કયા અને કેટલા સાધનોની જરૂર પડશે એ તમે શું બનાવવા માંગો છે એના ઉપર આધાર રાખે છે. કેટલાક આકાર માટે ચાકડા જરૂરી હોય છે, તો કેટલીક વસ્તુઓ માટે બિબાં જરૂરી હોય છે. કેટલીક કલાકૃતિઓ માત્ર હાથ અને નાની નાની કોરણીઓથી જ તૈયાર કરી શકાય છે. અહીં માત્ર થોડાક સાધનોની ટુંકી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.
ચાકડો: ચાકડા અનેક પ્રકારના હોય છે. ઘરવપરાશના દીવા, તાવડી, માટલાં વગેરે બનાવવા માટે કુંભાર મોટી સાઈઝના, હાથથી ચલાવી શકાય એવા ચાકડા વાપરે છે, તો કલાકારો એમની જરૂરિયાત અનુસાર નાના મોટા ઇલેટ્રીક ચાકડા વાપરે છે. અહીં થોડા ચાકડાના ચિત્રો આપ્યા છે.
બારીક નકશીકામ કરવાના ઓજારોઃ અહીં આપેલી કીટ જેવી અનેક પ્રકારની કીટ્સ બજારમાં મળે છે. આ ઓજારોથી નાનું કોતરકામ, કે રીપેરીંગ કરી શકાય છે.
સૂકાઈ ગયેલા નમૂનાને પકવવાની ભઠ્ઠી (Kiln):
ભઠ્ઠીઓ પણ અનેક પ્રકારની હોય છે. કેટલાક લોકો લાકડાના બણતરવાળી તો કેટલાક લોકો ઈલેટ્રીક ભઠ્ઠી પસંદ કરે છે. અહીં થોડી ભઠ્ઠીઓના નમૂના દર્શાવ્યા છે.
આ ક્ષેત્રમાં સૌથી ઉપયોગી સાધન તો કલાકારના બે હાથ છે.
જ્યોત્સનાબહેને આ આખી પ્રક્રીયાનો ઊંડો અભ્યાસ કરી, શું વાપરવું, કેટલું વાપરવું, ક્યારે વાપરવું વગેરેમાં મહારથ હાંસિલ કરી છે. કેટલા તાપમાને કેટલીવાર સુધી પકવવું એના તો એ ખાસ નિષ્ણાત છે.
હવે આવતી પોસ્ટથી એમના બનાવેલા નમૂનાઓ મૂકવામાં આવશે.
ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ અંગે લેખથી પ્રેરણા મળે… કમનીય કાયાને અધ્યાત્મના ચાકડે ચઢાવી શ્રધ્ધા અને સમર્પણની કોમલ કરાંગુલિઓથી ઘાટ આપી તેમણે સજીવન કરી છે. જીવી બતાવવી છે
ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ અંગે લેખથી પ્રેરણા મળે… કમનીય કાયાને અધ્યાત્મના ચાકડે ચઢાવી શ્રધ્ધા અને સમર્પણની કોમલ કરાંગુલિઓથી ઘાટ આપી તેમણે સજીવન કરી છે. જીવી બતાવવી છે
LikeLike
ખૂબ સરસ. મારા અમેરિકન મિત્રોને પણ આ માહિતીમાં રસ છે.
LikeLiked by 1 person