બેરિયાટ્રિક સર્જરીનાં પેશન્ટે લેવાનાં વિટામીન્સ
Vitamin A has a mission
To give to you strong Bones and Vision
Vitamin D is from the sun
And helps the mineral and calcium
Vitamin E always goes zoom
To help your system stay immume
Vitamin K helps clot
That way you won’t bleed a lot
Vitamin C won’t let you get sick
You’ll pump iron more quick…..ly
B vitamins one, two, three, four, five, six, seven
Work to keep your engine revvingFolic acid is number nine
Keeps your DNA working fine
Vitamin twelve is needed you will see
For nerves and blood and energy
વિવિધ વિટામીનોનાં ગુણ જાણ્યાં પછી આપણે હવે એ જોઈએ કે બે.પે માટે ક્યાક્યા વિટામિન કેટલા પ્રમાણમાં લેવા જરૂરી છે.
Magnesium – 500 MG 1 ગોળી
Vitamin E – 400 IU 1 ગોળી
Beriatric Advantage આયર્નની ગોળી-4૦-60 મિલિગ્રામ વિથ વિટામિન C – 2 ગોળી
Beriatric Advantage B12 વિથ ફોલિક એસિડ- 1 ગોળી
Beriatric Advantage કમ્પ્લિટ મલ્ટી વિટામિન 1000 IU વિથ B કોમ્પ્લેક્ષ, મિનરલ્સ – 2 ગોળી
Beriatric Advantage વિટામિન D3 5000 to 10,000 IU – 2 ગોળી
Beriatric Advantage Calcium Crystals Flavored or unflavored – પાઉડર ફોર્મ્યુલા હોય તો ૨ ચમચી, ગોળી હોય તો ૨ ગોળી.
કેલ્શિયમ નોંધ:- પાઉડર ફોર્મ્યુલાને જ્યુસ, દૂધ, છાશ, સ્મૂધી વગેરેમાં મિકસ કરી પી શકાય છે. સામાન્ય રીતે કેલ્શિયમનાં પેકમાં જે સ્પૂન આવે છે તેનો ઉપયોગ કરવો. ઘણીવાર એવું પણ થાય છે કે કોઈક કારણસર કેલ્શિયમની જરૂર વધુ પડે તો ૨ સ્પૂનને બદલે ૪ સ્પૂન સુધી લઈ શકાય છે. અલબત્ત આ માટે ડોકટરની સલાહ હોવી જોઈએ.
વિટામિન D3- નોંધ:- કેલ્શિયમની જેમ વિટામિન D3 પણ પ્રત્યેક વ્યક્તિ પર આધાર રાખે છે. સામાન્ય રીતે રોજે 2 ગોળી લેવામાં આવે છે, પણ જે બેરિયાટ્રિક પેશન્ટને હાડકા વીક હોય તો તેમણે 15000 to 20000 IU એટ્લે કે ૩-૪ ગોળી લેવાની હોય છે. અલબત્ત કોર્સ વધુ લેવા માટે ડોકટરની અથવા તમારા ડાયેટીશ્યનની સલાહ લેવી જરૂરી છે.
૨) નોંધ:- આયર્ન અને વિટામિન D3 બંને અલગ અલગ સમયે લેવી. આયર્ન સવારે હોય તો સાંજે વિટામિન D3 લેવી.
૩ ) નોંધ:- સર્જરી થયાં પછી ૮ મહિના સુધી ચાવી શકાય તેવા વિટામીન લેવામાં આવે છે અને આ સૂચનાનું કડક પાલન કરાય છે. ૮ મહિના પછી ચાવવાને બદલે ગળવાની ગોળી લઈ શકાય છે. પરંતુ એ ધ્યાન ચોક્કસ રાખવું કે રોજે સમયસર વિટામિન લેવાં.
