સિરામિક્સ વિષયની સારી એવી માહિતી સમજી લીધા પછી હવે આપણે જ્યોત્સનાબહેનના સિરામિક્સ જોઈએ. જ્યોત્સનાબહેનના સિરામિક્સ પ્રદર્શનોમાં એમની અનેક સિરીઝ લોકપ્રિય થયેલી છે, પણ મને એમની બિલાડીઓ ખૂબ જ ગમે છે. પહેલા એમની બિલાડીઓનું આ ચિત્ર જુવો.
આ સિરામિકસનું નામ પણ એમણે CATS (બિલાડીઓ) રાખ્યું છે. મોટી બિલાડી જમીનથી ૮ ઈંચ ઊંચી છે, જ્યારે નાની બિલાડી ૭ ઈંચ ઉંચી છે. મોટીએ ચારે પગ લંબાવી રાખ્યા છે તો નાનીએ સિકોડી રાખ્યા છે. બન્નેના ચહેરાના હાવભાવ માણસના ચહેરાના હાવભાવ જેવા છે. ચામડીના રંગમાંથી જાણે કે અડીએ તો રૂંવાટી જેવું લાગશે એવું લાગે છે.
આવી બિલાડીઓ કોને ન ગમે?
હવે પછીની પોસ્ટમાં એમની બીજી ઘણી બધી બિલાડીઓ મૂકીશ.
ખાસ પ્રકારની માટીમાંથી આકાર તૈયાર કરી, સૂકવી અને એને ગ્લેજીંગ કર્યા વગર ૧૨૮૦ ડીગ્રી સેં.ગ્રે. તાપમાને લાકડાની ભઠ્ઠીમાં પકાવવામાં આવ્યા છે. આ તાપમાને સિરામિક સ્ટૉનવેર બની જાય છે.
૨૦૦૧ માં તૈયાર કરેલા આ સિરામિક્સ ગૃહશોભા માટે બનાવ્યા છે.
આ જાતના સિરામિક્સ ચાકડાથી ન થાય, મોટી સંખ્યામાં બનાવવા હોય તો બિબાં બનાવવા પડે, પણ એક બે નંગ બનાવવા હોય તો હાથથી જ બનાવવા પડે. આગલા પગ અલગ, પાછલા પગ અલગ, ઘડ અલગ અને માથું અલગ; અને પછી એ બધાને ખૂબ જ કાળજીપૂર્વક જોડવા પડે.
મને શું શું ગમ્યું છે એ લખ્યા કરીશ તો પાનાના પાના ભરાશે, છતાં ટુંકમાં બે ત્રણ વાતો લખું છું. બિલાડીઓ જે રીતે આરામથી બેઠી છે તેથી એમ લાગે છે એ પોતાના ઘરમાં જ છે, એમને કોઈની બીક નથી. મોટી બિલાડીની સીધી પૂછડી અને નાની બિલાડીની વાંકી પૂછડી ધ્યાન ખેંચે છે.
સિરામિક્સની સુંદર બિલાડીઓ નું મા દાવડાજી દ્વારા મઝાનું રસ દર્શન
LikeLike
જ્યોત્સ્નાબેનની ખુબ સુંદર અને કુશળતાથી ભરપૂર કલા.
સરયૂ પરીખ
LikeLike