(ભાઈશ્રી હરીશ દાસાણી આંગણું માટે નવું નામ નથી. એક સહહ્રદયી વાચક સાથે હરીશભાઈ એક સંવેદનશીલ સર્જક પણ છે. વ્યવસાયે તેઓ મેનેજર ઓફ સેન્ટ્રલ બેન્ક ઑફ ઇન્ડીયા, સુરતમાં કામ કરતા હાત અને હવે નિવૃત્ત જીવન ગાળે છે. તેમની કવિતાઓ પરબ, શબ્દસૃષ્ટિ કવિતા, ગઝલવિશ્વ, ધબક, એતદ્, અખંડ આનંદ, નવનીત, નિરીક્ષક, રંગ તરંગ, તથા મકરંદ દવે સંપાદિત ગઝલસંચય જેવા લબ્ધપ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રસિદ્ધ થતી રહે છે. આકાશવાણી રાજકોટ પરથી કાવ્ય ધારા કાર્યક્રમમાં તેમની કવિતાઓ પ્રસારિત થઈ છે. એમની વાર્તાઓ કંકાવટી, નવચેતન, અખંડ આનંદ, સંકલ્પ, વગેરે સામયિકોમાં પ્રકાશિત થતી રહે છે.
પૂજ્ય દાદા-પાંડુરંગ શાસ્ત્રી પ્રેરિત સ્વાધ્યાય પરિવાર સાથે ભકિતફેરી વગેરે પ્રવૃત્તિઓ પણ તેઓ કરતા રહે છે. એમને માટે એમના શબ્દોમાં કહીએ તો “જીવન અને કવિતા બંને આરાધ્ય.”
નીચેના કાવ્યમાં આજના આધુનિક સમાજની હવે વરવી થઈ ચૂકેલી માર્કેટિંગ ગ્રસ્ત જીવનશૈલી પર કવિ લાલબત્તી ધરે છે અને કઈ રીતે સમસ્ત અસ્તિત્વ અને ઈન્દ્રિયો પર હાવી થઈ જાય છે એનો ચિતાર સાદા શબ્દોમાં પણ કાવ્યતત્વને સહજતાથી ખીલવા દઈને આપે છે. આખી કવિતા બને છે, નીચેની આ પંક્તિઓમાંઃ
“—-બધું જ ખંખેરીને આ ઊભો અહીં ! ના. હું કોઇ સંત,સિદ્ધપુરુષ નથી.
આ માર્કેટિંગ જગતે મને એનેસ્થેસીયા દીધો છે !”)
હા.
હવે કોઈ શબ્દોના
સ્પર્શ થતાં નથી.
કાન ફાટી જાય તેવા બોમ્બ
કે પછી
નરમાઈના -શરણાઈ સૂર.
બહેરા મન પર અથડાઇને
પાછા ફરે.
મોગરાની સુગંધ
એક બુદ્ધિ -વાદીએ
ગટરમાં નાખી.
મારી નજર સામે જ.
મને કંઈ ન થયું !
ક્ષણ માત્રમાં
સુંદર રૂપ પર
પિશાચી વાસનાએ
કૂચડો ફેરવી દીધો.
છતાં હું તો સ્થિતપ્રજ્ઞ !
હવે કયાં કંઇ ફરક પડે મને –
ગુરુનો ચરણસ્પર્શ;
મિત્રના ઉષ્મા ભર્યા હાથ
અને કૂતરાની રુંવાટીમાં !
જલેબી રસ;
ગઝલ રસ
સરોદના સૂર રસ
બધું જ
ખંખેરીને આ ઊભો અહીં !
ના.
હું કોઇ સંત,સિદ્ધપુરુષ નથી.
આ માર્કેટિંગ જગતે
મને
એનેસ્થેસીયા દીધો છે !
—————-☆——-☆—————–
હરીશ દાસાણી
મુંબઈ
———————————————–
29-2-2020.શનિવારે.
સવારના 6-15.
વરવી વાસ્તવિકતા નું ખૂબ સુંદર નિરૂપણ!
LikeLiked by 1 person
‘આ માર્કેટિંગ જગતે મને એનેસ્થેસીયા દીધો છે !”
અછાંદસનું ટાઇટલ વાંચતા…
મગજ નાની માહિતી દ્વારા પરિસ્થિતિનો અંદાજો લગાવી નિર્ણય લેવાનો માર્ગ અને ક્રિયા કરવાનો રસ્તો બતાવી દે છે.
‘હવે કોઈ શબ્દોના…થી …બધું જ ખંખેરીને આ ઊભો અહીં !’
‘થીન-સ્લાઈસીંગ’ સૌથી વધારે સચોટ બીજા વ્યક્તિઓની માનસિક અને ઈમોશનલ સ્થિતિનો અંદાજો લગાવામાં ઠરે છે. આપણને થતું અંતર્જ્ઞાન આપણે મેળવેલા સંસ્કાર, શિક્ષણ, વાંચન, માહિતી પર નિર્ભર છે. વર્ષો દરમિયાન મેળવેલી માહિતી જ એક બીજા સાથે જોડાઈને પલક વાર માં આપણું સબકોન્શિયસ માઈન્ડ ગમા-અણગમા, સારા-નરસા વિષે નિર્ણય લઇ લે છે! સબકોન્શિયસ માઈન્ડ મગજનો જમણો ભાગ છે – જે ૯૦% એફિશિયન્સી સાથે કામ કરે છે તે નિર્ણય લે છે કે
.
‘હું કોઇ સંત,સિદ્ધપુરુષ નથી.
આ માર્કેટિંગ જગતે
મને
એનેસ્થેસીયા દીધો છે !
ધન્યવાદ મા હરીશ દાસાણી વરવી થઈ ચૂકેલી માર્કેટિંગ ગ્રસ્ત જીવનશૈલી પર કવિ લાલબત્તી ધરવા બદલ
LikeLiked by 1 person
વાહ! બહુ સચોટ રચના.
સરયૂ
LikeLike