વિટામિન ન લેવાથી પડતી તકલીફો:-
બે.પે ને માટે વિટામિન્સનું ખૂબ મહત્વ હોય છે. આ સર્જરી થઈ તે પહેલા શરીરને જોઈતા બધાં જ વિટામિન વ્યક્તિને જે તે ખવાતા ફૂડમાંથી મળી રહેતાં હતાં, પણ આ સર્જરી પછી એવું રહેતું નથી, તેથી થોડા જ ખવાતાં ફૂડમાંથી બધાં જ ખનીજો મળતાં નથી તેથી ઉપરથી વિટામિન લેવા જરૂરી બની જાય છે. જ્યારે બે.સ કરેલ વ્યક્તિ વિટામિન લેતો નથી ત્યારે તેનાં હાડકાં અને દાંત નબળા પડી જાય છે, હાથે પગે ક્રેમ્પ્સ આવે છે જેનું દર્દ સહન ન કરી શકાય તેવું તીવ્ર હોય છે, થાક લાગે છે, નીંદરમાં પડ્યાં રહે છે, કામ કરવાનું મન ન થતું નથી અને અંતે શરીર મીણની માફક ઓગળી ગયું હોય તેવી અનુભૂતિ થાય છે.
બેરિયાટ્રિક સર્જરી પછી આવતી તકલીફો:-
એવું નથી કે બેરિયાટ્રિક સર્જરીવાળી વ્યક્તિ તરત જ સારી થઈ જાય છે. બેરિયાટ્રિક સર્જરી પછી વ્યક્તિનું આખું જીવન બદલાઈ જાય છે, તેથી આવી સર્જરીવાળી વ્યક્તિ પ્રત્યે સમભાવ ચોક્કસ રાખવો જોઈએ. આ એ વ્યક્તિઑ છે જેઓ પોતાની તબિયત સ્વસ્થ કરવા માટે પ્રયત્ન કરતાં હોય છે. તે વ્યક્તિઓનાં પ્રત્યેક નાના મોટા બદલાવને જો પરિવાર સરળતાથી સ્વીકારી લે તો બે.પે વાળી વ્યક્તિનો મનોબળ વધી જાય છે. અલબત્ત બે.પેની આ નવી સફર પણ સરળ નથી હોતી. તેઓએ પોતાનું વજન ઓછું કરવા માટે એક પગલું તો લઈ લીધું છે પણ બીજા પગલાં માટે કસરત કરવી પડે છે, મોમાં આડીઅવળી વસ્તુ મુકાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. એ આડી-અવળી વસ્તુઓમાં ખાસ કરીને ખાંડનું તો ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. સર્જરી પછી હવે શરીરનાં બંધારણમાં ફર્ક આવી ગયો હોય છે તેથી ખાંડ, ચોકલેટ, ગોળ કે અન્ય ગળાશ ધરાવતી વસ્તુઓ જેવી કે ચીકકી, દ્રાક્ષ, કેરી, શરબત, આઇસ્ક્રીમ વગેરેની મીઠાશને શરીર સહન કરી શકતું નથી. જેને કારણે મગજમાં સુગરરશ થાય છે જેનાં પરિણામો અલગ હોય છે. આ સુગરરશનાં સમયમાં ખૂબ અસ્વસ્થતાં લાગે છે, પડ્યા કે પડીશું તેવું લાગે છે અને ચક્કરથી માથું ભમી જાય છે. બે.પે નાં આ સમયને મેડિકલ ભાષામાં “syncope” તરીકે ઓળખવામાં આવે છે. અલબત્ત syncope એ બહુ કોમન પ્રોબ્લેમ છે પણ તેમ છતાં યે સાવચેત રહેવા જેવુ ખરું, કારણ કે આ syncopeનાં લક્ષણોને ન સમજતાં લોકો તેને અસ્થમા કે વાઇનાં રોગ સાથે મેળવી દે છે. પરંતુ સિંકોપે અને વાઇનાં રોગ વચ્ચે મોટો તફાવત રહેલો છે. પણ ઈન્ડિયામાં બે.