માનસિકતા નથી બદલાઈ
બાર વર્ષની નીમુ તેના ભાઈની ચડ્ડી ને ટીશર્ટ પહેરીને તેના ભાઈઅને તેના મિત્રો સાથે ક્રિકેટ રમતી હતી.તેનો ભાઈ તેનાથી દોઢ વર્ષ જ મોટો હતો.નીમુ ગોરીચીટ્ટી,ગોળમટોળ ,એકદમ ચાલાક અને ટોમબોય જેવી હતી.તેને બધી છોકરાઓની રમત રમવી ગમતી.તે બધી રમતમાં છોકરાઓને હરાવી દેતી. તે ક્રિકેટ રમતી હતી અને બધા છોકરાઓ એકદમ ગભરાઈ ગયા કારણ નીમુની ચડ્ડી લોહીવાળી થઈ હતી. કોઈને કંઈ સમજ નહતી.નીમુ ને થયું કે કંઈ વાગ્યું નથીને આ લોહી ક્યાંથી આવ્યું ?તે બેટ ફેંકી ને દોડતી મા પાસે ઘરમાં ગઈ.તેને જોઈ મા બધું તરતજ સમજી ગઈ.મા મનમાં જ બબડી “હજુ તો નીમુને બાર જ વર્ષ થયા છે આ………થોડું વહેલું નથી?”મા એ નીમુને કપડાં બદલાવ્યા અને ઘરમાં એકબાજુ બેસાડી દીધી.એટલામાં જ નીમુના દાદી સેવામાંથી બહાર આવ્યા.તે રોજ નીમુને પ્રસાદ ને આરતી આપતા પણ નીમુ ના પીરીયડની વાતની ખબર પડતા તેમણે નીમુને આરતી તો આપી જ નહીં અને પ્રસાદ આપતા પણ નીમુને પોતાનાથી દૂર રહેવા કીધું અને પ્રસાદ અછૂત હોય તેમ ઉપરથી હાથ અડી ન જાય તેમ આપ્યો.
દાદીએ કંતાનનો એક કોથળો આપી નીમુને તેની પર બેસવાનું કીધું .જમવા પણ તેને બધા સાથે ન
આપ્યું અને કીધું” બેટા આપણે ત્યાં રાજસેવા છે માટે રસોડામાં અને સેવામાં ભૂલથી પણ જતી નહી.
નીમુને આજે એકલા ખૂણામાં નીચે બેસીને જમવું પડ્યું .નીમુને કેરીનું અથાણું બહુ ભાવે.માએ અથાણું
વાટકીમાં જુદું આપ્યું ને અથાણાની બરણીને ભૂલમાં પણ નઅડાય તેમ કહ્યું.દાદીએ નીમુની માને કીધું “આજે કંસાર રંધાવજે ,નીમુ મોટી થઈ ગઈ .” નીમુનું નામ નિર્મલા હતું.
નીમુ મુંઝાઈ ગઈ હતી. ઘરમાં અને પોતાના શરીરમાં શું થઈ રહ્યું હતું ,તે કંઈ જ તેને સમજાતુ નહોતુ .ગઈકાલ સુધી બધા પર દાદાગીરી કરતી ,દોડતી,કૂદતી,છોકરાઓ સાથે ક્રિકેટ રમતી,આંબાના ઝાડ પર ચડી કેરીઓ તોડતી,મંદિરમાં આરતીના સમયે ટેબલ પર ચડી ધંટ વગાડતી નીમુને આજે એકબાજુ ખૂણામાં બેસી જવાનું!રમવાનું નહી,કોઈને અડવાનું નહી.તેની થાળીજુદી,તેને લાકડાની પાટ પર કંતાનની ગાદીવાળી પથારી જુદી,મંદિર કે રસોડામાં જવાનું નહી.વળી નખમાંય રોગ નહી એવી નીમુની લોહી નીંગળતી હાલત ને પેટમાં દુખ્યા કરે તે વધારાનું.મા કે દાદી કંઈ સમજાવે નહી ને કહે છોકરીઓ મોટી થાય એટલે દર મહિને પિરીયડ આવે.નીમુ તો આ અસ્પૃશ્યતાનું નિવારણ કેવીરીતે લાવવું તે જ વિચાર્યા કરે!
થોડા દિવસ પછી સ્કૂલમાં ડોકટર સોનલ દેસાઈ ગાયનેકોલોજીસ્ટનું પ્રવચન હતું.તેમણે સ્કૂલના બધા છોકરા,છોકરીઓને પિરીયડ એ કુદરતી શારીરિક પ્રક્રિયા છે તે ગર્ભાશયના ચિત્રો સાથે સમજાવ્યું.આ કોઈ
અપવિત્ર પ્રક્રિયા નથી પરંતુ સૌથી પવિત્ર પ્રક્રિયા છે જેને કારણે સ્ત્રી મા બનવા સક્ષમ બનેછે. આ દરમ્યાન
સેનેટરી નેપકીન વાપરી કેવીરીતે ચોખ્ખાઈ રાખવી જોઈએ તે પણ સમજાવ્યું. નીમુ હવે બધું સમજી ગઈ
હતી.તેની મા તો કહેતી પીરીયડમાં જુદા રહેવાનો રિવાજ સારો છે તે બહાને સ્ત્રી ને
મેન્સ્ટ્રુ્રએશનનો, માસિક , … સંક્રમણકાળના આ સમયે છોકરીઓને શિખામણ અપાય કે હવે છોકરાઓ જોડે હળતી નહીં, પુરુષોથી સાવધાન રહેજે વગેરે. અહીં એની માતા રજસ્વલા થતી હોવાથી એનાં સ્પર્શથી કે એની અડેલી વસ્તુને અડવાથી પાપ લાગવાનું શરૂ થાય છે. ગળથૂથીમાંથી શરૂ કરેલ આ પાપનો વિચાર આપણી અંદર એવો પ્રસ્થાપિત થઇ જાય છે કે રોજિંદા જીવનની, સામાજિક જવાબદારી, વ્યક્તિગત મૂલ્યો, નાગરિક ધર્મ, વૈજ્ઞાનિક સિદ્ધાંતો પાપ-પુણ્ય સાથે વણાઈ ગયાં.જ્યારે છોકરી માસિક ધર્મમાં બેઠી હોય ત્યારે અંગત સ્વચ્છતા તથા શારીરિક નબળાઈને સમજી નહોતી શકતી, આથી તેને પાપ સાથે જોડી દીધું. એટલે ચાર દિવસની શાંતિ, પણ હવે આજની છોકરીને સેનેટરી નેપ્કિનની ખબર છે, માસિક ચક્ર અંગેની વૈજ્ઞાનિક જાણકારી છે. હવે ઘણી ખરી માનસિકતા બદલાઈ છે અમારા જેવા અનેકોએ પણ સ્કૂલના બધા છોકરા,છોકરીઓને પિરીયડ એ કુદરતી શારીરિક પ્રક્રિયા છે . આ દરમ્યાન સેનેટરી નેપકીન વાપરી કેવીરીતે ચોખ્ખાઈ રાખવી જોઈએ તે વિષે સમજાવ્યુ હતુ અને હજુ પણ આ અંગે અનેકો સમજાવે છે આશા રાખીએ હવે માનસિકતા સંપુર્ણ બદલાઈ જાય…
LikeLiked by 1 person