કબાટ ખોલ્યું,
મોં વકાસીને મારી સામે જોઈ રહી
મોંઘી સાડીઓ, દુપટ્ટા
ખૂબ માવજતથી સાચવેલા ઘરેણાં,
મારાં કોઈ કામના જ નથી!
આખું ઘર દિવસમાં
ત્રણ વાર ફરીફરીને જોઈ લઉં છું
અને મને વધુ ને વધુ ગમતું જાય છે.
મારા ચપ્પલ, શૂઝના ઢગલા
ચૂપચાપ ખાનામાં સૂતા છે, નિરાંતે!
મારો હીંચકો મને રોજ સાંજે,
કંપની આપીને જીવનમાં ગતિ ભરી દે છે!
મસાલાનો ડબ્બો, દાળ ચોખા,
મને જોઈને ખુશ થઈ જાય છે.
મ્યુઝિક સાંભળતા બનાવેલી રસોઈ પછી
મારું પેટ તો,
ડાઇનિંગ ટેબલ પર
વાહવાહની ધૂનથી જ ભરાઈ જાય છે !
દીકરી, વર, સાસુ, દીકરો ને વહુ
મને આટલા વ્હાલા કેમ ક્યારેય નથી લાગ્યા??
મારા ફેવરીટ કૂર્તામાં ને સ્લીપરમાં
દિવસ એવો સુગંધિત થઇ જાય છે
કે પરફ્યુમની જરૂર જ નથી વર્તાતી
ઘરની આસપાસનાં ઝાડ, પક્ષીઓ, ફૂલો
જાણે મારાં ઘરમાં ઉતરી આવ્યા હોય,
એમ મને પોતાના લાગે છે!
આ બધી ક્ષણોની સુગંધ,
મારે ફ્રેમમાં મઢાવીને
મારા ઘરની દીવાલ પર ટાંગવી છે…
પણ ખીલો જ નથી મળતો.
29-3-2020
ખીલો ~ શેફાલી રાજ મઝાનુ અછાંદસ.
આ બધી ક્ષણોની સુગંધ,
મારે ફ્રેમમાં મઢાવીને
મારા ઘરની દીવાલ પર ટાંગવી છે…
પણ ખીલો જ નથી મળતો
વાહ
તેમને પણ ખીલો યાદ આવે છે. જે ઢોર ખીલે બંધાયુ હોય છે તે સાંજ પડ્યે ખીલે આવવા ઉતાવળુ થતું હોય છે. જેને ખીલો જ નથી હોતો તે હરાયું ઢોંર રખડતું રહે છે.તેને ખાણદાણસુર નથી મળતાં. માણસોનુ પણ એવું જ હોય છે. જે માણસો ખીલે નથી બંધાતા તે હરાયા ઢોર માફક રખડે છે.
LikeLiked by 1 person
બહુ.. હું.. હું.. જ સરસ.
LikeLike
Superb!
LikeLike