇવ સ્ક્રીનીંગ પણ શરું કર્યુ છે જે વિશ્વભરમાં એક સાથે દેખાય.
ખાસ તો 2012 માં લન્ડનમાં યોજાયેલ કલ્ચરલ ઓલ્મ્પીક્યાડ માં 36 દેશના નાટ્ય જુથે શેકસ્પીયેર ના 37 નાટકોનું એમની રાષ્ટ્રભાષામાં મંચન કરેલું. ભારત વતી આ લખનારે શેકસ્પીયેરના “ઓલ્સ વેલ્સ થેટ એન્ડ્સ વેલ્સ”નું ગુજરાતી રૂપાંતર સૌ સારું જેનું છેવટ સારું ઉર્ફે મારો પીયુ ગયો રંગૂન ભજવેલું પણ એની વાત પછી કોઈકવાર .અત્યારે શેકસ્પીયેરને જરા પોરો ખાવા દઈએ.
It was like a tour Very much informative
Very good read
Lots of thanks
LikeLike
થિયેટર વિશે રસપ્રદ લેખ. રોયલ શેકસ્પીયેર થીએટર વિશે વાંચીને લંડનના ભવ્ય રૉયલ આલ્બર્ટ હૉલ અને બર્મિંગહામના સીમ્ફની હૉલની મુલાકાત યાદ આવી ગઈ.
LikeLike
manniya shri utkarsh bhai, mahiti apta reh sho. na janvanu janva male she. filmi & natkiya duniya nu avnavu. abhar.
LikeLike
થિયેટર વિષે અભ્યાસપૂર્ણ લેખ.
LikeLike
થિયેટર વિષે ઘણું જાણવા મળ્યું. આભાર
LikeLike
થિયેટર વિષે ઘણું જાણવા મળ્યું. આભાર
LikeLike