મારા બે અણમોલ રતન
એક દિવસ અમિતાબેન જાનકી ને રસ્તામાં મળ્યા તો જાનકીએ પૂછ્યું “કેમ છો ? તો કહે જેને સૂરજ ને ચંદ્ર જેવા બે અણમોલ રતન જમાઈ મળ્યા હોય તેને જીવનમાં મઝા જ મઝા હોયને?જાનકી તો તેમના નજીકના સગા અમિતાબેનનો જવાબ સાંભળી ખુશખુશ થઈ ગઈ.અમિતાબેન ના એક જમાઈનું નામ આદિત્ય ને બીજાનું શશીન.જાનકી તેના પતિને કહેવા લાગી “જમાઈની પ્રશંસા કરતા કોઈ અમિતાબેન પાસે શીખે!!!”
પટેલોમાં જમાઈને “જમ” કહેતા. દીકરી ને મહેણાં ,ટોણા મારતા અને તેના માતાપિતાને ભાંડતા
અનેક જમાઈઓને જાનકીએ જોયેલા.પટેલોની અનેક સામાજિક સંસ્થા સાથે સંકળાએલ પરિવારમાં
ઊછરેલ જાનકીએ દહેજ માટે કાઢી મૂકેલ,બાળક ન થાય તો વાંઝણી કહીને ગાળો ભાંડતા,વહુના આવ્યા પછી ધંધામાં ખોટ જાય તો અભાગણી કહેતા,પતિ ગુજરી જાયતો કાળમુખી કહેતા અનેક સાસરિયાને જોયા હતા. કેટલાય જમાઈપૈસા પડાવવા પત્નીને પિયરમાં ધકેલી દેતા અને દીકરીનું ઘર તૂટે નહી તે માટે કરગરીને માબાપ જમાઈની બધી માંગણી પૂરી કરતા.સારા સારા ઘરના પટેલો પણ નાની નાની વાતમાં તારી માએ કંઈ શિખવાડ્યું નથી અને તેમાં તારા બાપાનું શું જાયછે? વાત વાતમાં સહજતાથી બોલતા.દીકરીને કરિયાવર ઉપરાંત દરેકે દરેક પ્રસંગો,તહેવારો અને દીકરી અને તેના બાળકોના કપડાં ના પૈસા ને બીજા અનેક વટવ્યવહાર સાચવવા પડતા.તેમાં જો કંઈ ભૂલચૂક થાય તો સાસરિયા ને જમાઈ સૌ દીકરી અને તેના માબાપ ને પણ સંભળાવતા .દીકરીના માતા-પિતા જમાઈની સાથે સંબંધોમાં થોડું અંતર રાખતા.દીકરીના ઘરના અને જમાઈ જેને સ્વભાવના સારા મળતાં તે ભગવાનની કૃપા સમજતા.થોડા વર્ષેા પહેલા દીકરીઓ ભણેલી હોય તો પણ કામ કરતી નહી તેથી મોટેભાગે પગભર થઈ શકતી નહી.તેથી બધાના દબાએલા રહેવું પડતું.
હવે એક દિવસ જાનકી તેના પતિ દેવેન સાથે લગ્નમાં જઈ રહી હતી.લગ્ન અમદાવાદથી દૂર ફાર્મહાઉસમાં હતા.પાર્કીંગમાં ગાડી પાર્ક કરી ખરબચડા ખેતરના રસ્તે ચાલતા હતા ત્યાં અમિતાબેનની દીકરી સીમા ખાલી વ્હીલચેર લઈને ચાલતી મળી.સીમાના કાકાના દીકરાના જ લગ્ન હતા.અમિતાબેન ને ત્રણ દીકરીઓ.મોટી માના ને સીમા ખૂબ ભણેલી અને અમેરિકામાં સરસ સેટલ.સૌથી નાની રોમા પણ એમબીએ થએલ પણ ડોક નીચેનું આખું શરીર પોલીયોગ્રસ્ત.તેમનો પાંચ ભાઈઓનો વિશાળ પરિવાર.રોમાના માતાપિતાએ તો દીકરીને સર્વસ્વ અર્પણ કરી ખડેપગે રહીને ભણાવી ગણાવી પોતાની રીતે પગભર કરી.બંને મોટી દીકરીઓએ લગ્ન કરતી વખતે રોમા અમારી પણ જવાબદારી છે તેમ આદિત્ય અને શશીન ને સૂચવેલ.ત્રણે દીકરીઓ સાથે બધા અમેરિકા જ રહે. ઘરના લગ્ન માટેજ અમદાવાદ આવેલ.લગ્નમાં પાર્કીંગથી ફાર્મહાઉસ સુધીના અડધો કીલોમિટરનું અંતર ચાલતા જાનકીએ જે જોયું તે જોઈને તેની આંખો આનંદના અશ્રુથી ભીંજાઈ ગઈ………કોઈ અનોખા આનંદ અનુભવતું લખલખું તેના શરીરના રોમે રોમને સ્પંદિત કરી ગયુ ………તેનું દિલ વાહ વાહ વાહ પોકારી ઊઠ્યું……….
