“દોસ્તી અનલિમિટેડ”
લેખનઃ સેજલ પોન્ડા
પઠન કલાકારઃ ધર્મેન્દ્ર ગોહિલ
જે સર્જન કરે એ સર્જક.
ચમત્કાર કરે તે ઈશ્વર.
જ્ઞાન આપે તે ગુરુ.
ભવિષ્ય ભાખે તે જ્યોતિષ.
જાદુ કરે તે જાદુગર.
જો આ બધી વિશેષતા એક જ વ્યક્તિમાં હોય, તે એ છે દોસ્ત..!
જેને રાત્રે બે વાગે જગાડી શકાય, ગુસ્સો કરી જેને મારી શકાય,
જેની સામે હસી શકાય, રડી શકાય, જેની મશ્કરી કરી શકાય
સપનાં વહેંચી શકાય, એ છે દોસ્ત!
સ્વભાવ, સપના, દિશા, આકાશ બધું જ ભિન્ન હોય છતાં એ આપણો દોસ્ત છે!
દોસ્તી માટે એકલક્ષી હોવાનું જરૂર નથી.
દોસ્તી લક્ષનો નહીં, મનનો મેળાપ છે.
દોસ્તી સર્જક બને, ઈશ્વર બને, ગુરુ બને, જ્યોતિષ બને
જાદુગર બનીને વહેતી રહે, એ માટે હું જ કહું છું,
“તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ, દોસ્ત!
નીચેની લીંક પર ક્લીક કરીને ઔડિઓ-વિઝ્યુલની મજા માણો.
https://m.facebook.com/story.php?story_fbid=3061360943917862&id=100001319605046
“દોસ્તી અનલિમિટેડ”-સેજલ પોન્ડાની સ રસ રચના
લીંકથી ઔડિઓ-વિઝ્યુલ માણવાની ની મજા આવી
LikeLiked by 1 person
“દોસ્તી સર્જક બને, ઈશ્વર બને, ગુરુ બને, જ્યોતિષ બને
જાદુગર બનીને વહેતી રહે, એ માટે હું જ કહું છું,
“તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ, દોસ્ત!”
સેજલબહેન દોસ્તીની અનુપમ વ્યાખ્યા અને લેખન ને ધર્મેંદ્રભાઈના સ્વરે સાંભળવાની ખૂબ મઝા આવી.
LikeLiked by 1 person