બાળપણની વાત કરું છું, તે પણ પચાસના દાયકાની અને અંતરિયાળ ગામડાની. રોડ નહિ, સડક નહિ પણ ગઢેર અને નાળનો જમાનો! બળદગાડા ચાલવાથી ઊંડી ગઢેર પડી ગયેલા રસ્તા. ચોમાસામાં કીચડથી ભરેલા અને શિયાળા ઉનાળામાં ધૂળ ભરેલા. એ ધૂળ ભેગા કાંટા પણ હોય અને ખીલી કે કાચના ટૂકડા પણ હોય. રસ્તાની બંને ધાર પર આંબા- આમલીના ઊંચા તોતિંગ વૃક્ષો હોય. નાળની બંને બાજુ મરીકંથાર અને કરમદીઓ ઊગેલી હોય તેના પર કવચના ફાફડા, ચણોઠીના વેલા અને બીજા અનેક જંગલી વનસ્પતિએ ઊગેલી હોય. નાળ સાંકડી અંધારી અને બીક લાગે તેવી હોય. જર જનાવર કે ચોર પણ છુપાયા હોય તે ખબર ન પડે.
ગામડામાં રોડ નહિ, તેમ લાઈટ પણ નહિ. બસ સર્વિસ દિવસમાં ચાર પાંચ હોય તેયે ચોમાસાનો પહેલો વરસાદ પડે ત્યારથી બંધ થઈ જાય. વાહન વ્યવહાર મોટેભાગે અગિયારની લોકલ દ્વારા જ ચાલે! અગિયારના બે એકડા એટલે બે પગ. અગિયારની લોકલ એટલે પગપાળા! જ્યાં જવું હોય ત્યાં તરત તૈયાર. બહુ જ આઘે જવાનું હોય તો બળદગાડું કરવામાં આવે. સાઈકલ તો આખા ગામમાં ભાગ્યે જ એકાદ બે જોવામાં આવે. સાઈકલ સવારનો રૂઆબ તો ઘોડેસવારી કરનાર કોઈ રાજકુમાર જેટલો. એની ઘંટડીનો રણકાર સાંભળીને જ આપણે ધન્ય થઈ જઈએ!
ગામમાં તે વખતે દિવસ નાનો અને રાત મોટી લાગતી. કૂકડો બોલે એ જ એલાર્મ અને એ જ ઘડિયાળ પણ. રાત્રે તારા જોઈને સમયનું અનુમાન લગાડવાનું અને દિવસે સૂરજ જોઈને કે પડછાયાથી કેટલો સમય થયો તે નક્કી કરવાનું. કાંડા ઘડિયાળ તો ઠીક પણ દિવાલ ઘડિયાળ પણ ફળિયામાં એકાદ હોય તો હોય નહિતર રામ રામ! આવતી જતી બસ પરથી અને નિશાળના ઘંટ થકી પણ સમય માંડવામાં આવતો. સાંજે સૂરજ ડૂબે પછી અંધારું આખા ગામને બહુ જલદી ઘેરી વળે. ગામ અને સીમ અંધારામાં એકાકાર થઈ જાય. ભાગ્યે જ કોઈ ઘરથી બહાર નીકળે. ક્યારેક એક હાથમાં ફાનસ અને બીજા હાથે લાકડી પકડીને નીકળવાનું થાય. લાકડી પછાડતા ચાલવાથી જર જનાવર રસ્તામાં પડ્યું હોય તે ખસી જાય! પણ પવનને કારણે ફાનસ ભડકા કરે તે જોખમ વધારે. જાણે ભૂત પલિત હવે ત્રાટકવાની તૈયારી કરે છે એમ લાગે!
સૂરજ ઊગે તે પહેલા તો ખેડૂત સીમમાં ખેતરે પહોંચી ગયો હોય. ઘરના વડીલો કૂકડા કરતા વહેલા ઊઠી પડે. ઊઠીને પહેલાં ચૂલો સળગાવે. નહાવાનું પાણી ગરમ કરવા મૂકે. ગાય ભેંસ બળદને ઘાસ પરાળ નીરે. દાતણ પાણી થઈ જાય એટલે ઢોરને ગામના હવાડે પાણી પાવા લઈ જાય. હાથમાં સળગતી બીડી હોય. થોડી થોડીવારે દમ મારે એટલે મળસ્કાના અંધારામાં મંગળ ગ્રહ આકાશમાંથી પૃથ્વી પર ફરવા આવ્યો હોય એમ લાગે અને બીડીમાંથી ઊડતા ચણગા તે જાણે કે આકાશમાંથી ખરતી ઊલ્કા!