એક નાના ગુજરાતના ગામનો પટેલ ,અમેરિકા જઈને ખૂબ ભણીગણીને ,ખૂબ પૈસા કમાઈને,સુટ બુટ પહેરીને,પોતાની ચાલીસ વર્ષની પોલીયોગ્રસ્ત સાળીને ,પોતાની દીકરી હોય તેમ,ખભા પર ઊંચકી પોતાના જ સાસરામાં લગ્નમાં જઈ રહ્યો છે………..તેને નથી લોકો ની પરવા કે નથી તેના કપડાં બગડે તેની પરવા….. ભાવવિભોર જાનકી માટે આ દ્રશ્ય કોઈ ભગવાનના દર્શનથી અધિક હતું.જાનકીએ મનોમન સો સો સલામ કરી એ પટેલ જમાઈ આદિત્યને…..અને ત્યારે તેને અમિતાએ કહેલ પોતાના બે અણમોલ આંખના રતન જમાઈની વાત સમજાઈ.
લગ્નના મંડપ સુધી પહોંચીને તો જાનકીને એ પણ ખબર પડી કે આદિત્યએ તો રોમાને આમ ખભા પર
બેસાડી દીલ્હી ,આગ્રા બધે ફેરવી છે.તેણે તો રોમા ના માતપિતા ને પણ તેમના મૃત્યુબાદ
રોમાની બધીજ જવાબદારી પોતે ઉપાડશે તેમ કહી નિશ્ચિંત કરી દીધા છે ….
જો બધા જમાઈ આમ જમાઈ મટીને ખરા અર્થમાં દીકરા બની જાય તો “દીકરી બચાવો “
અભિયાન બંધ થઈ જાય.દીકરી વિદાયના આંસુભરેલ ગીતો ગવાતા બંધ થઈ જાય.ખરાઅર્થમાં
જમાઈ દીકરા સમાન ગણાય અને “જમાઈ એટલે જમ “ વ્યાખ્યા બદલાઈ “જમાઈ એટલે આંખનું
અણમોલ રતન” બની જાય……
જિગીષા પટેલ
જિગીશાબેનના કાન કાંતો આંખો સારી હોવી જોઈએ કે પછી બંને! એટલેજ, એમની કલમે લખાતા વિષયો વાંચવા ગમે, વિચારવા ગમે ને મમળાવવા ગમે છે. સમાજમાં સુધારો આવે કે નહિ, પણ જાગ્રુતિ ઓ આવે હાં.
આભાર સાથે, ‘ચમન’
LikeLiked by 1 person
‘એક નાના ગુજરાતના ગામનો પટેલ ,અમેરિકા જઈને ખૂબ ભણીગણીને ,ખૂબ પૈસા કમાઈને,સુટ બુટ પહેરીને,પોતાની ચાલીસ વર્ષની પોલીયોગ્રસ્ત સાળીને ,પોતાની દીકરી હોય તેમ,ખભા પર ઊંચકી પોતાના જ સાસરામાં લગ્નમાં જઈ રહ્યો છે………..તેને નથી લોકો ની પરવા કે નથી તેના કપડાં બગડે તેની પરવા…’આ કાલ્પનીક વાત હોય તો પણ સુ શ્રી જિગીષા પટેલને ધન્યવાદ
કબિરના જીવનમા બનેલો પ્રસંગની યાદ આવી ગયો…અને પ્રેમના દોહા
પ્રેમ ન બાંડી ઉપજત,પ્રેમ ન હાટ બિકાય|
રાજા પરજા જેહિ રુચૈ,સીસ દેવ લૈ જાય॥
થી પઢ પઢ જંગ મુવા, પંડિત ભયા ન કોય|
ઢાઈ અક્ષર પ્રેમ કા ,પઢે સો પંડિત હોય ॥
પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દો ન સમાય|
જબ મૈ થા તબ હરિ નહીં,જબ હરિ હૈ મૈં નાહિં॥
કબીર બાદલ પ્રેમ કા,હમ પર બરસા આઈ|
અંતર ભીગી આત્મા,હરી ભઈ વનરાઈ ॥
LikeLiked by 1 person
આભાર,ચિમનભાઈ અને પ્રજ્ઞાજુજી.આ સો ટકા સત્યઘટના પર આધારિત માત્ર નામ બદલીને મૂકેલ વાત છે.
LikeLike
એક અદભુત કહેવાય તેવી બહુ સુંદર વાર્તા..
LikeLike
સુ શ્રી જિગીષાજી
આપ પ્રતિભાવ વાંચી તે અંગે આપની લાગણી વ્યક્ત કરો છો તેથી અમને પ્રતિભાવ આપવાની પ્રેરણા મળે છે બાકી થાય કે- એવા હૈયા સુના સમીપ હ્રુદય શા ઢોળવા અમથા…?
LikeLike