રણને પાણીની ઝંખના – ૬ (પૂર્વી મોદી મલકાણ)


બેરિયાટ્રિકસર્જરી પછીની કેર ભાગ.

 

 

 

 

 

 

 

Before                                                  After

મોટાપો થવાનાં અનેક કારણો છે. પરંતુ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જરૂર કરતાં વધુ કેલેરીયુક્ત ફૂડ લેવાથી કે, ભૂખ વગર ખાવાથી અથવા ખાન-પાનમાં અનિયમિતતા રાખવાથી મોટાપો આવે છે. પરંતુ હવે ડોકટરોનું કહેવું છે કે માત્ર આજ કારણ મોટાપાને વધારવા માટે પર્યાપ્ત નથી. મોટાપો થવા માટે જીનેટીક કારણો, વધુ પડતાં સુગર કે સોલ્ટનો ઉપયોગ, ઓછી નીંદર આવવી, અનિદ્રા સાથે થાક લાગતો હોય, ટેન્શન અને ચિંતાયુક્ત નેચર, રોજિંદા કાર્યોમાં થતી કસરતનો અભાવ, બદલાતી લાઇફ સ્ટાઇલ વગેરે કારણો મોટાપો થવા માટે કારણભૂત ગણાય છે. આ ઉપરાંત ઘણીવાર એવું પણ બને છે કે સામાન્ય કરતાં થોડા મોટાપાને કારણે ઘરની વ્યક્તિઓ જ વારંવાર કહેતા રહે છે કે અરે તું જાડી છો કે જાડો છો………અરે વાત છે તમે તો શું શરીર જમાવી દીધું છે, અરે ઓછું ખા શરીર ઉતાર વગેરે જેવા વાક્યો સાંભળી સાંભળીને મોટાપો ધરાવતી વ્યક્તિઓનો આત્મ વિશ્વાસ તૂટવા લાગે છે જેને કારણે આ વ્યક્તિઓ એટલી બધી અપરાધભાવ નીચે આવી જાય છે કે તેઓ જે શરીર ઉતારવાં માટે જે સ્વપ્રયત્ન કરતાં હોય છે તેમાં અવરોધ આવી જાય છે. આ માનસિક અવરોધ અને અપરાધભાવને કારણે મોટાપો ધરાવનાર વ્યક્તિ જાણ્યે અજાણ્યે બળી બળીને પોતાના શરીરને વધુને વધુ મોટાપા તરફ વાળી દે છે. મોટાપો ધરાવનાર ઘણી વ્યક્તિઓ મોટાપામાંથી છૂટકારો મેળવવા માટે પોતાની લાઈફ સ્ટાઈલ બદલે છે અને યોગા, ડાયેટ તરફ વળી જાય છે, પણ તેમ છતાં તેઓનાં શરીર પરથી ચરબી ઓછી થતી નથી ત્યારે તેમને માટે મોટાપામાંથી રાહત અપાવી દેનાર બેરિયાટ્રિક સર્જરી આર્શિવાદ રૂપ બને છે. પેશન્ટની ગેસ્ટ્રીક બાયપાસ સર્જરીમાં હોજરીનો એક મોટો હિસ્સો નિષ્ક્રિય કરી નાની કરી નાખવામાં આવે છે, જેને કારણે પેશન્ટનું પેટ નાનું થઈ જાય છે. પેટ નાનું થતાં ખોરાકની માત્રા પણ ઓછી થઈ જાય છે. ઓછા ખોરાકને કારણે ધીરે ધીરે શરીર ઓછું થઈ જાય છે. અમેરિકાનાં પેન્સીલવેનિયામાં Bryn Mawr Hospital નાં બેરિયાટ્રીક સર્જન ડો રિચર્ડ ઇંગ કહે છે કે આપણું શરીર પણ સ્વાર્થી છે. જે શરીર પહેલા પોતાને મળતા ખોરાકનો ચરબીરૂપે સંગ્રહ કરી લેતું હતું તે જ શરીર આ સર્જરી પછી પોતાની બધી જ ચરબીનો ઉર્જા તરીકે ઉપયોગ કરવાનું ચાલું કરી દે છે કારણ કે તેને ખબર છે કે હવે ખોરાક ઓછો મળે છે તેથી હવે તે શરીરનાં બીજા ભાગોમાં રહેલ ચરબી જે તેણે આટલા વર્ષો સુધી સાચવી રાખી છે તેનો તે ઉપયોગ કરે છે. બેરિયાટ્રીક સર્જરીનાં ત્રણ પહેલું હોય છે. જેમાં પ્રથમ પહેલુંમાં મોટાપો ધરાવનાર વ્યક્તિ Adjustable Gastric Band વડે હોજરીનું મુખ નાનું કરી નાખે છે. આ bandનો પણ ફાયદો થાય છે પણ જો આ બેન્ડ ખૂલી ગયો અથવા તે તૂટી જાય તો પેશન્ટ પોતાનો મૂળ ખોરાક લેવાનો ચાલું કરી દે છે જેનો તેણે ખ્યાલ રહેતો નથી. ઉપરાંત આ બેન્ડથી માત્ર અમુક પાઉન્ડ સુધીનું જ વજન ઓછું થાય છે જ્યારે બીજા પહેલુંમાં Sleeve Gastretomy રહેલ છે અને ત્રીજા પહેલુંમાં Gastric Bypass રહેલ છે. Gastric Bypass થી શરીર વધારે ઓછું થાય છે. જો કે આ સર્જરી પછી પણ ખાવાપીવામાં ધ્યાન ન રાખવામાં આવે તો વજન વધવાનો ડર રહે છે. આ સર્જરી પછી ડાયાબિટિસ, બ્લડપ્રેશર, થાઇરોડ, બેકપેઇન વગેરેમાં ફાયદો પણ જોવા મળ્યો છે કારણ કે સર્જરી બાદ આ રોગો દૂર થઈ જાય છે.

