બસ, એક જ કવિતા _ _ _ _!
એક એવી સાંજ હશે, જ્યારે, હું લખીશ,
બસ, એક કવિતા, પહેલી અને છેલ્લી!
બસ, એક જ કવિતા!
મારા અંતિમ શ્વાસ લેવાય તે પહેલાં
લખવી છે મારે એક કવિતા!.
હું જોયા કરું છું, શૂન્ય નજરે, સંધિકાળના ખુલ્લા, રેશમી આકાશમાં _ _ _ _!
આ રમતયાળ વાદળોની ચાંદીના રંગમાં રંગાઈને લખું હું, કે, પછી,
સમી સાંજના, આછી આ્છી ઠંડકની શાલ ઓઢીને, શરમાતી, મલપતી ચાલે,
ગરિમાથી આથમતા આ સોનેરી તડકાને, આકંઠ પીને લખું?
આંખો થઈ જાય છે બંધ, અચાનક, અને,
સોનેરી તડકાને આકંઠ પી ગયેલી, શાંત, સાવ શાંત, ઝગમગાટ તેજવલયમાં આવરાયેલી હું,
રમતયાળ વાદળોની ચાંદીના રંગને માથાથી પગ સુધી ઓઢીને સૂતી છું_ _ _ _!
શાંત, સાવ શાંત, કોઈ અધૂરપ કે કોઈ પણ કમી અનુભવ્યા વિના_ _ _ _!
બસ, એક કવિતાની, પહેલી અને છેલ્લી કવિતાની પણ _ _ _ _!
-
-
-
- જયશ્રી વિનુ મરચંટ, “ભગ્ન”
-
-
પ્રકૃતિ અને મનના સાયુજ્યથી શોભે છે આ કવિતા
LikeLiked by 1 person
ખુબ સુંદર!
LikeLiked by 1 person
આટલી સુંદર કવિતાનું રસદર્શન તો સરાવવું જ પડશે!
LikeLiked by 1 person
બસ, એક જ કવિતા!
મારા અંતિમ શ્વાસ લેવાય તે પહેલાં
વાહ
મૃત્યુ એ જીવનનો આખરી પડાવ નથી. આપણી સાથેની દરેક વ્યક્તિ આપણા જીવનમાં એની ઉપસ્થિતિનો અંશ મૂકતી જાય છે અને આપણે પણ એ જ રીતે એમનામાં હરહંમેશ જીવતા જ રહીએ છીએ.
આંખો થઈ જાય છે બંધ, અચાનક, અને,
સોનેરી તડકાને આકંઠ પી ગયેલી, શાંત, સાવ શાંત, ઝગમગાટ તેજવલયમાં આવરાયેલી હું,
રમતયાળ વાદળોની ચાંદીના રંગને માથાથી પગ સુધી ઓઢીને સૂતી છું_ _ _ _!
શાંત, સાવ શાંત, કોઈ અધૂરપ કે કોઈ પણ કમી અનુભવ્યા વિના_ _ _ _!
કવિતા પહેલી નજરે મૃત્યુની લાગે પણ વાસ્તવમાં એ જીવનના હકારથી ભરી ભરી છે. મૃત્યુના સ્વાંગમાં આ કવિતા જીવનની સુંદરતાઓની વાત કરે છે.
કવયિત્રી આપણને સરસ રીતે એક જુદા જ જગતમાં જગાડે છે. કવિતા પોતે જ જીવનની કોઈ અદ્ભુત ઊર્મિનું ભાષાંતર હોય છે.
અમેરિકામાં રહેતા મિત્રોની અને સંસ્કૃતિચિંતકોની જે અનોખી તાકાત છે ક્ષિતિજમાં એક નવી આશાનાં મેઘધનુષ્ય દેખાય છે.
LikeLike