પેની આ તકલીફ વિષે વધુ જાણ ન હોવાથી તેને ખોટી રીતે સમજે છે. આવે વખતે પ્રત્યેક વ્યક્તિને સમજાવવી બહુ અઘરી હોય છે. પણ જરૂરી નથી કે બે.પે નાં બધાં જ દર્દીઓને આ પ્રોબ્લેમ થાય. પણ આ સર્જરી પછી શરીર બંધારણમાં ફર્ક આવ્યો હોવાથી વ્યક્તિ ને જુદી જુદી વસ્તુઓથી જુદા જુદા પ્રોબ્લેમ થવાની શક્યતા રહેલી છે. (આ બધી જ શક્યતાઓમાં અમને જે સૌથી કોમન પ્રોબ્લેમ દેખાયો તેમાં સિંકોપે છે. )
સિંકોપે થવાનાં લક્ષણો:-
અજુગતી સુગંધથી, બંધ વાતાવરણમાં રહેવાથી, લાંબા સમય સુધી ઊભા રહેવાથી કે વધુ પડતું ખવાઇ ગયું હોય …..એટ્લે કે પેટ ઠાંસીને ભરાઈ ગયું હોય…..( એક કોળિયો વધુ લઈ લેવાની લાલચ પણ ભારે પડી જાય પડી જાય તેમ), જે ખાદ્ય વસ્તુઓથી યુઝ ટુ ન હોઈએ તેવી વસ્તુઓ ખાવાથી કે પીવાથી કે મીઠાશ અથવા અતિશય મીઠાશ ખાઈ લેવાથી ( મીઠાશ એટ્લે એક સ્પૂન કે એક ટુકડો ……મીઠાઇ …જેમાં સુગરનું પ્રમાણ સારું એવું હોય છે (કેક, ભારતીય મીઠાઈઓ, ચોકલેટ્સ વગેરે ) કે અતિશય મીઠાશ એટ્લે કે વધુ પડતી મીઠાઈઓ, આઇસ્ક્રીમનો આખો કપ ….વગેરે…..) ખવાઇ ગયાં પછી આ વસ્તુઓ આપણને ફાવી છે કે કેમ તેની નિશાનીઓ આપણું મગજ આપે છે. ખાધા પછી તરત જ ઘેન જેવુ લાગવું, ખૂબ ગરમી થવી, બ્લડસર્કર્યુલેશન ઓછું થઈ જવું અને મગજ સુધી બ્લડ અને ઑક્સીજન ન પહોંચવું, પરસેવો આવવો, આંખો પાસે બ્લેકઆઉટ થઈ જવું, શરીર ગારા જેવુ થઈ જવું કે ઠંડુ પડી જવું, હૃદયનાં ધબકારા ખૂબ વધી જવા, થોડી ક્ષણો માટે બેહોશી આવી જવી, શ્વાસ લેવા માટે પ્રોબ્લેમ થવો, વગેરે. બે.પેએ આ બધી જ નિશાનીઓને ખૂબ સાવચેતીપૂર્વક ધ્યાનમાં લેવી. ટૂંકમાં કહીએ તો બે.પે માટે સિંકોપેનો એટેક એ બ્લડપ્રેશર જેવી પણ બ્લડપ્રેશરથી તદ્દન ભિન્ન નિશાનીઓ લાવે છે જેનાંથી બે.પે મુશ્કેલીમાં મૂકાઇ શકે છે.
આ નિશાનીઓથી જીવન ખતરામાં નથી હોતું, પણ કોઈપણ રોગની શરૂઆત નાની નાની બેદરકારીથી થાય છે.
સિંકોપેની સ્થિતિમાંથી પાછા વળવાનો ઉપાય:- syncope થાય ત્યારે જમીન ઉપર તકીયા વગર થોડીવાર માટે સૂઈ જવું જેથી કરીને મગજને ફરી બ્લડ મળતું થાય. મગજને બ્લડ મળતું થવાથી ઑક્સીજન પણ મળી જાય જેને કારણે થોડીવારમાં syncopeનો દર્દી બેઠો થઈ જાય છે.
