(અનેક વાચકોએ મને ઈમેઈલ લખીને આ પહેલાંના પ્રકરણોમાં આવતા ‘સેપ્ટ’નો અર્થ પૂછ્યો હતો. મને પોતાને પણ એ વિષે જાણકારી નહોતી. આ સવાલ મેં આ નવલકથાના સર્જક શ્રીમતિ રાજુલબહેન કૌશિકને પૂછ્યો, જેનો એમણે નીચે પ્રમાણે જવાબ લખીને મોકલ્યો છે, જે અક્ષરસઃ નીચે મૂકું છું.
“આજે તમે સેપ્ટ વિશે સવાલ કર્યો હતો એના વિશે વાત કરું એ પહેલા એક વાત કે….. ક્યારેક વાચક માત્ર વાર્તા જ નથી વાંચતા પણ એમાં લખેલી વાત વિશે જાણકારી લેવાની ઇચ્છા થાય એટલી હદે રસ લે છે એ જાણીને સાચે જ આનંદ થયો.
સેપ્ટ અમદાવાદની એક સ્વયં સંચાલિત શૈક્ષણિક સંસ્થા / એક અલગ જ યુનિવર્સિટી છે જેનું ફુલ ફોર્મ છે. –
સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ પ્લાનિંગ અને ટેકનોલોજી યુનિવર્સીટી.સેપ્ટમાં માનવસમાજના કુદરતી અને વિકસિત પર્યાવરણ સંબંધિત વિષયોમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાના અભ્યાસક્રમ મુકાયા છે.આ સંસ્થામાં-આર્કિટેક્ચર, ટાઉન પ્લાનિંગ, ઈન્ટિરિઅર ડિઝાઇનિંગ, ટેક્નોલૉજી અને મેનેજમેન્ટની ફેકલ્ટી છે. ૨૦૦૦૨થી ૨૦૦૫ સુધી સેપ્ટ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સાથે જોડાયેલી હતી. અને હા, આ સેપ્ટ યુનિવર્સિટી માત્ર અને માત્ર અમદાવાદમાં જ છે.” )
પ્રક્રરણ ૫ઃ
***** ૫ *****
૬ વાગ્યાની ઇન્ડિયન એર લાઇન્સ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે શ્રેયા એકલીજ સંદિપને લેવા પહોંચી હતી. માત્ર એ અને સંદિપ હોય એવો થોડો વ્યક્તિગત સમય મેળવી લેવો હતો. એરપોર્ટની બહાર આવતા સંદિપને એ જોઇ રહી. ડાર્ક બ્રાઉન કોડ્રોય પેન્ટ અને એકદમ લાઇટ બ્રાઉન ટી-શર્ટ , પવનમાં ઉડતા કોરા વાળ અને અમેરિકા રહીને થયેલો થોડો ઉઘડતો વાન ,ચહેરા પરની બેફીરાઇ , ઓહ! સંદિપ પહેલા પણ આટલો જ સ્માર્ટ લાગતો હતો કે આજે એને વધુ ધ્યાનથી એણે એને જોયો?
સંદિપે આગળ આવીને ઉમળકાથી શ્રેયાને હળવા આલિંગનમાં જકડી લીધી. એનો વિશ્વાસ સાચો ઠર્યો હતો. જતી વખતે શ્રેયાએ કોઇ જવાબ આપ્યો નહોતો પણ પાછો આવશે ત્યારે શ્રેયાના નિર્ણય બાબતે એને ખાતરી હતી. સામાન ડેકીમાં મુકીને સંદિપે સ્ટીયરીંગ વ્હ્લીલ સંભાળી લીધુ અને શ્રેયાના આશ્ચર્ય વચ્ચે ગાડી સીધી એણે કામા તરફ લીધી. એક રીતે સારુ લાગ્યુ કે સંદિપ એકલતાની કેટલીક વધુ પળો મળશે. આ ૬ મહિના દરમ્યાન ન કરેલી વાતો, કેટલીક અજાણી અવ્યક્ત થયેલી લાગણી એ એની સાથે શેર કરી શકશે. જોકે આખા રસ્તે એ ચુપ રહી અને સંદિપ આખા રસ્તે કઈને કંઇ બોલતો રહ્યો.