 

 

 

 

 

 

 

 

Sleeve Gastretomy

 

 

 

 

 

 

 

 

Gastric bypass

 

 

 

 

 

 

 

Adjustable Gastric Band

 

સર્જરી થયા પહેલા અને સર્જરી થયા પછી ડો.ઇંગની ટીમ પેશન્ટ્સને સ્લીપ એપ્નિયા મશીન વાપરવા માટે અનુરોધ કરે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે નસકોરાં આવતી વ્યક્તિઓ ગાઢ નિદ્રામાં છે પરંતુ એવું નથી હોતું. સત્યતા એ છે કે નાકથી ગળા સુધીના ભાગમાં જતી હવાના માર્ગમાં ઘર્ષણ નિર્માણ થાય છે જેને કારણે નાક અને ગળા વચ્ચેનાં સ્નાયુઓમાં કંપન અને ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને નિદ્રામાં લેવાતું ઓકસીજનનું પ્રમાણ ઘટી જાય છે, જેને કારણે નસકોરા આવે છે. આ નસકોરાનું પ્રમાણ સ્થૂળ વ્યક્તિઓમાં અધિક જોવામાં આવે છે. નસકોરા લેતી વ્યક્તિને પ્રથમ દૃષ્ટિએ જોઈએ ત્યારે તે ગાઢ નીંદરમાં હોય તેવું અહેસાસ થાય છે. પરંતુ આ સત્ય નથી. ડો. ઇંગનું કહેવું છે કે નસકોરા લેતી  વ્યક્તિઓની નીંદર પૂરી થતી નથી ઘણીવાર એવું પણ બને છે કે તેનો ખ્યાલ તેમને હોતો નથી આથી જ ગમે તેટલી ગાઢ નીંદર લીધી હોવા છતાં ( નસકોરાવાળી વ્યક્તિઓ ) તે વ્યક્તિઓને એવું જ લાગે છે કે તેમની નીંદર પૂરી નથી થઈ ઉપરાંત તેઓને દિવસભર શરીરમાં થાક લાગેલો જ રહે છે અને નાક, આંખો તથા માથું ભારી ભારી રહે છે. એક પોઈન્ટ ઉપર વ્યક્તિને એમ જ લાગે છે કે નાક અને માથામાં સાઇનસનો પ્રભાવ છે. આ ઉપરાંત ગાઢ નિદ્રા હોવા છતાં સૂતેલી વ્યક્તિઓનાં હાર્ટબીટમાં પણ ચઢાવ ઉતાર આવે છે જેનો ખ્યાલ નસકોરા લેતી વ્યક્તિને હોતો નથી. ડો. ઇંગનું કહેવું છે કે આ બધાં જ લક્ષણો તે અનિદ્રાનાં જ લક્ષણો છે. નસકોરાં લેતી વ્યક્તિને ખ્યાલ નથી હોતો કે તેની શ્વાસોશ્વાસની પ્રક્રિયા બદલાઈ રહી હોય છે અને આ બદલાતી શ્વાસોસવાસની પ્રક્રિયા દરમ્યાન ઘણીવાર એવું પણ બને છે કે શ્વાસ થોડી સેકંડ માટે બંધ પણ થઈ જાય છે. આમ સૂઈ ગયેલી વ્યક્તિને માટે નસકોરા જોખમી કે ભયકારક ન બની જાય તે હેતુથી સર્જરી દરમ્યાન અને સર્જરી પછી ઝડપી રિકવરી માટે યુ એસ એ. ની બેરિયાટ્રીક હોસ્પિટલ્સ તરફથી પ્રત્યેક બેરિયાટ્રીક પેશન્ટને સ્લીપ એપ્નિયા મશીન પહેરવા માટે આપે છે. જે પેશન્ટનાં હાર્ટબીટને રેગ્યુલર પણ રાખે છે અને વ્યક્તિની નિદ્રા પણ પૂરી કરવામાં મદદ કરે છે. અલબત્ત આ મશીન તે નસકોરાં લેતી વ્યક્તિને માટે બરાબર છે કે નહીં તે માટે સ્લીપ ટેસ્ટ કરવામાં આવે છે. આ સ્લીપ એપ્નિયા મશીન પણ પેશન્ટે પ્રોટીનની જેમ હંમેશા પોતાની સાથે જ રાખવાનું હોય છે.

