રિસામણાં – જયશ્રી વિનુ મરચંટ


આજના  સોશ્યલ મીડિયાના સમયમાં જો રાધા અને મીરાં કાનાથી રીસાય અને ફરિયાદ કરે  તો કેવી રીતે ? પણ કાનજી? એ તો બેઉને  પાછા મનાવે  તો કેવી રીતે? આ જ વાત આ રમતિયાળ ગીતમાં રજુ કરી છે.

રિસામણાં

રાધા તો કેમેય માનતી નો’તી,
ને વળી ઉપરથી મીરાં રિસાણી ઈ તો જુદું..!
રોઈ રોઈ આંખ્યું થઈ ટેભા જેવી,
ને બેઉ પાછી આંસુમાં ભીંજાણી ઈ તો જુદું…!
—–રાધા તો કેમેય….!

બેઉને કાના માથે એવી તો ખીજ,
લાગે કે ધિંગાણે ચડી નભમાં વીજ ઈ તો જુદું!
કાનાને સમજાય ન’ઈં એવું તે શું થયું?
બેઉ કાનાના મેસેજ કરે ડિલીટ ઈ તો જુદું…!
—–રાધા તો કેમેય….!

મીરાં કરે કાનાને ફેસબુકમાં ડી-ફ્રેન્ડ,
ને ઈન્સ્ટાગ્રામમાં લખતાં રાધારાણી ઈ તો જુદું..!
“ભામાને નામે કાનજી તમે કરો ટ્વીટ,
ને રુકમણીને નામે વેબસાઈટ આખી ઈ તો જુદું..!”
—–રાધા તો કેમેય….!

જવાબમાં મોકલે કાનો મલકતી સેલ્ફી,
“કીધું ન કશુંય ને સીધું આમ રિસાવું ઈ તો જુદું..!
આ સેલ્ફીમાં તમે તમને જ જોશો પણ,
આમ તમારું મને બહાર શોધવું ઈ તો જુદું..!”
—–રાધા તો કેમેય….!

2 thoughts on “રિસામણાં – જયશ્રી વિનુ મરચંટ

  1. રિસામણાં – જયશ્રી વિનુ મરચંટન્ં સોશ્યલ મીડિયાના સમયને અનુરૂપ મધુરુ ગીત
    પ્રેમી અને પ્રેમાસ્પદના સંબંધો જેટલા આત્મીય અને એકમેકમાં ઓતપ્રોત હોય છે તેટલા નાજુક પણ હોય છે. બંને એકબીજાને જગતની કોઈ પણ વસ્તુ કરતાં વધુ પ્રેમ કરે છે. તેઓ સાથે મળીને જીવનનાં તમામ સુખદુ:ખ, બધી મસ્તીમજાક, બધાં દુ:ખ અને આંસુ વહેંચી લે છે.
    એકબીજાના સાથ અને પ્રેમના ટેકે તેઓ જીવન જીવે છે અને સારાનરસા સમયમાં એકબીજાની ઢાલ અને તાકાત બનીને ઊભા રહે છે. તેમને એકબીજા વિના જરા પણ ચાલતું નથી.
    મીરાં કરે કાનાને ફેસબુકમાં ડી-ફ્રેન્ડ,
    ને ઈન્સ્ટાગ્રામમાં લખતાં રાધારાણી ઈ તો જુદું..!
    “ભામાને નામે કાનજી તમે કરો ટ્વીટ,
    ને રુકમણીને નામે વેબસાઈટ આખી ઈ તો જુદું..!”
    —–રાધા તો કેમેય….!
    જ્યાં આટલી આત્મીયતા હોય છે ત્યાં ક્યારેક અણબનાવ પણ થાય તે સ્વાભાવિક છે, પરંતુ સમજદાર સાથી એ છે, જે પોતાના રિસાયેલા સાથીને મનાવી લે છે નહીં તો આત્મીયતાને તૂટી જતાં વાર લાગતી નથી.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s