[જયંતિ પટેલ, (રંગલો)ના પુસ્તક “ગાંધીજી, ચેપ્લીન અને હું” માંથી સાભાર}
“૧૯૪૨ના ઓક્ટોબરની ૨૫મીએ ચેપ્લીનને પુછવામાં આવ્યું કે તમે કેમ અમેરિકન સિટિઝન થયા નથી, ત્યારે એમણે જે ઉત્તર આપ્યો હતો તેમાં સ્પષ્ટપણે ગાંધીજીના અવાજનો પડઘો સંભળાય છે. એમણે કહ્યું, “I have never had patriotism in that sense for any country, but I am a patriot to humanity as a whole. અર્થાત્ઃ એક રીતે જોવા જાઓ તો હું કોઈ પણ દેશનો દેશપ્રેમી નથી કે મને કોઈ ખાસ દેશ માટે એવી દેશદાઝ પણ નથી પણ હું આખેઆખો ‘માણસાઈ-દેશ’ માટે અતિશય દેશદાઝ રાખું છું.
હવે ગાંધીજીએ આપેલો આ જ પ્રશ્નનો ઉત્તર સાંભળોઃ “The conception of my patriotism is nothing if it is not always, in every case, without exception, consistent with the broadest good of humanity at large.”
અર્થાત્ઃ મેં આત્મસાત કરેલી કોઈ પણ દેશ માટેની દેશભક્તિનો કોઈ મતલબ નથી જો કોઈ પણ જાતના અપવાદ વિના, એ દેશ સતત જ વૈશ્વિક સ્તરે માણસાઈને માટે કામ કરે અને માણસાઈને પુષ્ટિ આપે.”
સંસ્કૃતમાં આવી વ્યક્તિની પ્રશંસા માટે એક શબ્દ છેઃ मार्गस्थोनावसीदति. આ શબ્દો માર્ગની સુરક્ષિતતાના સૂચક છે. मार्गस्थ માણસે, રસ્તે રહેનારા માણસે, માર્ગનો સથવારો જ્યાં સુધી છોડ્યો નથી, ત્યાં સુધી એને માર્ગનો વાંધો નથી. માર્ગ એ લક્ષ્યનું પ્રતીક છે અને માત્ર લક્ષ્યનું જ નહીં, પણ, ‘લક્ષ્યે પહોંચવા માટે જે પુરુષાર્થ કરવો પડશે, વિપત્તિઓ વહોરવી પડશે અને સાહસો ખેડવાં પડશે, એ બધુંય હું કરીશ.’ એવા સંકલ્પનું પણ પ્રતીક છે. એટલે માણસે જ્યાં સુધી લક્ષ્ય પર પહોંચવાની તાલાવેલી નથી છોડી, જ્યાં સુધી ત્યાં પહોંચવાના પ્રયત્નો ચાલુ છે, ત્યાં સુધી એ કુશળ છે અને એનો આત્મા હણાયો નથી એમ માનવું. સંભવ છે કે જીવનભર સિદ્ધિ એનાથી દૂર જ રહ્યા કરે, સંભવ છે કે જીવનના આરંભમાં નિર્ધારેલું લક્ષ્ય જીવનને અંતે પણ એટલું જ દૂર દેખાય, પણ તેથી શું થઈ ગયું? એની સફળતાનું માપ સિદ્ધિના સ્થૂળ ગજથી નથી માપવાનું, પણ સાધનની કાર્યસાધકતાની સૂક્ષ્મ કસોટી ઉપર ચકાસવાનું છે.”
અંતરની ઓળખ, જયશ્રી વિનુ મરચંટના સંકલનમા મેં આત્મસાત કરેલી કોઈ પણ દેશ માટેની દેશભક્તિનો કોઈ મતલબ નથી જો કોઈ પણ જાતના અપવાદ વિના, એ દેશ સતત જ વૈશ્વિક સ્તરે માણસાઈને માટે કામ કરે અને માણસાઈને પુષ્ટિ આપે.” વાત ગમી
LikeLike