હું અને તમે, સામસામે, તો આવ્યો ક્યાંથી
રિવાજોનો આયનો વચ્ચોવચ્ચ?
હવાનો પડદોયે સહેવાય નહીં,
પાર કરવો દરિયો કેમ કાચનો વચ્ચોવચ્ચ?
આ શરમનો કમાલ કેવો કે,
બસ તરછોડ્યા કરો મને જ્યારેય મળો એકલા!
પણ કરો ઈશારા નયનોના ખુલ્લંખુલ્લા
તેય પાછા ભર બજારે વચ્ચોવચ્ચ!
ના આપી અર્જુનની વીરતા,ને,
લડવા માટે આપ્યું આ કુરુક્ષેત્ર કેટલું વિશાળ?
ખરા સારથી માધવ તમે, ન પારખ્યો યોદ્ધો
ને રથ ખડો કરી દીધો રણ વચ્ચોવચ્ચ?
. – જયશ્રી વિનુ મરચંટ
બહુ સુંદર
LikeLiked by 1 person
સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ ની સ રસ રચના તેમા આ પંક્તી વધુ ગમી
ખરા સારથી માધવ તમે, ન પારખ્યો યોદ્ધો
ને રથ ખડો કરી દીધો રણ વચ્ચોવચ્ચ?
યાદ આવે
‘તે પીટો ઓ તે હેનુઆ’ એ ઈસ્ટર ટાપુ કે રાપા નૂઈની ભાષા છે. એનો અર્થ “દુનિયાની વચ્ચોવચ્ચ” થાય છે. તે અંગે રસિક વાતો કોક વાર
અમારો અનુભવ-દરવાજા, પેસેજ, ઝાંપા, એકઝીટની વચ્ચોવચ્ચ ઊભા રહી વાતો અને ચર્ચા કરવાથી સ્વર્ગીય અનુભૂતિ થાય છે. !
મા કૃષ્ણ દવેએ તો ‘વચ્ચોવચ્ચ’ ખૂબ જાણીતી રચના સ્વમુખે વારંવાર સંભળાવી હતી !
ઝાકળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં,
ઝળહળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.
સૂતેલા ઝરણાંઓને ઢંઢોળી વહેતા કરી મૂકે ને પોતે પાછો-
ખળખળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.
લેવાતા બે શ્વાસ વચાળે સતત રેણ કરવાનું એનું કામ એટલે,
પળપળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.
અડાબીડ એકલતામાં યે ઘટાટોપ દરબાર ભરી એ-
બાવળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.
હાંફી, થાકી, ફસડતા પ્રત્યેક સમયનો વીરડો થઈ એ-
મૃગજળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.
આરંભેલી એક ગઝલના મહાનૃત્યમાં શબ્દોનું દિગ્દર્શન કરવા
કાગળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.-
લટાર મારવા નીકળી કૂંપણ રસ્તા વચ્ચોવચ્ચ.
કાળ રહ્યો છે કરગરી ઇન્દ્રજાળ છે વચ્ચોવચ્ચ.
LikeLiked by 1 person
very nice
LikeLiked by 2 people
જીવનનું આ દારુણ કુરુક્ષેત્ર લડતા લડતા,
હવે
નથી વચ્ચોવચ્ચ,આવી પુગ્યા છેવાડે રે લોલ
LikeLiked by 2 people
Nice one like reading again and again.
LikeLike