ઠીક યાદ આવી ગઈ, બીડી સળગાવની રીત. તૈયાર બીડી બહુ ઓછા લોકો તાણતા. એમાં કંઈ દમ નહિ. પટ દાખલ જરા અમસ્તો તમાકુ એમાં ભરેલો હોય. સાવ સૂરસૂરિયા જેવી! ગામડાના લોકો તો એક દાબડો રાખતા. તેમાં તમાકુ અને સીતરાના પાતરાનો પડો હોય. કોઈ ભાઈબંધ કે સગા સ્નેહી આવે એટલે બેઠક જામે. બેઠક વચ્ચે દાબડો ફરે અને પોતાની જરૂરિયાત મુજબની બીડી બનાવી લે. પછી ઘરના છોકરાંને વંહદેર લાવવા બૂમ પાડે! આ વંહદેર એટલે વહ્નિદેવ ઊર્ફે અંગારો! અંગારો હોય તો સાણસી વડે પકડીને, સાચવીને ઓટલે સૌ બેઠા હોય ત્યાં લઈ આવવાનો. ચૂલામાં ઈંધણના લાકડાં ભડભડ બળતા હોય પણ અંગારો છૂટો ન પડ્યાં હોય તો સળગતું છીણકું લઈ આવવાનું. મોઢામાં બીડી મૂકી હોય તેને એક હાથે પકડવાની અને બીજા હાથે દેવતા કે છીણકું પકડીને મોંથી ઊંચો શ્વાસ લઈ હોઠ વડે બ્હા બ્હા કરવાનું એટલે બીડી સળગતી જાય. એક જણની બીડી સળગે પછી દેવતા ઓલવાઈ જાય તોયે વાંધો નહિ. સળગતી બીડી સાથે બીજી બીડી અડકાડીને ઊંચો શ્વાસ લેવાનો એટલે એકનો આત્મા બીજીમાં પણ દાખલ થઈ જાય! દીવાસળીની કાંડી સળગાવવાનું પોષાય તેમ નહોતું. છતા વંહદેરે કોઈ દીવાસળી સળગાવે તો ઉડાઉ ગણાય. મૂરખમાં જ ખપે. દીવાસળી મોંઘી પડતી. એક બાકસનો એક આખો આનો (જૂના ચાર પૈસા) આપવો પડતો.
ખેતમજૂરોને બીડી તમાકુ આપવા પડતા. સીતરાના પાતરાની બીડી એમને નાની પડતી. તેઓ આંબાના લાંબા પાંદડા તોડીને શરણાઈ જેવી લાંબી બીડી બનાવતા. આદિવાસી મહિલાઓ પણ બિન્દાસ મોટ્ટી બીડી બનાવીને પીતી! બિલકુલ અમેરિકન કલ્ચર! વળી તમાકુ પણ એકદમ કડક કાળો; ખાખરી નહિ ચાલે! તમાકુને એ લોકો ‘તબાક‘ કહેતા. ચોમાસામાં દેવતા સહેલાઈથી મળે નહિ. દિવાસળી પણ વરસાદના ભેજથી હવાઈ ગઈ હોય એટલે સળગે નહિ ત્યારે એ લોકો ચકમકના પથ્થરનો ઉપયોગ કરતા. રસ્તા પર નદીમાંનું ભાઠું નાખ્યું હોય તેના ઢગલા પર બેસીને રમતા બાળકો જાતજાતના પથ્થરના ટૂકડા ભેગા કરતા. તેને પરસ્પર ઘસીને ચેક કરતા કે એમાં ચકમકનો પથ્થર કયો છે. ચકમકિયો પથ્થર જડી આવે તો જાણે રામ રમકડું જડિયું હોય એવી તૃપ્તિ અનુભવતું બાળક એ પથ્થરને દોલતની જેમ ખિસ્સામાં રાખીને ફરતું. એ તો એક રમત હતી પણ એનું વ્યાવહારિક રૂપ પેલા બીડીના શોખીનો કરતા. રેશમના કીડાનો કોસેટો હોય તેમાં કાણું પાડીને શીમળાના વૃક્ષના ડોડામાંથી નીકળતો રેશમ જેવો રૂ ઠાંસી ઠાંસીને ભરવામાં આવતો. એની પાસે ચકમકનો પથ્થર રાખીને લોખંડના નાના પણ પકડી શકાય તેવા ટૂકડા સાથે ઘસીને અગ્નિ પ્રગટાવવામાં આવતો. એનાથી પેલો રૂ સળગે તેના પર બીડી રાખીને બ્બા બ્બા કરે ત્યારે વડીલોના ગાલમાં ખાડા પડતા દેખાય! અદભુત દૃશ્યો હતા એ.
