(ગીતા ભટ્ટ “આંગણું” માટે નવા નથી. આજે ફરી એમનું ઘણાં વખતે “આંગણું”માં સ્વાગત કરતાં આનંદ અનુભવું છું. સ્વ. દાવડાભાઈ સાથેની એમની આ વાત આપના હ્રદય્ને પણ સ્પર્શી જશે.)
આજે જયારે આપણે અમેરિકાનો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યાં છીએ, ત્યારે દાવડાના આંગણમાં મુરબ્બી દાવડા સાહેબની યાદ આવી ગઈ! એમનાં શબ્દો: ”આવી વાત મને કેમ યાદ આવી નહીં?” બસ, એ યાદ ન આવ્યાની વાત યાદ આવી ગઈ; અહીં દાવડાના આંગણમાં એ સૌને માટે મોકલું છું: ખરેખર વ્યક્તિ ભલે ચાલી જાય છે, તેમની યાદ અહીં રહી જાય છે! અસ્તુ!
અમેરિકાનો સ્વાતંત્ર્ય દિન:
ચોથી જુલાઈ, સત્તરસો ને છોંત્તેર! 1776!
હા, લગભગ અઢી સો વર્ષ પહેલાં, આ દિવસે, અમેરિકાને સ્વાતંત્ર્ય મળ્યું! ‘એટલે, શું અમેરિકા ત્યાં સુધી પરતંત્ર દેશ હતો?’ કોઈને પ્રશ્ન થશે.
હા, અમેરિકા પર ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જની હકુમત ચાલતી હતી! આમ તો દેશ બધાં ઈમિગ્રન્ટ્સથી જ બનેલો: કોઈ ઈંગ્લેન્ડથી આવેલું, કોઈ ફ્રાન્સથી! કોઈ પોર્ટુગલથી તો કોઈ સ્પેઇનથી! બધાં જ પરદેશથી આવેલ ઇમિગ્રન્ટ્સ! પણ સત્તા બ્રિટનની! જો કે, ભારે ટેક્સ અને ઇંગ્લેન્ડની જોહુકમીથી ત્રાસીને અમેરિકામાં ઉહાપોહ શરૂ થયેલ. ને છેવટે રેવોલ્યુશન વોર – ક્રાંતિનું યુદ્ધ થયું. પાંચ વર્ષે અમેરિકાને સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો મળ્યો! અમેરિકા બહાદ્દુરોથી બનેલ સ્વતંત્ર લોકોની ભૂમિ કહેવાઈ! Land of the free and brave!
એવું કેમ?
એમ તો વિશ્વના ઘણાં રાષ્ટ્ર સ્વતંત્ર છે! પણ તેઓને સ્વતંત્ર અને બહાદ્દુરોનો દેશ કેમ કહેતાં નથી? અને એનો જવાબ જાણવા માટે ઇતિહાસને ફંફોળ્યો! પડોશીઓ અને મિત્રોને પણ પૂછ્યું!
ઈંગ્લેન્ડે અમેરિકાને સ્વાતંત્ર્ય તો બક્ષ્યું, પણ હવે શું? અહીં કોઈ બીજા રાજાને રાજગાદી આપવાની નહોતી! અહીં તો લોકશાહીની કેડી પાડવાની હતી! કંઈક નવું કરવાનું હતું! કશુંક નવું શોધવાનું હતું- સર્જવાનું હતું!
દરિયામાં કેડી નથી તેનો અર્થ એ નથી કે એ ખેડાયો નથી! ચંદ્ર પર રસ્તો નથી બંધાયો તેનો અર્થ એ નથી કે કોઈ ત્યાં પહોંચ્યું નથી! એવી જ રીતે અમેરિકામાં ત્યારે મુખ્ય તેર કોલોની – વસાહતો -હતી તેના આગેવાનો ભેગા થઈને કોઈ રસ્તો શોધતા હતા!
