આંગણાના વાંચકો વિદિત છે કે શીલ્પકાર જ્યોત્સ્નાબેન તેમની જ્વલંત કારકિર્દીને લીધે જાણિતા છે. તેઓ કેટલા પ્રેમાળ અને નિખાલસ વ્યક્તિ હતાં તેની થોડી ઝલક અહીં એક પત્રમાં જાણવા મળે છે. જ્યોત્સ્નાબેનના અવસાન બાદ તેમની વિદ્યાર્થિની રાખી કાણેનો, જ્યોતિભાઈ અને તેમની દીકરી, જાઈને લખેલો પત્ર, જ્યોતિભાઈએ મને મોકલેલ, તે અહીં રજુ કરું છું. ..સરયૂ પરીખ.
જ્યોત્સ્નાબેન, જ્યોતિભાઈ અને રાખી
પૂજ્ય જ્યોતિભાઇ અને વહાલી જાઈ,
સાદર પ્રણામ.
કોઈ પણ પરિસ્થિતિ જીવનસાથી અને મા ની વિદાયને ઓછી વસમી નથી બનાવી શકતી. હીના નો મને ફોન આવ્યો કે જ્યોત્સના બેન દવાખાનામાં છે ત્યારે એક જ વિચાર મગજમાં આવ્યો , હશે કંઈક, બે ચાર દિવસમાં ઘરે પાછા આવશે. હજી પણ મન માનવા માટે તૈયાર નથી. અગમ્ય શૂળ ઉઠ્યું અંદરથી…. શબ્દોમાં વર્ણવી ન શકાય એવું.
જ્યારે ફાઈન આર્ટસ કોલેજ, વડોદરામાં એડમિશન લીધું અને પહેલા વર્ષ ના ભાગરૂપે પોટરી વિભાગમાં પગ મૂક્યો ત્યારે જ્યોત્સનાબેનને એમના એક લાંબી ડોક વાળા પોટનું ફિનિશિંગ કરતા જોયા અને એટલી અભિભૂત થઈ કે વિચારી લીધું કે મારે આ જ કરવું છે અને જ્યોત્સનાબેન રૂપે મને મારા મિત્ર, ગુરુ , અને માં મળ્યા. ઘણી વસ્તુઓ શીખી એમની પાસેથી. જીવનના દરેક તબક્કામાં એમનો સાથ સહકાર અને શિખામણ મળતા ગયા. ફક્ત કામમાં જ નહીં તો અંગત જીવનમાં પણ સુખ અને દુઃખના પ્રસંગોમાં એમના વિશાળ અનુભવોથી મને માર્ગદર્શન આપતા રહ્યા. એમની સમયસરની શિખામણ મને આગળ વધવા માટે પ્રેરીત કરતી રહી. Jane Perryman સાથે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ગામડાઓમાં એમની આસિસ્ટન્ટ અને ટ્રાન્સલેટર તરીકે કામ કરવા એમણે મને લગભગ ધક્કો માર્યો. ખૂબ આનાકાની સાથે એવું કરવા હું તૈયાર થઈ અને એ કુંભાર પરિવારોને ત્યાં એમના પુસ્તક માટે ના પ્રવાસે મારી જિંદગી બદલી નાખી. મારો આપણી પોતાની સંસ્કૃતિ અને સભ્યતા તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલાયો. ઘણું બધું જાણવા મળ્યું પોતાના વિશે પણ. પછી 1997માં સુઝન પીટરસન નો પોંડિચેરીમાં glaze making workshop કરવા માટે એમણે મને મનાવી અને ફરી એકવાર ધક્કો માર્યો. ફરી એકવાર ખૂબ જ આનાકાની સાથે હું આવવા માટે તૈયાર થઈ. અહીં પોંડીચેરી આવ્યા પછી મારી મુલાકાત Golden bridge potteryના Ray Meeker અને Deborah Smith સાથે થઈ. ધર્મેશ ની મુલાકાત પણ અહીં જ થઈ. આવા અનેક ધરમના ધક્કા મારી જ્યોત્સના બેને મારી જીવનની ગાડી પાટે ચડાવી.
છેલ્લા થોડા વખતથી જ્યારે પણ અમારી ફોન ઉપર વાત થતી ત્યારે સર,(જ્યોતિભાઈ), તમારી તબિયતની ચિંતા કર્યા કરતા. કામ કરવાનું મન થતું નથી એવી ફરિયાદ કરતા. જાઈ બોલાવે છે. એના ઘરે જવું છે એમ કહ્યા કરતા. હું એમને કહેતી કે એમણે એટલા બધા એમના શિષ્યોને પ્રભાવિત અને પ્રેરિત કર્યા છે કે એમનું એ સત્કાર્ય એમના જીવનનો એક એક પળ સાર્થક બનાવે છે. સર, હું વડોદરા આવીશ ત્યારે આપણે મળશું. જાઈ, હું આવીશ ત્યારે જો તું વડોદરામાં હોઈશ તો આપણે મળશું જ. હવે તારી ઉપર ઘણી બધી જવાબદારીઓ આવી ગઈ છે અને જ્યોત્સના બેન ની જવાબદારીઓ સંભાળવાની કાબેલિયત તારામાં ઉતરી જ હશે.
