દેવિકાની દૃષ્ટિયે – ૧૧ (દેવિકા ધ્રુવ)


‘મેળો’ કવિતા અને તેનું રસદર્શન

મેળો

મનના મેદાને આ જામ્યા છે મેળા ને મેળામાં લોક નવા આવ્યાં છે ભેળા.

સગપણના ચક્ડોળ તો હારે ને હારે,

બચપણથી ફરતાં રોજ રેશમની ગાંઠે.

વળગણ થઈ ઘૂમતાં સૌ સાથે ને માથે,

ને ગણગણતા ઉમટે જેમ સાગરકિનારે.

લઈ મોજાં સમ ઘેલાં આ જામ્યા છે કેવાં, લો, મનના માંડવડે આ ઉમટ્યા છે મેળા.

ક્યાંક ઈચ્છાના રંગીન બે ફુગ્ગાઓ ફૂટે,

ને બરફના ઠંડા સાવ ગોળાઓ ય છૂટે.

આ ફૂટવા, છૂટવાની વચાળે એક હાલતો,

લોલક શો હિંચકો હૈયું હલાવતો,

ટકરાતી ભીડથી, થાવ અળગા સવેળા, તો ઠમકારે મહાલે ભીતરના આ મેળા..

વાળુ વેળાએ મેળો વિખરાતો જાય,

ગોળ ગોળ ચકરાવા થંભાતા થાય,

પલના પલકારે સૌ અલોપ થતાં  જાય,

બાંધેલી ધમણ પણ ઓસરતી થાય,

પછી હળવાં કરાયેલ મારગ અલબેલાં, ત્યાગી જે માણે  માયાના આ મેળા….

દેવિકા ધ્રુવ

દેવિકા ધ્રુવ ની કવિતા ‘મેળો’નું રસદર્શન   – નવીન બેન્કર-

આજના યુગમાં લખાતી કવિતાઓમાં, દેવિકા ધ્રુવ ની આ તરોતાજા કવિતા જુદી પડે છે. એમાં શબ્દોના સાથિયા નથી. ‘કેડી’ અને ‘મેડી ‘જેવા પ્રાસાનુપ્રાસ નથી. પણ એક ગહન વિચાર છે, તત્વજ્ઞાન છે.

સગપણ,,,બચપણ..વળગણ.. જીવનરૂપી સાગર..મનના માંડવડે ઇચ્છાઓના રંગીન ફુગ્ગાઓ…..અને પછી… ‘વાળુ વેળાએ’ એટલે કે જીવનની સંધ્યાટાણે પેલા, ઇચ્છાઓના ગોળ ગોળ ચકરાવા લેતા ફુગ્ગાઓ ફુટતા જાય, મનના મેળામાં ઉમટેલા સંબંધો અલોપ થતા જાય, છાતીની ધમણ પણ ઓસરતાં ઓસરતાં, બંધ પડતાં જાય અને એવે ટાણે, કવયિત્રી ધ્રુવ, માયાના મેળાને ત્યાગીને–’ત્યાગી જે માણે  માયાના આ મેળા’…. અને  ‘ઠમકારે મહાલે ભીતરના આ મેળા..’

વાહ… શું પરિકલ્પના છે !

કવયિત્રીની સંવેદનશીલતા, રસપ્રકર્ષતાને પામવાની શક્તિ આ કાવ્યને એક ઉચ્ચ કોટિએ લઈ જાય છે. સંવેદનની ઉત્કૃષ્ટ અવસ્થા, સૌંદર્ય અને રસના ઉન્નત અને સુક્ષ્મ અનુભવો પામવાની શક્યતા કાવ્યમાંથી ઉદભવે છે. માનવજીવનની વિરાટ વણઝારમાં સંસ્કારિતા રસ, સૌંદર્ય અને આનંદની કિંમતી સમૃધ્ધિને ઉચ્ચ શિખરે લઈ જાય છે આ કાવ્ય.

આ કાવ્ય એ રીતે આપણી રસયાત્રાનો અને આપણાં સુક્ષ્મતમ સંવેદનાઓનો એક આલેખ બની જાય છે. શબ્દોની સ્થૂળ સપાટી પરથી ગહનતા તરફ ગતિ કરતું આ કાવ્ય ઉર્ધ્વ ગતિ ધારણ કરે છે.

દેવિકાબેને આજના અર્વાચીન મનોવૈભવ અને તત્વસામર્થ્યને સાથમાં લઈને હજી વધુ ‘આરોહણો’ કરવાના છે.  તેઓ કવિતાની આ શાશ્વત સુદીર્ઘ યાત્રામાં પ્રગતિ કરતા રહે એવી ‘ હ્યુસ્ટન સાહિત્ય સરિતા’ના બધા જ સભ્યોની શુભેચ્છાઓ.

નવીન બેન્કર.

4 thoughts on “દેવિકાની દૃષ્ટિયે – ૧૧ (દેવિકા ધ્રુવ)

  1. .
    સુ શ્રી દેવિકા ધ્રુવ ની કવિતા ‘મેળો’નું નવીન બેન્કર-દ્વારા
    .
    રસદર્શન– ફરી ફરી માણી આનંદ

    Like

  2. બહુ સુંદર રચના….ટકરાતી ભીડથી, થાવ અળગા સવેળા, તો ઠમકારે મહાલે ભીતરના આ મેળા
    સરયૂ

    Like

  3. દેવિકાબેનની કાવ્યની કલ્પનાને સલામ ને નવીનભાઈના કાવ્ય રસદર્શનથી એને મળી ઉંચાઈ! દાવડાનું આગણું પણ દીપિ ઉઠ્યું રે!

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s