અનેક કવિઓએ શૈશવને પોતપોતની રીતે લાડ લડાવીને જીવનના દરેક સ્તરે યાદ પણ કર્યું છે. કવિ શરૂઆત કરે છે કે બાળપણને ભૂલવું અશક્ય છે અને એની યાદો જીવનના છેલ્લા શ્વાસ સુધી સતત ચકતિ રહેશે અને અંતરમનને ઉજાલતી રહેશે. જિંદગીની ઘટમાળની વ્યસ્તતા અને અંત સમયની એકલતાની અટવીમાં અટવાયેલા આપણે સહુ માટે બચપણ એક એવી યાદોનો ખજાનો છે કે જેને સ્મરીને આપને મનથી માલામાલ થઈએ છીએ.
એવાંયે ઘણાં હોય છે જેમનું બચપણ અનેક તકલીફો, ભૂખ અને તરસ વેઠતાં વીત્યું છે પણ એ સહુ માટેય એમનું બાળપણ એક મોટી મિરાત છે. ઈશ્વરે એ અવસ્થા જ એવી આપી છે કે જેમાં ” Needs” – જરુરિયાતો જ એટલી ઓછી હોય છે અને “Wants” – જોઈતી વસ્તુઓની સમજ એવી ન હોવાથી જ આ બચપણ આટલું નિર્દોષ અને નિર્મળ હોય છે.
નિદા ફાઝલી કહે છે તેમ, ” બચ્ચોં કે નાજુક હાથોં મેં ખેલ ખિલોને રહેને દો! ચાર કિતાબેં પઢકર વો ભી હમ જૈસે હો જાયેંગે!” આ “હમ” જેવા થયા કે દુનિયાના બધાં જ “ગમ”થી નાતો જોડાયો જ સમજો!
બચપણ!
યાદ બચપણની જે ભીતર, ઝંખવાશે ના કદી;
ઘુમરાતી મન મહીં, એ વિખરાશે ના કદી!
એક ભીની યાદ, સળવળતી અગોચર ગોખલે;
ગૂંજતી ચારે દિશાએ, વિસરાશે ના કદી;
દોડતું મન તીર વેગે, ઝાલવા છૂટે એ ક્ષણ;
ખૂલતાં ધાગા સમયના, રેંહસાસે ના કદી!
મૂળ સોતા ઊખડે ઊંડાણથી, એ મૂળિયા;
તૂટશે બંધન ધરાનુ, જીરવાશે ના કદી!
થાય વેરી જો જમાનો, ના સહારો કોઇનો;
જ્યોત શ્રધ્ધાની દિલે તો, ઓલવાશે ના કદી!!
શૈલા મુન્શા તા.૦૭/૦૭/૨૦૨૦
“મૂળ સોતા ઊખડે ઊંડાણથી, એ મૂળિયા;
તૂટશે બંધન ધરાનુ, જીરવાશે ના કદી!”
જયશ્રીબહેન,
મારી આ ગઝલ દાવડાના આંગણામાં મુકવા બદલ આભાર. આ ગઝલને ઘણા પ્રતિસાદ મળ્યા છે, પણ ઉપરની પંક્તિઓ વાંચી ભારત પાકિસ્તાનના ભાગલા વખતે વતન છોડી પહેરે કપડે ઘરબાર સઘળું છોડી જનારને જે વેદના થાય એ જખમ ઘણાના તાજા થઈ ગયા. મૂળ સોતા ઉખડવાની વેદના તાજી થઈ ગઈ.
કવિની કલ્પના વાચકના હ્રદયને ઝંઝોડે, દિલ સુધી વાત પહોંચે ત્યારે સર્જક પણ એ વેદનાના ભાગીદાર બની જતા હોય છે.
LikeLiked by 1 person
શૈલાબેનનું લખાણ અને કાવ્ય ખૂબ સરસ છે. “એક ભીની યાદ સળવળતી અગોચર ગોંખલે..” …વિશેષ ગમી.
સરયૂ
LikeLiked by 2 people