દિવાસળી ચોમાસામાં તો હવાઈ જાય, કંઈ કામ ન લાગે, તો પછી બીડીની તલબવાળા જાય ક્યાં. આફ્રિકા જઈ આવેલા આવેલા કોઈ ગ્રામવાસીના હાથમાં જ્યારે લાઈટરને સળગાવતું જોયું તો લોકોને ભારે વિસ્મય થયું. એક હાથમાં પકડીને, અંગુઠા વડે એક ધાર દબાવવાથી તણખો થાય અને અંદરની નાનકડી દિવેટ સળગે! પેન્સિલના ગેદાનો નાનકડો ટૂકડો હોય તેવી પથરી એમાં ગોઠવેલી હોય, એ ચકમકનું કામ કરે. પ્લાસ્ટિકની નાની નળીમાં પેટ્રોલ ભરેલું હોય તેની સાથે દિવેટ લગાવેલી હોય એટલે તે સળગે. ઉત્ક્રાંતિના નિયમ મુજબ આગળ જતાં એમાં પેટ્રોલને બદલે પ્રવાહી ગૅસ ભરવાની વ્યવસ્થા થઈ. બીડી સિગરેટ પીતા લોકો આજે મોટેભાગે ગૅસ લાઈટર રાખે છે. પણ આ દેશી લોકોની ખાખી બીડી વચ્ચે યુરોપિયન કૂળની સફેદ સિઘરેટ ક્યાંથી ઘુસી ગઈ! ‘જો જિસસે મિલા સીખા હમને, ગૈરોંકો ભી અપનાયા હમને!‘ વાહ, આપણી ઉદાર સંસ્કૃતિમાં તો કોઈ આપણને પરાયું લાગતું જ નથી. જે આવે તે તમામ સમાઈ જાય! વ્યસનો પણ આત્મીય બની જાય!
પણ હવે પછી શું? લાઈટરનું કોઈ નવું વર્ઝન છે કંઈ ધ્યાનમાં?
Vah Prabhu bhai. Juni vato yaad karavi didhi. Aamathi mota bhagani vato me anubhaveli chhe. Cahkmak na paththar bhega kari ne tanakha pan karela ane vadilo ne ena thi bidi salgavta joyela chhe.
અમે આવા ગામમા રહ્યા છીએ એટલે આવા અનુભવો અંગે વાંચવાની મઝા આવી !બીડી અંગે ઘણાનુ કહેવુ છે કે સ્વચ્છ તંબાકુ અને પાતરાની હાથે બનાવેલી બીડીથી કેન્સર થયાનુ સાંભળ્યું નથી
ગુજરાતમા તો દારુ બંધી તેથી એક શાયરે રમુજમા કહ્યુ-
શરાબ ન પીવડાવે તો સાકી એક બીડીતો પીવડાવ !
ચકમક ઘસી ચિનગારી પાડતા ન આવદે તો ગાવું પડૅ
“એક જ દે ચિનગારી ચકમક લોઢું ઘસતા ઘસતા, ખર્ચી ઝીંદગી”
Gam ma rehvani vato have diva swapne lage che, sanje mandiir ma arati thye tyre khbar padke have ke have diwas puro thye che atyre na baloke ne a to a sambhave che hun Gam ni shala ma bhanyo chu panch gau chali ne baju na share ma pustako leva gayo chu.
Amara gam ma diwas ma be var bus avati tyre melavada jevu lagtu.
ELECTRON LIGHTER. USE IN USA AUTO.FACTORY. HOME
LikeLike
Vah Prabhu bhai. Juni vato yaad karavi didhi. Aamathi mota bhagani vato me anubhaveli chhe. Cahkmak na paththar bhega kari ne tanakha pan karela ane vadilo ne ena thi bidi salgavta joyela chhe.
LikeLike
અમે આવા ગામમા રહ્યા છીએ એટલે આવા અનુભવો અંગે વાંચવાની મઝા આવી !બીડી અંગે ઘણાનુ કહેવુ છે કે સ્વચ્છ તંબાકુ અને પાતરાની હાથે બનાવેલી બીડીથી કેન્સર થયાનુ સાંભળ્યું નથી
ગુજરાતમા તો દારુ બંધી તેથી એક શાયરે રમુજમા કહ્યુ-
શરાબ ન પીવડાવે તો સાકી એક બીડીતો પીવડાવ !
ચકમક ઘસી ચિનગારી પાડતા ન આવદે તો ગાવું પડૅ
“એક જ દે ચિનગારી ચકમક લોઢું ઘસતા ઘસતા, ખર્ચી ઝીંદગી”
LikeLike
Gam ma rehvani vato have diva swapne lage che, sanje mandiir ma arati thye tyre khbar padke have ke have diwas puro thye che atyre na baloke ne a to a sambhave che hun Gam ni shala ma bhanyo chu panch gau chali ne baju na share ma pustako leva gayo chu.
Amara gam ma diwas ma be var bus avati tyre melavada jevu lagtu.
Juna smarno yaad kari khubaj maja aavi
LikeLike
So well expressed! Excellent read!
LikeLike