“દાદીમા, આપણે ભગવાનના મંદિરે દરરોજ જઈએ છીએ! રોજે આપણે જ જવાનું? કોઈ દિવસ એ આપણા ઘેર ન આવે?’’ ભોળા બાળકે પૂછેલું.
જવાબમાં દાદીમા પહેલાં તો હસ્યાં અને પછી કહ્યું, “દીકરા એ ન આવે. આપણે જ જવું જોઈએ.’’
“પણ કેમ ન આવે?’’ બાળકે ફરી પૂછયું.
“બેટા, કહ્યુંને એ ન આવે. એ ભગવાન છે.’’ દાદીમાએ ટૂંકો જવાબ આપી વાત પૂરી કરી.
સમય વીત્યે બાળક યુવાન થયો. તેનું નામ અરજણ હતું. દાદીમા તો હવે રહ્યાં નહોતાં પણ પેલો પ્રશ્ન! એ આપણે ઘેર કેમ ન આવે? હજુ ત્યાં જ ઊભો હતો.
ભરયુવાનીમાં પણ ગામના લોકો અરજણને ભગત કહેતા. લગ્ન કર્યાં નહોતાં. ખેતીની સારી આવક હતી. નાના-મોટા રોગોથી પીડાતા લોકોની થાય એટલી સેવા ભગત કરતા.
રણ વિસ્તારના કેટલાક દૂરના ગામોમાં હજુ વીજળીના દીવા પણ આવ્યા નહોતા, ટેલિફોન તો દૂરની વાત હતી. ભગતે એક મોટર વસાવી હતી. ડ્રાઇવિંગ જાતે જ કરતા. આસપાસના ગામો સુધી ભગતની સેવાભાવનાની મહેક પ્રસરી હતી.
ગામના દલિત વિસ્તારમાં સુવાવડી મંગુને અડધી રાતે અચાનક પેટમાં દુખાવો ઊપડયો. વરસાદ કહે મારું કામ! દલિત પરિવાર પર જાણે આભ તૂટી પડયું! ભગતની મોટર ખોરડા પાસે આવીને ઊભી રહી.
“ભગત નહીં, ભગવાન આવ્યા!’’ મંગુની સાસુ હરખભેર બોલી હતી.
આવો મીઠો રણકાર ભગતે ઘણી વખત સાંભળ્યો હતો.
***
સાંપ્રત સમયે સામાન્યજન નાસ્તિક થતો જાય છે અને ભક્તો ની દુનિયામાં સારું કશું છે જ નહીં, બધા જ સ્વાર્થી, લુચ્ચા, બદમાશ અને લેભાગુ છે. … ત્યા “ભગત નહીં, ભગવાન આવ્યા!’’ મંગુની સાસુ હરખભેર બોલી હતી.એમણે ભગવાનના સાચા સ્વરુપની ઓળખાણ કરાવી ધન્યવાદ
LikeLike