 

 

 

 

 

બેરિયાટ્રીક સર્જરી પછી અમુક પ્રિકોશન્સ લેવાનાં હોય છે. જેમાંથી અમુક પ્રિકોશન્સ એક વર્ષ માટે તો અમુક આખી જિંદગી માટે લેવાનાં હોય છે. પરંતુ આપણે ક્યાં ક્યાં  પ્રિકોશન્સ લેવાનાં હોય છે તે વિષે હવે પછીના નેક્સ્ટ ચેપ્ટરમાં તેની ચર્ચાઑ કરીશું.

 

નોંધ: આ લેખ તૈયાર કરવા માટે Bryn Mawr Hospital પેન્સીલવેનિયાનાં બેરિયાટ્રિક સર્જન ડો. રિચર્ડ ઇંગનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે.  

© પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com

 

 

 

 

1 thoughts on “રણને પાણીની ઝંખના – ૬ (પૂર્વી મોદી મલકાણ)

  1. બેરિયાટ્રિક સર્જરી અંગે અભ્યાસુ લેખ
    મેદસ્વિતા ઘટાડવા માટે અવનવા ઉપચાર કરાતા હોય છે, જેમ કે ખોરાકમાં નિયંત્રણ, ગાઈડન્સ વગરની કસરત વગેરે, પરંતુ તેમને ખ્યાલ હોતો નથી કે આ તમામ ક્રિયાઓ તેઓના શરીર માટે હાનિકારક બની રહે છે. મેદસ્વિતા માટેની જો કોઈ ઉત્તમ સારવાર હોય તો તે બેરિયાટ્રિક સર્જરી, જેના દ્વારા વ્યક્તિ વજન ઘટાડી તેને લાંબા સમય સુધી જાળવી રાખે છે.
    યોગ્ય તબીબી સલાહ અનુસરીને બેરિયાટ્રિક સર્જરી કરવાથી ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓને ટાળી શકાય છે અને સ્વસ્થ અને લાંબુ જીવન જીવી શકાય છે. કોઈએ સાચું જ કહ્યું છે, “રોગ અને શત્રુને ઉગતા જ ડામવા જોઈ”

    Like

પ્રતિભાવ