યુરોપના જુદા જુદા દેશોમાંથી આવી વસેલ આ સૌના દિલ પર સૌ દેશવાસીઓનું હિત હતું. અને આ મથામણ તેર વર્ષ ચાલુ રહી! બધા મહાનુભાવો ન્યુયોર્ક, વોશિંગટન, વર્જિનિયા વગેરે વસાહતોમાંથી ભેગા થાય અને ચર્ચા વિચારણા કરે .મતભેદો ઉભા થાય છતાં બધાં ભેગાં રહીને ચર્ચા કરે તે માટે preside કરવાનું કામ -નક્કી કરવાનું કામ (કોણ બોલે, કેટલું બોલે વગેરેનો નિર્ણય કરવાનું કામ) જે આજે પાર્લામેન્ટમાં સ્પીકરનું છે: તે કામ ‘પ્રેસિડન્ટનું’ હતું.
છેવટે આજે જેને આપણે ડેમોક્રસી – લોકશાહી કહીએ છીએ તેનો જન્મ થયો! સૌથી પહેલા પ્રેસિડન્ટ બન્યા જ્યોર્જ વોશિંગટન (1789) જેમણે યુદ્ધમાં મુખ્ય સેનાપતિ તરીકે કામ કર્યું હતું, જેમની વ્યૂહ રચનાથી ઇંગ્લેન્ડ જેવા ભયંકર તાકાત ધરાવતા દેશને હરાવી શકાયો હતો! અને અમેરિકાએ વિશ્વને લોકશાહીનો એક નૂતન વિચાર આપ્યો! (આપણે ત્યાં પુરાણોમાં ગણ તંત્રની વાતો છે) પણ અર્વાચીન યુગમાં લોકશાહી! તદ્દન નવો જ અભિગમ! લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું રાજ! એ લોકશાહી રાષ્ટ્રનો સ્વાતાંત્ર્ય દિન આપણે રાષ્ટ્રીય રજા રાખી ફટાકડા, આતશબાજી, પરેડ અને પિકનિકથી ઉજવીએ છીએ!
પણ મન મર્કટ! ઊડીને અઢારમી સદીના ભારતના ઇતિહાસમાં પહોંચી ગયું! શું બની રહ્યું હતું મારા દેશમાં ત્યારે?
જયારે હજુ નવો શોધાયેલ દેશ અમેરિકા, રાજાશાહીને હટાવીને લોકશાહીની કેડી કંડારી રહ્યો હતો, ત્યારે ભારત વર્ષ મરાઠા શાસનથી ધમધમતું હતું. એક બાજુ ઔરંગઝેબ પચ્ચીસ પચ્ચીસ વર્ષથી મરાઠાઓને હરાવવા પ્રયત્ન કરતો હતો અને બીજી બાજુ અંગ્રેજો પગ જમાવવા પ્રયત્ન કરતા હતા. ત્યારે મરાઠાઓમાં અંદર અંદર સત્તાની હોંસાતુંસીમાં divide and rule ભાગલા પાડો અને જીતો એ નીતિથી, અંગ્રેજો ફાવી ગયાં! એક ગ્રુપે અંગ્રેજોની મદદ લીધી, બીજાએ ફ્રેન્ચોની! બે બિલાડીઓ બાઝી એમાં યુરોપ નામનું કૂતરું ફાવી ગયું! આવું કેમ? થોડું વિચિત્ર લાગે, પણ પોતાના નજીવા સ્વાર્થ ખાતર દેશને હોડમાં મૂકે એવું ટૂંકું વિચારનારોની કમી નહોતી મારા દેશમાં! ક્યારેક ઊંડું વિચારતાં થાય કે સ્વનું કલ્યાણ , આત્માનું કલ્યાણ કરવાની ભાવના ,કોઈ કોઈનું નથી રે – કોઈ કોઈનું નથી! એવી પલાયનવાદની ભાવના, કે ક્યારેક “આપણે શું?” “ચિત્તનું શીદને ચિંતા કરે, હરિએ ધાર્યું હોય તે થશે” એ પેસિવ વિચારધારાએ આપણી સઁસ્કૃતિને અને દેશને જેટલું બળ આપ્યું છે એટલું જ નુકશાન પણ કર્યું હશે! આવું કેમ?
