From: “Tears to Triumph: The Spiritual Journey from Suffering to Enlightenment:” – Maryanne Williamson ના સૌજન્યથીઃ
આ ભાવાનુવાદ મેં મારી સ્મૃતિમાંથી કર્યો છે. આ પુસ્તક ખરેખર અદભૂત છે. મેં પાંચ-સાત વર્ષો પહેલાં ક્યારેક તો હું એકલી જ ભારત જતી હતી, તે વખતે, આ પુસ્તક એરપોર્ટ પરથી ખરીદ્યું હતું. હું ફ્લાઈટ પર એક જ સીટીંગમાં એને વાંચી ગઈ. એમાંનાં કેટલાક અદભૂત તથ્યો મારા મનમાં ત્યારે યથાવત વસી ગયાં હતાં અને આજે પણ એ અકબંધ છે. અહીં આવીને એ પુસ્તક મેં મારા બેસ્ટ મિત્રને વાંચવા આપ્યું હતું, જે મિત્ર આજે હયાત નથી. અમે ઘર બદલ્યું અને એમાં આ કિતાબ ક્યાંક તો આડે હાથે મૂકાઈ ગઈ કે ખોવાઈ ગઈ. આજે, મારા એ મિત્રની સાથે આ પુસ્તક પર કરેલી ચર્ચાએ જ એ બુકના કેટલાં સત્યોને મારા અંતરમનમાં હજુ યથાવત રાખવામાં ભાગ ભજવ્યો હોય એવું અચેતન મન આજે મને કહી રહ્યું છે. નીચેની બાબત પર અમે ઘણી ઊંડી ચર્ચા-વિચારણા કરી હતી, જેને મારી યાદની પેટી ખોલીને આપ સૌની સામે મૂકતાં મને આનંદ થાય છે અને એ વ્હાલા મિત્રની ખોટ પણ લાગે છે. આ મિત્ર હતા, મારા પતિ, વિનુ મરચંટ. પુસ્તકોના વાંચનના શોખે અમને બેઉને બાંધ્યા હતાં અને તે બંધન અમારી વચ્ચે જીવનના અંતિમ દિન તક રહ્યું હતું. મિતભાષી વિનુ સાથે ફુરસદની પળોમાં અમે વાંચેલાં પુસ્તકની ટીપ્પણી કરવાના આનંદની મને મોટી ખોટ આજે પણ લાગે છે.)
આપણને સૌથી ઊંડો ડર એ નથી કે આપણે અપૂરતા છીએ, કે, આપણી અંદર કમીઓ છે. હા, સમાજમાં કેટલાક લોકો એવા છે કે, જેઓ આપણને આપણી કમીઓ માટે કોમ્પ્લેક્ષ અપાવવાની કોશિશ કરતાં રહે છે. આવા લોકો એટલે આમ કરવામાં સફળ થાય છે કારણ કે, આપણો સૌથી ઊંડો ડર તો એ છે કે મનુષ્ય તરીકે આપણે કલ્પના પણ ન કરી શકીએ, એટલા આપણે સમર્થ અને શક્તિમાન છીએ. માણસમાત્રને તાકાત અને તાકાતવરનો ભય લાગતો હોય છે, પછી ભલે ને, એ તાકાતવર કોઈ પણ બીજા વ્યક્તિઓ હોય શકે કે આપણે હોઈએ. આપણને આપણા અજ્ઞાનરૂપી અંધકારનો નહીં, પણ આપણી સમજના અને સત્યના પ્રકાશનો ડર વધુ લાગે છે. આપણે જ આપણી જાતને સતત પ્રશ્ન કરતાં હોઈએ છી એ કે, “હું વળી કોણ એવો પ્રતિભાશાળી અને હોશિયાર ને મહાન થઈ ગયો?” તમે એ સ્વીકારવા તૈયાર નથી કે તમે શક્તિશાળી છો જ. કારણ, તમે ઈશ્વરનું સંતાન છો. તમે પોતાને નીચે દેખાડવાના દંભ કે રમતથી કોઈનું યે આ વિશ્વમાં કોઈનુંય ભલું કરી શકવાના નથી, પોતાનું ભલું પણ નહીં.
તમારી આજુબાજુના લોકો તમારા આત્મવિશ્વાસને લઈને અસલામતીની લાગણી ન અનુભવે આથી જ તમે પોતે તમારી જાતના કોચલામાંથી બહાર આવતાં ડરો છો, જેનું ગૌરવ ન થવું કે ન હોવું જોઈએ. ઈશ્વર સર્જીત બધાં જ પ્રાણીઓના સંતાનોની જેમ આપણે પણ ચમકવા માટે અને વિશ્વને ચમકાવવા માટે જ જન્મ પામ્યાં છીએ. આપણી અંદરના દૈવી તત્વને આપણે બહાર, જગતમાં લાવવાનું છે કે જેથી આ દુનિયાના અંધકારને નષ્ટ કરવાની ક્રિયામાં આપણે આપણો નોંધનીય ફાળો આપી શકીએ.
ઈશ્વરીય તત્વ, જ્ઞાનનો અને સત્યનો પ્રકાશ બનીને આપણી ભીતર છે. આપણે એને બહાર લાવીને ઉજાગર કરવાનો છે. જ્યારે આપણે એ તેજને બહાર લાવીએ છીએ ત્યારે આપણા જેવા અનેકો -કે, જેને પોતાનાથી જ ડર લાગતો હોય- માટે પ્રેરણાનો સ્ત્રોત બનીએ છીએ. જેવા આપણે જ આપણા આ ડરથી બહાર નીકળીએ છીએ, એવાં જ આપણી હાજરીથી પ્રેરાઈને. આપણી આસપાસનાં બીજાં બધાં પણ, કાળક્રમે-Eventually-આપબળે અને આપમેળે મુક્ત થાય છે. આ મુક્તિની ઑલિમ્પિક ટોર્ચ સતત જલાવતાં રાખવાનું દરેકનું જીવનકર્તવ્ય-Calling- છે
સુ શ્રી જયશ્રી વિનુ મરચંટના અંતરની ઓળખમા “Tears to Triumph: The Spiritual Journey from Suffering to Enlightenment:” – Maryanne Williamson જેવા ગૂઢ વિષયને સરળ રીતે સમજાવ્યું છે તેમા આ વાત વધુ ગમી.’ઈશ્વરીય તત્વ, જ્ઞાનનો અને સત્યનો પ્રકાશ બનીને આપણી ભીતર છે. આપણે એને બહાર લાવીને ઉજાગર કરવાનો છે’ તે વાત વિગતે સમજાવવા વિનંતિ
LikeLike
જયશ્રીબેન ખુબ સરસ ….આજકાલ તો લોકો હરીફાયમાં પોતાની અંદર કે ભીતર જતા જ નથી …..you made
my Day…
LikeLike
ભીતરની ઓળખ પછીનું આપણું અસ્તિત્વ બદલાય જાય છે
મન ને શું ગમે ન ગમે એ ખરેખર ઓળખતા થઈએ છે પછી હરિફાઈ જ મટી જાય છે…
LikeLike