અત્યાર સુધી એમની પાસેથી લેતા રહ્યા અને એમનો માયાળું હાથ સતત આપતો રહ્યો હવે એમનો આ વારસો આગળ ચલાવવા માટે તૈયાર છીએ. એમની પાસેથી જે કંઇ શીખ્યા એને બીજાઓ સાથે વહેંચવા માટે સજ્જ છીએ. હું અત્યંત ભાગ્યશાળી છું કે એમનું સરળ અને સહજ વ્યક્તિત્વ મારા જીવનનો ભાગ બન્યા. એમણે માં, પત્ની, ગુરુ, મિત્ર, એવા અનેક પાત્રો ખૂબ સહજ અને પૂર્ણ રૂપે ભજવ્યા છે અને ભરપુર જીવ્યા છે. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે અને આપણને બધાને એમના વગર જીવવાની શક્તિ આપે. કલાજગત એમના અનુદાન નો ઋણી રહેશે.
તમારી, રાખી
————-
આ ગુરુ-શિષ્યાના સંબંધની મધુર આલોચના વાંચી મન આનંદ અને આદરથી પુલકીત થઈ ગયું.
રાખીને મેં લખ્યું કે જ્યોત્સ્નાબેન વિષે લખેલ દરેક વાત સાથે… તેમની અને તારી પણ, સરળતા જોડાયેલી છે. વ્યક્તિ માર્ગદર્શન સ્વીકારવા સક્ષમ હોય ત્યારે જ કોઈ આપી શકે છે… તેનાં જવાબમાં રાખી લખે છે કે…. સરયૂબેન નમસ્કાર,
હાં, આપણે ક્યારેય મળ્યા નથી પણ તમારા વિષે ઘણીવાર સાંભળ્યું છે. તમારો લાગણી સભર મેસેજ વાંચી ને આહ્લાદક આનંદ થયો…. પ્રણામ. રાખી પોંડીચેરીમાં સ્થાયી છે. તેની કલાનાં થોડાં નમૂનાઃ
શિલ્પકાર રાખીનું સુંદર કામ.
નોંધઃ WORDPRESS has changed the system so we are experiencing difficult time to design the publication the way I like. So please excuse.
—
રાખિ બહેન નો પત્ર આપે પ્રકાશિત કર્યો તે બદ્દલ આભાર. હુ આમ આપણા ગણાતા સ્વજનો કરતા કર્મે સાંપડેલા સ્વજનો ને નમૂ છુ. ભણતર મા, નોકરિ મા , મિત્રતા મા આવા ખરા સ્વજનો નો ભટો થાય છે જે જીવન પર્યત આપણા સાથી બને છે.
LikeLike
ખરી વાત છે. કર્મે સાંપડેલા સંબંધો એ આપણા જીવનની શ્રીમંતાઈ છે. પ્રતિભાવ માટે આભાર.
સરયૂ
LikeLiked by 1 person
‘હું અત્યંત ભાગ્યશાળી છું કે એમનું સરળ અને સહજ વ્યક્તિત્વ મારા જીવનનો ભાગ બન્યા. એમણે માં, પત્ની, ગુરુ, મિત્ર, એવા અનેક પાત્રો ખૂબ સહજ અને પૂર્ણ રૂપે ભજવ્યા છે અને ભરપુર જીવ્યા છે’.
ગુરુ-શિષ્યાના સંબંધની મધુર યાદે આંખ નમ થઇ
કલાનાં નમૂના મગજમા પ્રસન્નતા કરાવી જુગ્યુલર વૅઇન દ્વારા હ્રુદયમા ઉતરી ગઇ
LikeLiked by 1 person
સંવેદનાની સચ્ચાઈ થી શોભતી આ વાત હવે વિરલ બનતી જાય છે.
LikeLiked by 1 person
રાખી કાણે લખે છે…નમસ્કાર સરયૂબેન,
મારા બન્ને ગુરુઓ ને આ ખૂબ સરસ ભાવાંજલી છે. તમારો ખૂબ ખૂબ આભાર.
ખૂબ સરળ સંકલન છે.
આપણે એક બીજા ને લખતા રહેશું.
એક ઉત્તમ ગુરૂ-શિષ્યનો સંબંધ–Jyoti Bhatt, writes…
Thank you very much Saryuben. Very touchy.
Regards
Jyoti
LikeLike