…આશ્ચર્ય થાય છે કે આપણી સઁસ્કૃતિમાં દેશના રક્ષણની જવાબદારી એક ક્ષત્રિય વર્ગને જ સોંપી! સામી છાતીએ ઘાવ ઝીલવા પેલાં ક્ષત્રિયોએ જવાનું, અને પાછળથી પોતાનાં જ લોકોને પરદેશીઓની મદદથી પછાડવાની વ્યૂહ રચનાઓ બીજા લોકોએ (બ્રાહ્મણ & વૈશ્ય) લોકોએ ઘડવાની! અને તેમાંયે પેલાં રજપૂતો સામી છાતીએ ઘા ઝીલવામાં રણમાં ખપી જાય પણ દુશ્મનને પીઠ ના બતાડે? અને દુશ્મન ગમે તેવા કાવા દાવા કરે, અરે પાછળથી યે ઘા કરે પણ આપણે આપણી રણનીતિમાં ક્યાંયે કાવાદાવા નહીં કરવાના! આવા ઇતિહાસને જાણીને લોહી ઉકળી ગયું! આવું કેમ? અને, આપણો દેશ ધીમે ધીમે- સોરી, ઝડપથી – પરતંત્રતાની બેડીઓમાં ઘેરાવા માંડ્યો! બસ આ એજ સમય હતો જયારે અમેરિકાએ સ્વતંત્ર દેશ બની લોકશાહીનો ડંકો ગજાવવા માંડ્યો અને વર્ષ હતાં સત્તરસો છોત્તેર .. સિત્યોતેર .. હા એ અઢારમી સદી હતી! આવું કેમ?

P. K. Davda on July 3, 2018 at 6.18 said:
Edit
“જ્યારે અમેરિકા સ્વતંત્રતા તરફ કૂચ કરી રહ્યું હતું ત્યારે ભારત ગુલામી તરફ આગળ વધી રહ્યું હતું.”
“વાહ, ગીતા બહેન, ઈતિહાસને આ રીતે સીંક્રોનાઈઝ કરવાનો તમારો પ્રયત્ન દાદ માંગે છે. મને ક્યારે પણ આવું ન સુઝ્યું, “આવું કેમ?”
મુરબ્બી દાવડાસાહેબ ની અધ્યયન શીલ વૃત્તિ અને સ્વતંત્ર અને સ્વસ્થ ચિતન તથા રાષ્ટ્રીય ભાવના-આ બધું આ લેખમાં સ્પષ્ટ.
LikeLiked by 1 person
“જ્યારે અમેરિકા સ્વતંત્રતા તરફ કૂચ કરી રહ્યું હતું ત્યારે ભારત ગુલામી તરફ આગળ વધી રહ્યું હતું.”
મારી દ્રષ્ટિએ બે પ્રજાના વિચારો, અને ખાસ તો tendencies, મા ગહેરો તફાવત. ગીતાબેને ઉંડાણમાં આ વર્ણવ્યું છે. ગીતાબેનનાં વિચારો અને analysis of differences બહુ જ મહત્વ પૂર્ણક છે.
ગીતાબેનના આ લેખને બીજી ભાષાઓમાં, ખાસ તો અંગ્રેજીમાં, પ્રસિદ્ધ કરવો જોઈએ અને widely distribute કરવો જોઈએ જેથી હિંદુસ્દેતાન દેશનાં લોકોમાં, અને ખાસ તો so called નેતાઓમાં, જાગૃતિ આવી શકે.
મારું email address પ્રકાશિત કરો તો વાંધો નથી.
LikeLiked by 1 person
‘અરે પાછળથી યે ઘા કરે પણ આપણે આપણી રણનીતિમાં ક્યાંયે કાવાદાવા નહીં કરવાના! આવા ઇતિહાસને જાણીને લોહી ઉકળી ગયું! આવું કેમ?’ કૌટિલ્યની નીતિ પ્રમાણે સતાધીશોએ માન્યું હોત તો ઘણો ફેર પડતે…
સાંપ્રત સમયે આ વાતે ઘણો ફેર પડ્યો છે.
LikeLiked by 1 person
bhrat desh na people swarthi manovruti vala lage che. 1947 azadi malya pachi vadaprdhan ane biji post mate takraro chali hati. ani vigat sardar nu jivan ma vigat he. navjivan press ma thi publish thayu che. khurshi chodvi nathi bhale desh nu ke loko nu je thay te khru mari khrshi sahi salamat hu sahisalamat.
LikeLiked by 1 person