૨) ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે syncopeનો એટેક આવ્યો હોય તેવા બે.પે ને ઝાડો કે પેશાબનું પ્રેશર એટલું આવી જાય છે કે તરત જ ન જાય તો ચક્કર આવવા લાગે છે, આ સમયમાં ધીરે ધીરે ઝાડો-કે પેશાબની ક્રિયાઓ પૂર્ણ કરી દેવાથી પણ નોર્મલ થઇ જાય છે અથવા દૈહીક ક્રિયાઓને લાંબા સમય સુધી રોકી રાખે તો પણ syncopeનો એટેક આવે છે.
આગળ આપણે બે.સ પછી થતાં સિંકોપેનાં પ્રોબ્લેમ વિષે જોયું. હવે આગળ વધતાં આપણે બે.પેને થતાં બીજા પ્રોબ્લેમ વિષે પણ જોઈ લઈએ.
બે.પે ને Syncope પછી બે.પેને કબજિયાતનો બીજો મોટો પ્રોબ્લેમ હોય છે. સર્જરી પછી બે.પેશન્ટનું પેટ નાનું થયું છે તેથી તેનાંથી ખવાય છે પણ ઓછું. એમાંયે ફાઈબર અને કાર્બ હેવી હોવાથી તે થોડું ખવાય ત્યાં પેટ ભરાઈ ગયાં હોવાનો અહેસાસ થાય છે. પરંતુ પેટમાંથી મળ સાફ કરવા માટે ફાઈબર લેવું જરૂરી ગણાય છે. તેથી સર્જરી પછી થોડા સમયમાં બે.પેને કબજિયાત થતું હોવાનો ભાસ થઈ જાય છે. (૨ થી ૩ વીક માં- પણ આ સમય લિક્વિડ ખોરાકનો છે તે ન ભૂલવું. ) આ સમયમાં પાણીમાં ડિસોઝ્લ્વ થઈ જતું “NATURAL FIBER અને ClearLax Powder for Solution, Osmotic Laxative“ લેવું સારું પડે છે. આ નેચરલ ફાઈબર સ્ટૂલ સોફટ બનાવે છે. જેને કારણે પેટ હલકું કરવામાં તકલીફ પડતી નથી. પણ ઘણીવાર એવું યે બને આ નેચરલ ફાઈબર લીધા પછી પણ પેટ હલકું થતું નથી ત્યારે આ સમયમાં પપૈયાનો જ્યુસ લેવો સારો પડે છે. સર્જરીનાં ૮ -૯ મહિના પછી કે તેનાંથી વધુ સમય પછી પણ થોડાઘણાં અંશે બે.પેને પેટ ઓછું આવવાનો અસંતોષ રહેતો હોય છે. આ સમયમાં બે.પે ઉપરોક્ત કહેલ ફાઈબર અને પપૈયાની સાથે ગળી શકાય તેવી Stool Softener ની ૧૦૦ mg ની capsules લઈ શકે છે. ઉપરાંત આપણાં ઈન્ડિયાનાં આયુર્વેદિક “કાયમચૂર્ણ અને ઈસબગુલ ” જેવા laxative પાઉડર ઉપયોગમાં લઈ શકે છે. અલબત્ત આ બધાં laxative વ્યક્તિગત હોય છે. પણ અમેરિકન સર્જન ડો. ઈંગ અને તેની ટીમ Natural Fiber, ClearLax Powder for Solution અને Stool Softenerનું સજેશન આપે છે. આ બધાં laxative લીધાં બાદ પણ જો પેટ ખૂબ હાર્ડ થઈ ગયું હોય તો તેના આખરી ઉપાય તરીકે એનિમા લેવામાં આવે છે.
નોંધ: આ Laxative ની સાથે પાણીવાળા શાકભાજી…… દૂધી, તુરીયા, કાકડી વગેરે પાણીવાળા ફળો….. પપૈયા, તરબૂચ, સક્કરટેટી, ચીભડાં, ફાઈબરયુક્ત પાંદડાવાળી ભાજીઓ……પોઇ, ગોંગારું, પાલક, મેથી, તાંદળજો અને ૬૪ ઔંસ પાણી, સૂપ, સુગર વગરનાં જ્યુસ, સ્કીમ્ડ મિલ્ક વગેરે જો લેવાય તો પેટ મહદ અંશે સાફ થઈ જાય છે.
