“સફળતા પ્રગટે છે ભીતરમાંથી,“
“એક મેળામાં ફુગ્ગાવાળો ફુગ્ગાઓ વેચી રહ્યો હતો. રંગબેરંગી ફુગ્ગાઓ વેચવા માટે લોકોનું ધ્યાન ખેંચવા તે થોડા થોડા સમયે જુદા જુદા રંગનો એકાદ ફુગ્ગો આકાશમાં છોડી દેતો. તેને જોઈને બાળકો કિકિયારી મારી એને ખરીદવા આકર્ષાતાં.
હંમેશની જેમ ફુગ્ગાવાળો ફુગ્ગા વેચવામાં વ્યસ્ત હતો, ત્યાં કોઈ એનો ઝભ્ભો ખેંચી રહ્યું છે એવું તેણે અનુભવ્યું. પાછું વળીને તેણે જોયું તો એક નાનકડો આફ્રિકન, કાળો છોકરો હતો. નજર મળતાં જ એ છોકરાએ તેને પૂછ્યું, “તમે કાળા રંગનો ફુગ્ગો છોડશો તો તે પણ ઊડશે?”
ફુગ્ગાવાળાએ વાત્સલ્યપૂર્વક એ છોકરાના માથે હાથ પસારીને ઉત્તર વાળ્યો. “બેટા, ફુગ્ગાઓ તેમના રંગને લઈને નહીં, પણ તેમની ભીતરમાં જે હોય છે, તેનાથી ઉપર જતા હોય છે.””
(આ પ્રસંગ મેં ક્યાંક ઘણાં સમય પહેલાં વાંચ્યો હતો પણ ક્યા પુસ્તકમાં એ યાદ નથી આવતું. એ અજાણ્યા પુસ્તકના સૌજન્યથી આ પ્રસંગ હું અહીં ટાંકી રહી છું અને આભાર પ્રગટ કરું છું.)
દરેક માણસની ભીતરમાં જે પ્રાણ તત્વ રહ્યું છે તે જ સાચા અર્થમાં મનુષ્યએ જાતે જ શોધવાનું હોય છે. આ શોધ બહારથી અંદરની હોય શકે કે અંદરથી અંદરની હોય શકે. આ તત્વ જ જગાડે છે સત્યનું. ભરોસાનું, મહેનતનું અને પ્રામાણિકતાનું સત્વ. એકવાર આ સત્વની ‘કુંડલિની’ જો જાગી ગઈ પછી અલૌકિક શાંતિનું જગત સમસ્ત હાથવેગું જ હોય છે.
એક એવો પણ સવાલ ઊઠે છે કે આ શોધ બહારથી ભીતરની હોવી એટલે શું અને અંદરથી અંદરની હોવી એટલે શું? આપણે ઉપરના પ્રસંગના સંદર્ભમાં વિચારી જોઈએ. એ આફ્રિકન કાળો છોકરો એ ફુગ્ગાવાળાને પુછે છે કે કાળા રંગનો ફુગ્ગો ઉપર જાય કે નહીં અને ફુગ્ગાવાળાના જવાબથી એને સમજાય છે કે ફુગ્ગાની અંદરનું તત્વ જ મહત્વનું છે અને એના અંતરમાં જે સમજણનો પ્રકાશ થાય છે, એ જ છે બહારથી અંદરની શોધ. હવે એ બાળક ફુગ્ગાવાળાને અલગ અલગ રંગના ફુગ્ગા ઊડાડતા જુએ અને એને અંતરમાં ઉજાસ થાય કે એવું કંઈક ફુગ્ગાની અંદર છે જે ફુગ્ગો કોઈ પણ રંગનો હોય તોયે એને ઊડાડે છે. આ જ છે અંદરથી અંદરની શોધ. શોધનો પ્રકાર કોઈ પણ હોય પણ આ સતત ખોજ કરતા રહેવું જરૂરી છે, અને હા, આ શોધ અજાણ્યા રસ્તાઓ અને એના મોડ પર આપણે આજીવન કરતા રહેવાની છે. કબીર, સૂરદાસ, મીરાં, નરસિંહ આ બધાંએ જીવન આખું આ અંદરથી અંદરની શોધની વણથંભી મુસાફરીમાં જ કાઢ્યું અને અમરત્વ પામ્યાં. હું આને અમરત્વ નહીં પણ અમૃતરસ કહું છું. – જયશ્રી વિનુ મરચંટ
ખુબ સરસ મારી તો સવાર સુધરી ગઇ…રોજ સવારે …મલે?…
LikeLiked by 1 person
FUGA MA UNDER EK SARKHU HELIUM GAS CHE JE FUGA NE UDADE CHE. BHALE KOI PAN RANG NO FUGO HOY. TEVI J RITE BHAGWANE DREK NI UNDER EK TATV MOKYU CHE JE BADHA NE JIVADE CHE. BHALE HARIJAN ,MUSLIM, HINDU, AFRICAN. PARSI, RAJPUT.SHIKH,KHRISTI. ANY COME ANY LIVE (ANIMAL. BIRDS ETC SURSTI NA DAREK JIV )RELIGIOUS HOY TE TATV DREK MA EK J CHE.TENE JANVA NO PRAYASH SCIENTIST KARYO HATO PAN NISHFAL GAYA. TAMARI JATE TRY KARO TOLAMBA SAMAYE JARUR JOI SHKSHO NE LIFE ENJOYED KARISHAKSHO.
LikeLiked by 1 person
અંતરની ઓળખ મા સુ શ્રી જયશ્રી વિનુ મરચંટનુ સ રસ સંકલનઃ
ફુગ્ગાની અંદર છે જે ફુગ્ગો કોઈ પણ રંગનો હોય તોયે એને ઊડાડે છે. આ જ છે અંદરથી અંદરની શોધ. શોધનો પ્રકાર કોઈ પણ હોય પણ આ સતત ખોજ કરતા રહેવું જરૂરી છે,’
પ્રેરણાદાયી વાત
LikeLike