મને અહીં હેમિંગ્વેના જીવન સાથે જોડાયેલો એક પ્રસંગ યાદ આવે છેઃ એક ઈન્ટરવ્યુમાં એમને કોઈએ પૂછ્યું, ‘તમારું સર્વ શ્રેષ્ઠ સર્જન કયું? ક્યો સમકાલિન પ્રસિદ્ધ લેખક તમારો ફેવરીટ છે?” હેમિંગ્વેએ થોડોક વિચાર કરીને કહ્યું, “હું દર અઠવાડિયે મારા મોચી પાસે મારા બૂટની પોલિશ કરાવવા જાઉં છું. અને, દર અઠવાડિયે, મારા બૂટને પોલિશ કરતાં કરતાં, તેઓ મને એમના જીવન સાથે સંકળાયેલી અલકમલકની વાત કહે છે. એમની વાત પૂરી થાય ત્યારે જ પોલિશ પણ પૂરી થાય. એક દિવસ હું જ્યારે ગયો ત્યારે એ ખૂબ ઉદાસ હતા. પૂછતાં ખબર પડી કે આગલે દિવસે જ એમના એકના એક, ૧૦ વર્ષના દિકરાનું ફ્યુનરલ હતું. મેં એમને કહ્યું “અરે, તો તમે આજે કામ પર આવ્યા જ કેમ?” એણે જે વાત કહી એ મારી ફેવરીટ સ્ટોરી છે, જે કોઈ બુકમાં લખાઈ નથી. એ બોલ્યા, “અમે ડચ છીએ અને અમારા દેશમાંથી કોમી રમખાણોને લીધે ભાગીને અહીં આવ્યા છીએ. ગઈ કાલે મારો દિકરો સ્કૂલમાંથી પાછો આવતો હતો, ત્યારે રસ્તા પર કોણ જાણે ક્યા કારણોસર તોફાન અને હિંસા ફાટી નીકળ્યા હતા. એમાં એને ક્યાંકથી ગોળી લાગી ગઈ અને એ ત્યાંને ત્યાં મૃત્યુ પામ્યો. પોલીસે આ તોફાન અને હિંસા કરનારાઓને પકડી તો લીધા છે અને મને આજે બોલાવ્યો પણ છે કેસ દર્જ કરવા. મને થયું, મારો દિકરો તો પાછો નથી આવવાનો. હું અને મારી પત્ની એમને સજા અપાવીશું પણ એમાંથી એમના કોઈ સંતાનો પણ બદલાની આગમાં બળીને ભવિષ્યમાં હિંસાકારી નહીં થાય એની શું ખાતરી? જે હિંસાને કારણે અમે અમારો દેશ છોડ્યો, આપણે એ હિંસાના પૂરક તો ન જ થવું જોઈએ. આથી જ અમે નક્કી કર્યું કે અમે અમારા કામમાં જ લાગી જઈશું. મારી પત્ની એના કામે ગઈ અને હું મારા કામે.” હું અવાક્ હતો. મને દિલાસો આપવા માટે શબ્દો જ નહોતા મળતાં. મેં માત્ર એટલું જ કહ્યું, “મે ગોડ રેસ્ટ્સ હિઝ સોલ ઈન પીસ.” અને રોજની જેમ એમના મહેનતાણાંનાં પૈસા આપવા ગયો તો એમણે કહ્યું, “પેલા ડબ્બામાં નાખી દો. જે લોકો આ રમખાણોને લીધે જેલમાં છે, એમાંનાં જેને પણ એમનાં બાળકો માટે જરૂર હશે એને હું અને મારી પત્ની અમારી એક અઠવાડિયાની કમાણી આપી દઈશું.” હેમિંગ્વેએ આગળ કહ્યું, “મેં એ ડબ્બામાં પૈસા નાંખ્યા, મારા આંસુ લૂછ્યા અને બૂટ પહેરીને બહાર નીકળી ગયો. એ ભાઈને અને એમની પત્નીને ન તો દેશો વચ્ચેની સીમાઓ નડી કે ન એમણે એ જાણવા પણ કોશિશ કરી કે જેણે એમના સંતાનને મારી નાંખ્યો એ કોણ હતા? દેશકાળની સીમા પરે એક એવું નગર હતું માણસાઈનું, એનું સરનામું મને ત્યારે મળ્યું હતું. એમના હ્રદયની સચ્ચાઈથી છલકાતી, આનાથી ઉત્તમ સ્ટોરી ન તો મેં આજ સુધી વાંચી છે કે ન તો લખી છે.”
સુ શ્રી જયશ્રી વિનુ મરચંટના અંતરની ઓળખમા..’દેશકાળની સીમા પરે એક એવું નગર હતું માણસાઈનું, એનું સરનામું મને ત્યારે મળ્યું હતું. એમના હ્રદયની સચ્ચાઈથી છલકાતી, આનાથી ઉત્તમ સ્ટોરી ન તો મેં આજ સુધી વાંચી છે કે ન તો લખી છે.”
અમે પણ આજે હ્રદયની સચ્ચાઈથી છલકાતી વાર્તા માણી
LikeLiked by 2 people
માણસાઈના નગરમાં સચ્ચાઈ છલકતા હ્રદયની આ વાત અતિ સ્પર્શી ગઈ.
કોઈ એક જણ પણ આ દિશામાં વિચારતા થાય તો કેટલી હિંસા અટકાવી શકાય?
LikeLiked by 2 people
“પોલીસે આ તોફાન અને હિંસા કરનારાઓને પકડી તો લીધા છે અને મને આજે બોલાવ્યો પણ છે કેસ દર્જ કરવા. મને થયું, મારો દિકરો તો પાછો નથી આવવાનો. હું અને મારી પત્ની એમને સજા અપાવીશું પણ એમાંથી એમના કોઈ સંતાનો પણ બદલાની આગમાં બળીને ભવિષ્યમાં હિંસાકારી નહીં થાય એની શું ખાતરી? જે હિંસાને કારણે અમે અમારો દેશ છોડ્યો, આપણે એ હિંસાના પૂરક તો ન જ થવું જોઈએ.”
એક સામાન્ય વ્યક્તિના આવા ઉમદા વિચાર જો સહુ અપનાવે તો દુનિયામાં થી નફરત, ક્રોધ અને માસુમોની જિંદગી નો ભોગ ના અપાય.
LikeLiked by 1 person