ક્રેમ્પ્સ:- બે.પે ને સિંકોપે પછી બીજી જે તકલીફનો સામનો કરવો પડે છે તે છે ક્રેમ્પ્સ. ક્રેમ્પ્સ એટ્લે કે હાથ-પગની નસનું ખેંચાઇ જવું અથવા એકબીજા પર ચડીને વળાઈ જવું. ક્રેમ્પ્સનું દર્દ આપણે ત્યાં બહુ કોમન છે તેથી આપણે સામાન્ય ભાષામાં નસ ચઢી ગઈ તેમ બોલીએ છીએ, પણ નોર્મલ માણસને ચઢતી નસ અને તેનું દર્દ એ ૧૦-૧૫ મિનિટમાં નીકળી જાય છે, પણ બે.પે થતો આ પ્રોબ્લેમ બે.પે નાં લગભગ ૨-૩ કલાક લઈ જાય છે. આ સમયે ઘણાં બે.પેની હાલત એટલી ખરાબ થઈ જાય છે કે તે ધ્રુસકે ધ્રુસકે રડી પડે કહેવાનું તાત્પર્ય એ કે ક્રેમ્પ્સનું આ દર્દ તેઓ સહન કરી શકતાં નથી જેની સીધી અસર બે.પે ની તબિયત પર પડે છે. ઘણીવાર એવું પણ જોવામાં આવ્યું છે કે ક્રેમ્પ્સ આ પ્રોબ્લેમ સિંકોપેનો પણ હુમલો કરાવે આમ એક્ જ સમયે બે –બે પ્રોબ્લેમોનો હુમલો સ્પષ્ટ દર્શાવે છે કે બે.પેનું શરીર આ સર્જરી પછી કેટલું વીક થઈ ગયું છે.
ક્રેમ્પ્સમાંથી પાછા ફરવાની રીત:- જે બે.પે ને આ ક્રેમ્પ્સનો એટેક આવતો હોય તેમણે મેગ્નેશિયમની ગોળી લેવી જ જોઈએ. બે.પે માટે સર્જરીમાં રૂઝ આવ્યાં બાદનાં આઠ ગોલ.
૧) બે.પે સર્જરી પછી પ્રોટીન મિલ્ક, સ્મૂધી, સૂપ, લેંટિલ્સ વગેરે લિક્વિડ ફૂડ બની શકે તો ચાલું રાખવું.
૨) એક્સરસાઇઝ એકલા ન કરતાં કોઈ પાર્ટનરનો સાથ મેળવી લેવો, પણ આ પાર્ટનરમાં જરૂરી નથી કે કોઈ વ્યક્તિ જ સાથે હોવી જોઈએ. સંગીત સાંભળતાં અને ટીવી જોતાં જોતાં પણ કસરત કરી શકાય છે. અલબત આ વસ્તુતઃ સમય, સંજોગ અને વાતાવરણ પર આધાર રાખે છે. ઈન્ડિયામાં માણસો વધુ હોય છે તેથી કોઈનો સાથ મળી જાય છે, પણ ઇન્ડિયાની બહાર માણસો નથી મળતાં ઉપરાંત વિન્ટરનાં હાર્ડ અથવા સ્નોઈ દિવસોમાં બહાર મૂકાતો નથી ત્યારે હોમજિમ ખૂબ કામમાં આવે છે. આવે સમયે સંગીત સાંભળતાં સાંભળતાં કે ટીવી જોતાં જોતાં કસરત કરી શકાય છે.
