હવે સૌ સૂક્ષ્મસ્થૂળ,સ્થળ-કાળને પામી.
અને આગળ જવાનું છે.
સદા રમતું રહે વડ-પાંદડે એ બાળને પામી.
અને આગળ જવાનું છે.
શબદની આંગળી છોડો હંમેશા મનમાં રમનારા.
બધી સીમા વળોટીને જ ત્યાં.
આગળ જવાનું છે.
નથી જાગૃત,સ્વપ્ન કે સુષુપ્તિ કાળની વાતો.
સહુ પુરુષાર્થ છોડીને જ તો.
આગળ જવાનું છે.
અહીં ના શબ્દ સ્પર્શ રૂપ રસ કે ગંધની સૃષ્ટિ.
પરંતુ તે છતાં રમતાં રહી.
આગળ જવાનું છે.
કદી સર્જન,કદી પોષણ,કદી સંહારની લીલા.
સ્વયંભૂ સ્વસ્થ રહીને. જોઇને.
આગળ જવાનું છે.
– હરીશ દાસાણી.
“શબદની આંગળી છોડો હંમેશા મનમાં રમનારા.
બધી સીમા વળોટીને જ ત્યાં.
આગળ જવાનું છે.” બહુ સરસ.
LikeLike
અહીં ના શબ્દ સ્પર્શ રૂપ રસ કે ગંધની સૃષ્ટિ.
પરંતુ તે છતાં રમતાં રહી.
આગળ જવાનું છે.
કદી સર્જન,કદી પોષણ,કદી સંહારની લીલા.
સ્વયંભૂ સ્વસ્થ રહીને. જોઇને.
આગળ જવાનું છે.
વાહ
હરીશ દાસાણી.ની સરસ રચના
LikeLike
“કદી સર્જન,કદી પોષણ,કદી સંહારની લીલા.
સ્વયંભૂ સ્વસ્થ રહીને. જોઇને.
આગળ જવાનું છે.”
અત્યારના કપરાં કાળમાં સ્વસ્થ રહી આગળ જવાનુ છે.
LikeLike