૧. આરપાર છે!
તારો વિચાર છે.
મારો વિકાર છે.
“હું જો તને ગમું”
શરતી કરાર છે.
તું જે કહે કરું
એવો હું કાર છે.
સંબંધ આપણો
પ્રજ્ઞાની પાર છે.
રોમે રમે બજે.
તારી સિતાર છે.
ચાલું. ફરું. રમું.
તું આરપાર છે.
– હરીશ દાસાણી.
૨. પડદો
હટાવો હટાવો વિકારોનો પડદો.
સજાવો નટાવો વિકારોનો પડદો.
ઇચ્છાઓ,આકાશી ફૂલો,પ્રતીક્ષા.
શું શું સરજતો વિકારોનો પડદો.
આંખો,હ્રદય ને પછી હોઠ સુધી
આવી તરસતો વિકારોનો પડદો.
કયારે ગરજશે? કયારે ફરકશે?
જળમાં અમસ્તો વિકારોનો પડદો.
શું અંતિમ મિલનમાં થશે અંતરાય ?
સુંવાળો સરકતો વિકારોનો પડદો.
હટાવો હટાવો વિકારોનો પડદો.
નાજુક મલકતો વિકારોનો પડદો.
– હરીશ દાસાણી.
હરીશભાઈ, રચનાઓ સરસ, પડદો વિશેષ ગમી.
સરયૂ પરીખ
LikeLiked by 1 person
કવિશ્રી હરીશ દાસાણીની સ રસ રચનાઓ
સંબંધ આપણો
પ્રજ્ઞાની પાર છે.
સામાન્ય જનની અનુભવવાણી.
આખરે આપણે સામાજિક પ્રાણી છીએ, આપણે સમાજમાં રહેવું છે અને સમાજની અન્ય વ્યક્તિઓની સાથે પારસ્પરિક સંબંધ પણ રાખવો છે. આપણું આખું શરીર અને માનસ એટલા વિકારોથી, એટલા તણાવથી, ભરાઈ જતું હોય છે કે આપણું જીવન દુઃખમય બની જાય છે.
.
હટાવો હટાવો વિકારોનો પડદો.
નાજુક મલકતો વિકારોનો પડદો.
એ પડદો… સાદું કપડું હટાવવાની આ વાત નથી. અહીં તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ છ વિકારોનો પડદો દૂર કરવાનો છે, એને આઘો ફેંકવાનો છે.
LikeLiked by 2 people