૨. વસંતના ફૂલ. લેખિકા. સરયૂ પરીખ
જુદા જુદા દેશ અને ધર્મવાળી, અનાયાસ મળી ગયેલી, પાંચ બેનપણીઓની કથા.
અમેરિકાના રહેવાસના ત્રીજા દસકામાં, વ્યવસાયના કારણો અમને હ્યુસ્ટન, ટેક્સાસમાં લઈ આવ્યા હતા. નવી જગ્યામાં સામાજીક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ઈચ્છા સાથે, પુખ્ત ઉંમરના વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવતી સેવાસંસ્થા સાથે જોડાવાના આશયથી, એમના તાલીમ ક્લાસમાં ગયેલી. શનિવારે આખા દિવસનો કાર્યક્રમ હતો. હું કોઈને ઓળખતી ન હતી. લંચ સમયે, મેલીંગ નામની બહેન મળતાવડી લાગી. એણે મને એકલી જોઈ બાજુના ટેબલ પર સાથે બેસવા બોલાવી. બધા સાથે પરિચય થયો. રોબીન, ગોરી, માંજરી આંખોવાળી અને મીઠા સ્મિતવાળી અમેરિકન હતી, જેણે અડતાલીસ વર્ષની ઉંમરે ટીચર બનવાનું સ્વપ્ન પૂરું કર્યું હતું અને નોકરીની રાહમાં હતી. મેલીંગ, નિવૃત્ત થયેલ શિક્ષિકા હતી. જીની, કેનેડાની હતી, પણ વર્ષોથી અમેરિકામાં એન્જિનીઅર પતિ અને બે દીકરીઓ સાથે વસતી હતી. માર્ગરેટ, અનોખી તરી આવે તેવા વ્યક્તિત્વવાળી હતી.
સુ શ્રી સરયૂ પરીખની મિત્રો સાથે વાતો માવસંતના ફૂલમા જુદા જુદા દેશ અને ધર્મવાળી, અનાયાસ મળી ગયેલી, પાંચ બેનપણીઓની કથા માણવાની મજા આવી
સુંદર ફોટા સાથે બ્લુ બોનેટ્સના ફૂલો મધ્યમાં અને ચારે તરફ સફેદ, લાલ અને પીળા રંગના કુસુમ-સાથિયા અને મધુમાલ્તીની ઝીંણી કૂંપળ જોઈને અને
પણ આજ,
પ્રીતમના મોંઘેરા વેણ સમી,
હાશ! નવી કૂંપળ ફૂટી.
માણી અમારું દિલ પણ તરબતર થઈ ગયું.
LikeLiked by 1 person
મૈત્રીને ધરમ, ન્યાત, જાત સાથે કોઈ લેવાદેવા નથી.
સહજ મળે એનો સ્વીકાર અને જાત સાથેનો સંવાદમાં સહજતા રહે તો જીવન એક સુંદર આનંદયાત્રા બની રહે. સરયુબેન આ જ વાત સુંદર રીતે કહે છે.
LikeLiked by 2 people
રસપ્રદ કથા
LikeLike
કોણ કહે છે કે વિદેશી સાથે ફક્ત મિત્રાચારી જ હોય પણ મિત્રતા ન હોય. સાચે જ મિત્રતા તો માનવજાત સ્વભાવ છે!
ખુબ સુંદર લેખ અને કાવ્ય!
LikeLike