પરપોટાનું નગર….! – જયશ્રી વિનુ મરચંટ


પરપોટાનું નગર,
ને, એમાં પરપોટાનું ઉપવન,
ને, એમાં પરપોટાના વૃક્ષો,
ને, એ પર પરપોટાના પંખી,
ને, એની પરપોટાની પાંખો,
ને, એની પરપોટાની આંખો,
ને, એ આંખોમાં લહેરાતાં પરપોટાના ગુલમ્હોરો…!
ને, અચાનક…,
પાનખરની સળી વાગી…!
ને, નગર આખુંયે પાણી પાણી…!
ને, ઉપવન આખુંયે પાણી પાણી…!
ને, પંખીના ટહુકા પાણી પાણી…!
ને, એની આંખોમાં લહેરાતાં ગુલમ્હોરો વહ્યા બનીને પાણી પાણી…!
ને, ને…
મારી આંખોથી વરસ્યાં, પરપોટાના સાતેય સમંદર … પાણી પાણી…!

– – જયશ્રી વિનુ મરચંટ

3 thoughts on “પરપોટાનું નગર….! – જયશ્રી વિનુ મરચંટ

  1. કભી ખૂશી, કભી ગમ. ક્ષણિક સુખ અને દુખની ઘટમાળ…
    ” ને, એની આંખોમાં લહેરાતાં ગુલમ્હોરો વહ્યા બનીને પાણી પાણી…!
    ને, ને…મારી આંખોથી વરસ્યાં, પરપોટાના સાતેય સમંદર … પાણી પાણી…!” સરસ.

    Liked by 3 people

  2. પરપોટાનું નગર….! –સુ શ્રૉ જયશ્રી વિનુ મરચંટની
    સ રસ કવિતા
    પરપોટા ક્યાં સુધી હવાને કેદમાં રાખી શકે છે
    અંત કહે અનંતને નાથવાનું – શું? અને ન થાશે ?
    .
    એની આંખોમાં લહેરાતાં ગુલમ્હોરો વહ્યા બનીને પાણી પાણી…!
    ને, ને…
    મારી આંખોથી વરસ્યાં, પરપોટાના સાતેય સમંદર … પાણી પાણી…!
    વાહ

    Liked by 2 people

પ્રતિભાવ