૩) તમારા ફૂડ આવતાં બદલાવને સરળતાથી સ્વીકારવામાં ખૂબ તકલીફ પડે છે આવે સમયે ઘરનાં કોઈ વ્યક્તિ સાથે તમારી ભાવના અને તકલીફને શેર કરતાં રહો. આમ શેર કરવાનું કારણ એ કે મનમાં રહેલાં પ્રોબ્લેમ પણ શરીર ઉપર પોતાનો નકારાત્મક પ્રભાવ છોડતાં હોય છે તેથી તમને સમજી શકે તેવી વ્યક્તિ સાથે વાત કરવાથી થોડાઘણાં અંશે તે નકારાત્મક પ્રભાવમાંથી છૂટી શકાય છે.
૪) બે.સ એ બે.પે માટે સરળતા નથી લાવતી, આ સમય…..અને આ સમય પછીનો લાંબો સમય સુધી બે.પે ને શારીરિક અને માનસિક રીતે મોટી લડાઈ લડવાની હોય પોતાની જાત સાથે તેથી જ્યારે જ્યારે હારો ત્યારે ત્યારે ફરીથી ઊભા થવાની કોશિશ કરતાં રહો, કોઈ સાથ આપે કે ન આપે પણ તમારી જાત સાથે લડતાં રહો. આ પ્રત્યેક પળ માટે મનને સિપાહી અને મોટાપાને દુશ્મન બનાવી તેની સાથે લડતાં રહો.
૫) બે.સ પછી બને ત્યાં સુધી ઘર બહારનાં કામો વધુ કરો, કારણ કે ઘર બહાર રહેવાથી મગજ કોઈને કોઈ વાતાવરણમાં, આસપાસ બનતી ઘટનાઓમાં પરોવાયેલું રહે છે. જેથી કરીને મગજને નકામી વસ્તુઓથી દૂર રહેવાની પ્રેક્ટિસ પડે છે. નકામી વસ્તુઓ એટ્લે કે નકારાત્મક વિચાર, વધારે પડતું ફૂડ, ડર વગેરે.
૬) તમને સમજી ન શકે તેવી વ્યક્તિઓથી અને વસ્તુઓથી દૂર રહો. આ વાક્યમાં વ્યક્તિને સમજી શકાય છે, પણ વસ્તુઓ……. આ વસ્તુઓ એટ્લે કે એવા સ્ટાર્ચી ફૂડ કે સુગરી વસ્તુઓ…. આ વસ્તુઓ એવી છે જેમનો સાથ બે.પે ને ફરી અપરાધભાવમાં લાવીને ઊભા કરી દે છે માટે તેમનાંથી દૂર રહો.
૭) મેડિટેશન કરવું, વાંચન કરવું, ગાર્ડનિંગ કરવું, શાંતિથી બાગ-બગીચામાં જઈને બેસવું અથવા ખુદને પોઝિટિવ વિચારો આપતાં રહેવાંથી મનોબળમાં વધારો થતો રહે છે.
૮) બધું કરતાં સમયસર પ્રોટીન લેવાનું, સ્નેકટાઈમમાં લો કેલેરી ફળ, શાકભાજી ખાવાનું અને તમારા નક્કી કરેલા ગોલ તરફ આગળ વધવાનું ન ભૂલવું.
બેરિયાટ્રીક સર્જરીને લેખને અંતે એટલું કહીશ કે આ સર્જરી એ નવો રસ્તો છે, નવું એડવેન્ચર છે, નવો ગોલ છે તેથી હારતાં નહીં અને ખુદ હાર માનશો નહીં એક દિવસ તમારી જીત થશે તે ધ્યેય સાથે આ નવી સફર પર ચાલતાં રહેજો. ધ્યેય તરફ આ ચાલવાની આ સ્પીડ ક્યારેક ધીરી કે ક્યારેક ઝડપી ભલે હોય પણ ચાલને યથાવત રાખજો.
નોંધ: બેરિયાટ્રીક સર્જરીની આ આખીયે લેખમાળા તૈયાર કરવામાં ડો. રિચર્ડ ઇંગનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે.
© પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
ધન્યવાદ
દરેક ડૉ આટલી વિગતે સલાહ આપતા હોય તો !
LikeLike