” વેલ કમ બેક ટુ ઇન્ડિયા સંદિપ એન્ડ હાર્ટીએસ્ટ કોન્ગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ.” બંને કામાના બેંક્વેટ હોલમાં જેવા પ્રવેશ્યા કે તરતજ તાલીઓના ગડગડાટ વચ્ચે આખા ગ્રૂપ અને નજદીકી પરિવારજનોએ બંનેને વધાવી લીધા. દિગ્મુઢ થયેલી શ્રેયાનો હાથ થામીને સંદિપ આગળ વધ્યો.
“થેન્ક્સ અ લોટ ફોર બીઇંગ વિથ અસ ટુ સેલિબ્રેટ ધિસ મોમેન્ટ.”
“આ શું સંદિપ?”
“ઓહ શ્રેયા ! આઇ એમ સો હેપ્પી એન્ડ ધેટ્સ વ્હાય આઇ જસ્ટ વોન્ટેડ ટુ ગિવ યુ સરપ્રાઇઝ.” સંદિપ શ્રેયાને લઈને બંનેના પરિવાર તરફ વળ્યો.
એ ખૂબ ખુશ હતો અને શ્રેયા ગુંગળાઇ રહી હતી. ઓ પ્લીઝ સંદિપ , આપણી કોઇ પળો આપણી અંગત ન હોઇ શકે? સાચી વાત છે ખુશી વહેંચવાથી વધે છે પણ પહેલા એ ખુશી ,એ આનંદ મને તારી સાથે તો માણી લેવા દેવો હતો!
પણ આજે સંદિપ કંઇ સાંભળવાના મુડમાં નહોતો. એ મહેફીલનો માણસ હતો .એને એનુ ગૌરવ યારો – દોસ્તો – સાથે શેર કરવુ હતુ. શ્રેયા ખેંચાતી રહી.
અને બસ પછી તો સંદિપની ધાંધલ ધમાલ, મસ્તીના પુરમાં એ હંમેશા વહેતી રહી. કોલેજનો બાકીનો સમય પણ એમ જ પસાર થતો રહ્યો. રિઝલ્ટ, ડીગ્રી કે સર્ટિફિકેટ આવે તે પહેલા બંને પોત-પોતાની રીતે અંગત રીતે પ્રેક્ટિકલ અનુભવ લેતા રહ્યા અને એક દિવસ લાલ પાનેતરમાં લપેટાઇને અગ્નિની સાક્ષીએ એ શ્રેયા વિવેક શ્રોફમાંથી શ્રેયા સંદિપ પરીખ બની ગઇ.
સેપ્ટ યુનિવર્સિટીએ યાદ આવે અમારા દીકરા પરેશ ના છાત્ર તરફથી મળેલો પત્ર
Some are Teachers/ Professors, but some are ‘Gurus’. You are ‘Guru’ for us. Not only in education, but have learnt how from you in the field of life as well.
You are an inspiration, Sir. Thank you for being there always. Thank you for helping in every way possible.
Thank you for making us better human beings sir. We all really love and respect you sir.
Sincerely,
Pragati
(Batch 2016-2018)
24th May, 2018
______________
It is one of the best compliments I received as a Teacher.
How can I make someone better human beings unless they are already good?
I learnt today that I must work hard to qualify for being a teacher…It is an uphill task!
Just thought I will share with you…
પ્રકરણ ૫મા શ્રેયા-સંદિપના જીવનના સૌથી આનંદદાયક સમય લંબાશે કદાચ… પ્રેમમાં બે ‘પી’નો અંતરાય સહુથી મોટો હોય છેઃ પઝેશન અને પોઝિશન. માલિકીભાવ અને મોભો, અધિકાર અને અહંકાર.અથવા ખલિલ જિબ્રાન કહે છે તે પ્રમાણે ‘પ્રેમ, પ્રેમ સિવાય બીજું કશું આપતો નથી અને પ્રેમ સિવાય બીજા કશામાંથી લેતોય નથી.’ અથવા ‘પ્રેમ કદી ખોટો નથી. ખોટો શબ્દ હોય તો પ્રેમલગ્ન છે, કારણ કે લગ્ન શબ્દ સાથે પ્રેમને લેવાદેવા નથી’ને બદલે શ્રેયા વિવેક શ્રોફમાંથી શ્રેયા સંદિપ પરીખ બની ગઇ !આશ્ચર્ય
રાહ પ્રકેરણ ૬ની
LikeLiked by 1 person