ગઝલ – “તારો છે કે મારો છે?”- હરીશ દાસાણી
ઉડતો જે સંકલ્પ હવામાં તારો છે કે મારો છે?
શૉર મચ્યો જે જરાજરામાં તારો છે કે મારો છે?
વિજળી પાછળ સૂરજ દોડી સંતાયો છે આંખોમાં.
કેદ થયો જે ખરાખરામાં, તારો છે કે મારો છે?
ટેબલ ખુરશી પલંગ સોફા અને પુસ્તકે પથરાયો.
પછડાયો ભય દડા દડામાં, તારો છે કે મારો છે?
એક અચરજે હિંચકો ઝૂલે, આ પારે ના તે પારે.
કિચૂડાટ જે કડા કડામાં, તારો છે કે મારો છે?
શબ્દ સુરમાં બે પળ આવી અટકી ઊભાં મઝધારે.
આ જે ડચૂરો ગળા ગળામાં, તારો છે કે મારો છે?
|
કાવ્ય – “હજુ તો યાત્રા બાકી છે”- હરીશ દાસાણી
પ્રવાસ બંધ. પણ યાત્રા ચાલે છે.
સવારે ઉઠીને કંઈક અનિર્વચનીય એવું લાગ્યું.
આજે હું છું ખરો? કદાચ હું છું તો ખરો પણ હરીશ દાસાણી નથી.
આજે બધું અવળું ચાલે છે.
ઘડીયાળ બારથી એક તરફ ગઇ પણ પહેલાં અગીયાર. પછી દસ….એવી રીતે.
કેલેન્ડરમાં પાનું ફાડયું ત્યાં આખું જ કેલેન્ડર ફાટી ગયું.
આ ફાટેલાં પાનાં ઘરમાં આમતેમ લથડીયા ખાતાં જાય છે.
વરસાદના છાંટા તેને ભીંજવે છે. આંકડાઓ અને અક્ષરો ચોખ્ખાં દેખાતાં નથી.
તેમાંથી એક પાનું મારી પાસે આવીને સ્થિર થઇ ગયું.
તેણે માણસનો આકાર લીધો. મારી સામે જોયું અને હું ઓગળી ગયો.
પછી યાત્રા શરૂ થઈ. દરિયો દેખાય છે. મોજાં સાથે હું પણ સફર કરી રહ્યો છું.
બધાં શબ્દો, સમય અને સ્થળો દરિયામાં ડૂબતાં જાય છે તે હું જોઉં છું.
હું ત્રણે કાળમાં એક સાથે વિહાર કરી રહ્યો છું.
બધું જ સમાંતર દેખાય છે. આ દરિયો પોરબંદરનો છે કે મુંબઈનો?
મેં દરિયાને પૂછયું કે તું કયાંનો? તું એક કે અનેક?
એ તો ખડખડાટ હસી પડ્યો. કહે છે કે મને નવા નવા નામ ને ગામ ગમે.નવા નવા લોકોને મળવાનું થાય.
કોઈ હિન્દ મહાસાગર કહે કે કોઈ વળી પેસિફિક પણ કહે.
મને કહે કે મૂક ને બધી લપ.
ચાલ આપણે ફરવા જઇએ.
મેં કીધું ચાલ ત્યારે.
મારો આ ભાઈબંધ અને હું બંને એકબીજાના હાથ પકડી ગીત ગાતાં ગાતાં આકાશમાં ગયાં.
ત્યાં સુધીમાં તો રસ્તામાં પણ મજા પડી ગઈ.
રંગો-વાદળો-ચન્દ્ર-સૂર્ય-તારાઓ બધાં અમારી સાથે યાત્રામાં સહયાત્રી.
પછી તો મેં દરિયાને કીધું કે મને તારી અદેખાઈ થાય છે.
ઈ કહે કેમ, શું વિચાર આવ્યો? મેં કીધું યાર, આટલાં બધાં ભાઈબંધો તો મારે ફેસબુકમાં પણ નથ
પછી તો ખબર ન પડી કે કયારે ગુરુત્વાકર્ષણ છૂટી ગયું, ને,
અમે બે ભાઈબંધો………ના…ના…. બે નહીં…..બધાં જ ભાઈબંધો છૂટાં પડ્યાં
ખોવાઈ ગયા.
હું હવે મૂંઝાયો.
કયાં છું હું?
એક વિરાટ હાસ્ય મને વીંટળાઈ વળ્યું.
પછી……એક ધીમો અવાજ.
અહીં બધું જ અંધ, અહીં ઇન્દ્રિયોને પ્રતિબંધ.
અહીં હોઠ વિનાનું હાસ્ય. ભાષા વગરના અવાજ.
મેં કહ્યું કે એ તો કહો. અહીં હું સ્વતંત્ર?
ફરી મૌન.
યાત્રા ચાલે છે. આંખ નથી પણ જોઇ શકું છું.
બધાં ને બધું જ દેખાય છે. આ સાંજનું પંખી કંઈ સીમ જેવું ચરે છે.
લાલ રંગ તરંગ હાથ મિલાવી ઊભાં છે. આ ભીની માટીની ખુશ્બુ મનને ભરી દે છે.
મારી પાસે હવે શરીર નથી પણ માત્ર અનુભવ રહ્યો છે.
સ્થળ-કાળ-સંદર્ભ રહિત આ જગત મારી સામે પરપોટાની જેમ પેદા થાય છે, હસે છે. રમે છે.
હું આ બુદબુદાથી રમું છું. ફૂંક મારી ઉડાડી દઉં છું ને પછી તે પકડવા માટે દોડું છું.
હજુ તો યાત્રા બાકી છે.
આવવું છે મારી સાથે?
—- હરીશ દાસાણી
|
Like this:
Like Loading...
“તારો છે કે મારો છે?”- હરીશ દાસાણીની મસ્ત ગઝલે યાદ આપે
ज़े-हाल-ए-मिस्कीं, मकुन-ब-रन्जिश,
बहाल-ए-हिज्र बेचारा दिल है
सुनाई देती है जिसकी धड़कन
तुम्हारा दिल या हमारा दिल है
वो आके पहलू में ऐसे बैठे
के शाम रंगीन हो गई है (३)
ज़रा ज़रा सी खिली तबीयत
ज़रा सी ग़मगीन हो गई है
(कभी कभी शाम ऐसे ढलती है
के जैसे घूँघट उतर रहा है ) – २
तुम्हारे सीने से उठ था धुआँ
हमारे दिल से गुज़ार रहा है
ये शर्म है या हया है क्या है
नजर उठाते ही झुक गयी है
तुम्हारी पलकों से गिरके शबनम
हमारी आँखों में रुक गयी है
LikeLiked by 2 people