સાત્વિક અહમ્
– સંકલિતઃ શ્રી ગુણવંત શાહનું પુસ્તક, “કૃષ્ણનું જીવનસંગીત” માંથી સાભાર
“નિર્વ્યસની માણસ પોતાને બીજા કરતાં પવિત્ર (Holier than Thou) માને ત્યારે એનો સાત્વિક અહં પ્રગટ થતો હોય છે. દાનવીરને દાન કર્યાનો અહં છોડતો નથી. સેવકનો અહંકાર સેવકને ખબર ન પડે એ રીતે વાતવાતમાં વ્યક્ત થતો રહે છે. પુષ્પ પોતાની સુવાસ ફેલાવતું રહે છે, પરંતુ એ એના અસ્તિત્વનો ભાગ છે. પુષ્પ સુવાસ ફેલાવતું નથી, એની સુવાસ સહજ રીતે પ્રસરે છે. પ્રચાર અને પ્રસારમાં ફેર છે. પુષ્પનું હોવું એટલે જ સુવાસનું હોવું. પુષ્પ સુવાસ પ્રચારક મંડળ સ્થાપીને સેવા કરવા માટે તંત્ર નથી ગોઠવતું.
સાધુને પોતાની સાધુતાનો, જ્ઞાનીને પોતાના જ્ઞાનનો અને ત્યાગીને પોતાના ત્યાગનો અહં સતાવતો રહે છે. ઘણા સાધુમહાત્માઓ પોતાના ફોટા છુપાવીને, પોતાના ચમત્કારોનો પ્રચાર કરીને પોતાના શિષ્યમંડળો સ્થાપીને અને મોટા ફંડફાળા એકઠા કરીને સત્વગુણી અહંકારને વિશ્વવ્યાપી બનાવવાના પ્રયત્નમાં પોતાની સાધનાને ખોરંભે ચડાવતા હોય છે. સાત્વિક અહંકાર અત્યંત ધાર્મિક રીતે સાધકને પજવતો રહે છે. બહુ ઓછા સાધકો એનાથી બચવા પામે છે. ધીરે ધીરે પર્ણકુટિના દેદાર ફરતા જાય છે અને ત્યાં મોટરગાડીઓની લાઈન લાગી જાય છે, લાઉડસ્પીકરો લાગી જાય છે અને લંગોટીની માયાનું વિસ્તરણ એવું થાય છે કે, પછી આલીશાન બંગલાના એરકન્ડિશન ઓરડામાં શિષ્ય-શિષ્યાઓની ભીડ ચીરીને બાબા મોહમાયનંદજીને મળવાનું મુશ્કેલ બની જાય છે. સાધુ તે, જે વાસ્તવમાં ગુણાતીતાનંદજી હોય. આપણા ભોળા, અંધશ્રદ્ધાળુ લોકો ગુણાતીતાનંદજીને, મોહમાયાનંદજીમાં ફેરવી નાખવામાં ખૂબ પાવરધા હોય છે. સાધુએ ભક્તોની ભીડ જામે ત્યારે ખૂબ જ ચેતીને ચાલવું જોઈએ.”
“સાધુએ ભક્તોની ભીડ જામે ત્યારે ખૂબ જ ચેતીને ચાલવું જોઈએ” આ વાક્ય વિમલાતાઈ હંમેશા યાદ રાખી વ્યવસ્થા કરાવતા. અમજવા જેવી વાત છે.
LikeLiked by 1 person
સરસ લેખ. સરયુબેને સરસ વાત પણ છેડી. હું એટલુ ઉમેરીશ કે પુરુષો કરતાં બહેનોની સંખ્યા કેમ વધી જાય છે? એમાં ફેરફાર ક્યારે આવશે? જ્યારે આવશે ત્યારે સાધુઓની સંખ્યા વધશે નહિ!
LikeLike
અંતરની ઓળખ, સુ શ્રી જયશ્રી વિનુ મરચંટનુ સ રસ સંકલન
સાત્વિક અહંકાર અત્યંત ધાર્મિક રીતે સાધકને પજવતો રહે છે.
અને
આપણા ભોળા, અંધશ્રદ્ધાળુ લોકો ગુણાતીતાનંદજીને, મોહમાયાનંદજીમાં ફેરવી નાખવામાં ખૂબ પાવરધા હોય છે. સાધુએ ભક્તોની ભીડ જામે ત્યારે ખૂબ જ ચેતીને ચાલવું જોઈએ.
સટિક વાત
LikeLike
જયશ્રીબહેન, ખૂબ સરસ સંકલન ,માણસ પાસે જે વસ્તુનું જ્ઞાન હોય તેનો અહંકાર હોય છે.પણ ફૂલની સુવાસની જેમ જ્ઞાન સહજ રીતે પ્રસરાવવાની સુંદર વાત…. પ્રચાર અને પ્રસારનો ફરક સરસ રીતે સમજાવ્યો છે.
LikeLike