સોક્રેટીસના વચનોઃ
“મારી હાજરી જ હું સાચેસાચ જે છું તે જોરશોરથી પોકારીને બધાને કહી રહી છે. હું જે મારા વિષે મોટા મોટા બોલ બોલી રહ્યો છું, એ તો પાછળથી મારી હાંસી ઊડાડવા માટે જ કામ લાગવાના છે!”
“આપણે જે બોલીએ છીએ, આપણા વિષે, કે આપણી પાસે શું શું છે. તો એક વાત જાણી લો કે એ બધું જ આપણને આપણી લાયકાતને કારણે મળ્યું નથી હોતું, પણ અંદરના સત્વને લીધે આપણે એ પામી શકીએ છીએ. આપણી અંદરનું તત્વ અને સત્વ છે, તે આપણે લઈને જન્મ્યા છીએ. એમાં આપણે કોઈ મોટો તીર નથી માર્યો. ”
“આપણે પહેલાં આપણી આદતોને બનાવીએ છીએ અને એમાં ગર્વ પામીએ છીએ કે આપણને ફલાણી ચીજ વિના ચાલે જ નહીં અથવા તો મને ફલાણું, કલાણાં સમયે કરવાની આદત છે. ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે એકવાર આ આદતોને બનાવવાનો મોકો આપણે ઝડપી લઈએ છીએ પછી ખબર પણ નહીં પડે તેમ આ જ સારી-નરસી આદતો આપણને જિંદગી આખી બનાવ્યા કરશે.”
“જીવનનો અર્થ શોધવા પહેલાં, જીવનને જીવતાં શીખો, જેમ સાગરમાંથી મોતી શોધી લાવવા, એના તળિયે ડૂબકી મારતાં શીખવું પડે છે, બિલકુલ, એ રીતે!”
“કોઈ મને આવીને મારી જરૂરિયાતો પૂરી પાડી જશે એવી ખેવના કરવી એટલે પોતાના પેટમાં છુરી ભોંકવી! જીવન ખુશીથી જીવી જવા માટે જરૂરિયાતો એટલી ઓછી રાખો કે જેને આંગળીને વેઢે ગણ્યાં પછી પણ વેઢાં બાકી રહે તો માનજો કે સુખની ચાવી તમને મળી ગઈ છે.”
સરસ વાત. જરૂરિયાતો એટલી ઓછી રાખો.
પણ કેટલાક લોકોની ભ્રમણા હોય છે…
હું સાધુ જેવો, મારી જરૂરત અમથી ઓછી,
ચાલ્યો પ્રવાસે ત્યારે જાણ્યું, માન્યું’તુ એ ભ્રમથી.
LikeLiked by 1 person
“જીવન ખુશીથી જીવી જવા માટે જરૂરિયાતો એટલી ઓછી રાખો કે જેને આંગળીને વેઢે ગણ્યાં પછી પણ વેઢાં બાકી રહે તો માનજો કે સુખની ચાવી તમને મળી ગઈ છે.”
સાચી વાત છે જયશ્રીબહેન. સહુ એ જીવનમાં ઉતારે તો સુખી થઈ જાય, પણ મુશ્કિલ એ છે કે એ ચાવી કોઈ મેળવવા નથી માંગતું.
LikeLiked by 1 person
સોક્રેટીસ પૂર્વેના પ્રાચીન ગ્રીક તત્વચિંતકોના વિચારો તથા સોક્રેટીસના પોતાના વિચારો પ્લેટો, એરિસ્ટોટલ, થિઓફ્રેસ્ટસ, હિપ્પોલિટસ, સેક્સ્ટસ, એમ્પિરિક્સ વગેરેની રજૂઆતોને આધારે સમજી શકાય છે, કારણ કે આ તત્વચિંતકોએ જ એમનાં વાક્યખંડો, સૂત્રો, પંક્તિઓ કે ટૂંકા ફકરાઓને પોતાની કૃતિઓમાં નોંધ્યા છ.ઈ.સ. પૂ. છઠ્ઠી સદીથી આરંભીને લગભગ અઢીસો વર્ષના ગાળામાં થયેલા ચિંતનનો આ વિભાગમાં સમાવેશ થાય છે. સોક્રેટીસ પહેલાંના આ ચિંતકોએ મુખ્યત્વે પ્રાકૃતિક પ્રક્રિયાઓની સાથે સંકળાયેલી સૃષ્ટિમીમાંસાની સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો કર્યા હતા. આ ગાળાના કેટલાક તત્વચિંતકોની વિચારણામાં નીતિમીમાંસા, ધર્મમીમાંસા, ઈશ્વરમીમાંસા અને જ્ઞાનમીમાંસાના તત્વો પણ જોવા મળે છે, પણ તેમનો મુખ્ય રસ સૃષ્ટિમીમાંસાનો હતો.અજે
અંતરની ઓળખઃ મા સુ શ્રી જયશ્રી વિનુ મરચંટના સંકલનમા બધા સુંદર વિચારોમા આ વિચાર સ્ટિક લાગ્યો,’ જીવન ખુશીથી જીવી જવા માટે જરૂરિયાતો એટલી ઓછી રાખો કે જેને આંગળીને વેઢે ગણ્યાં પછી પણ વેઢાં બાકી રહે તો માનજો કે સુખની ચાવી તમને મળી ગઈ છે.” ધન્યવાદ
LikeLiked by 1 person